શીર્ષક :::::: જીવન ની ઋતુ ::::::
ચોક્ખો કૂણો તડકો છે, ને તાજગી સાથે ઠંડક છે,
હજૂ આવનારી ઋતુના થોડાક હૂંફાળા તેવર છે !
ઔસ પડી પાંદડે પાંદડે ,જરીક ધીમું મલકે છે !
નાની અમથી જીંદગીમાં જબરા ઠાઠ ઝળકે છે
હર એક દિવસને કોઈ સ્વપ્ન બનાવીને સેવે છે,
ક્યારેક ભ્રમનો નશો, જડીબુટ્ટી બનીને જીવાડે છે.
તારા પ્રેમમાં જીવું હરઘડી એ જ તો ઈબાદત છે
ઈશ્વર પણ જાણે, એથી વધુ સારી, ન આદત છે.
શરીરની ચોટ હોય કે મઝા ,સમયના ગુલામ છે,
મનને લાગે રંગ તો નક્કી જનમ ન્યોછાવર છે !
અર્ચિતા દીપક પંડ્યા