એક સગડી
દિવસ નામે એવી એક સગડી
બળતણ ખાતી જાય
રોજ જલે
ને ખુદ પકવતી જાય
અવનવું કંઈક પીરસતી જાય
થોડું જલાવી
જાતનું બળતણ
અને
પાક નવો ઊતારતી જાય
સમયનો પવન ફૂંકાય
અને તકનો તિખારો
જલાવી જાય
તણખાં તણખાં થઈ
ઊડી જાય શ્ચાસ
તો ય ભાથું નવું
બનતું જાય...
અંતિમ ઘડી સુધી
વીખેરી રાખ
અંગાર આપે કામ
ઝીણી જલન પણ
જાણે અખંડ દિવો
અવનવા સ્વાદનો
પ્રસાદ આપતી જાય
દિવસ નામે એક સગડી....
©અર્ચિતા દીપક પંડ્યા