થઈ રહી છે મને ખબર, કે શું છે પ્રેમ એમ
જેમ તારામાં મળી રહ્યું છે મન,જાણું છું
ધીરેથી લોહીમાં ભળી ગયું છે તારૂં નામ
કે મલંગ એનો જ લાગે છે, હું જાણું છું.
નજરનાંં બાણમાં જાણે રતિ જેવું ખેંચાણ
તારી હાજરીનો છે એ પ્રતાપ હું જાણું છું
ક્ષણિક આવેગની લાગણી,અચળ જ છે
પૂરો જન્મારાનો થશે સંબંધ, હું જાણું છું
ધડકનમાં ગૂંજે જો તારૂં નામ,તો છે પ્રેમ
એકે ય સાબિતીની ક્યાં જરૂર,હું જાણું છું
અર્ચિતા દીપક પંડ્યા