Std:3
પ્રકૃતિ ગીત
આકાશ
કોઈ ઊંચા આકાશે મને લઈ જાઓ
એના વિશાળ પટમાં મારે ઊડવું છે
એનો ભૂરો રંગ મને મોહે છે
એને અડકીને મારે જોવું છે
કોઈ ઊંચા આકાશે મને... વિશાળ આકાશમાં રૂ જેવા વાદળો
જૂદા જૂદા આકારે ઘૂમે છે
સૂરજને ઢાંકતા ને વીખરાઈ જાતા
મનમોજી થઈ એ વિહરે છે..
કોઈ ઊંચા આકાશે મને... રાત પડે ચાંદો આકાશે શોભતો
ધરતી પર ચાંદની વેરે છે
બીજના દિવસે લાગે તૂટેલી બંગડી
ને પૂનમ હોય તો ગોળ થાળી લાગે છે
કોઈ ઊંચા આકાશે મને... ચાંદા સાથે છે તારાની ફોજો
ટીમ ટીમ કરતી ચમકે છે
કોઈ તારો નાનો તો કોઈ મોટો
ખરે તો મનની આશ પૂરે છે
કોઈ ઊંચા આકાશે મને....
Thursday, 30 November 2017
પ્રકૃતિ ગીત 3
પ્રેરણા ગીત
ધોરણ 3,ઊર્મિ ગીત
Std:3
ઊર્મિ ગીત
મારા પિતા
મારા પિતાના મુખે વેણ કડક
પણ નેહે ભર્યા છે એમના નયન
શીખવે અમને એ ખંત, મહેનત
રાખે શિસ્ત પાળવાનો આગ્રહ ચુસ્ત
મારા પિતાના મુખે.. દીકરી એમને છે અતિ વહાલી
આંખ આગળથી ન કરે આઘી
શીખ જો એમની બધી માની
નજરમાં એમની વરસે અમી
મારા પિતાના મુખે.. દીકરો એમની આંખનો તારો
મિત્ર થઈ રહે એ છાતી સમાણો
કરે માફ પુત્રની જો થાય ભૂલો
પણ રીઝે નહીં, જો બોલ ઉથાપો
મારા પિતાના મુખે... ન કરે ખુદનો વિચાર, કરે ચિંતા અમારી
જૂની એ વાપરે ને , ચીજો નવી લાવે અમારી
એમની પ્રવૃત્તિ બધી કુટુંબના હિતની
અમારા સુખ કાજે, ઝૂઝે એ જગથી
મારા પિતાના મુખે....
વીરતા ગીત std :3
Std:3
વીરતા ગીત
ભારતમાતાનો છું હું સપૂત
મને વતન પર છે પ્રેમ અતૂટ
તન મજબૂત મન મજબૂત
વીરતાની ભાવના છે અખૂટ
ભારતમાતાનો છું હું સપૂત
દેશપ્રેમને જ બનાવું ધરમ
દેશની રક્ષા કરું,હું પ્રથમ
કર્મથી ઊજાળું દેશનું નામ
મોખરે કરું વિશ્ચમાં એનું નામ
ભારતમાતાનો છું હું સપૂત
ભાઈચારાની લાગણી રાખું
એકતા દેશભાઈઓમાં રાખું
દુશ્મનને દેશથી દૂર ભગાડું
મારા દેશને સુરક્ષિત બનાવું
ભારતમાતાનો છું હું સપૂત
સંવાદ
સંવાદ
વાદ કરીને લાગણી સાથે, સંવાદ શરૂ કરું છું,
પ્રેમનો એકતરફી ભલે, પણ પ્રવાહ શરૂ કરું છું.
સંવાદે ઔપચારિકતા નહીં, આર્ત હૈયાનો આપું છું,
ન વહે વાણી થઈ વિચાર, એને ખોવાયેલો ખજાનો ગણું છું.
સંવાદમાં પણ બધે વાદનું પ્રચલન, હું જોઉં છું,
મીઠાશ પણ પ્રમાણમાપ સાથે વપરાતી જોઉં છું.
સંવાદ પણ માણે છે કે હું વિવાદાસ્પદ બનું છું, સનસનીખેજ મળે માટે તડપતાં મન હું જોઉં છું.
મન ન મળે તો વિવાદ, ને મળે મન તો સંવાદ બનું છું, પણ વિમર્શ સાથે જ હું એકાકાર થઈ મળું છું.
સંવાદ ને કોઈક વાદ બનીને નડતાં પણ જોઉં છું તો સંબંધમાં આવતો વિરામ દૂરથી જ હું જોઉં છું. ©અર્ચિતા દીપક પંડ્યા
Friday, 24 November 2017
प्रेरणा गीत 2
Std:2
પ્રેરણા ગીત
રહો તૈયાર
એક, દો, તીન, ચાર
ભેરૂ, હંમેશ રહો તૈયાર
ડગ પછી ડગ, તું કર પ્રયાણ
મંઝિલ મળે એ નક્કી જાણ
એક, દો, તીન, ચાર
ભેરૂ, હંમેશ રહો તૈયાર
તારે જ કરવાનાં છે તારા કામ
આગળ વધ, ન કર વિરામ
તું જ કરી લે, તારો ઉદ્ધાર
તકલીફોને કરી લે પાર
એક, દો, તીન, ચાર
ભેરૂ, હંમેશ રહો તૈયાર
હિંમતથી તારૂં કામ ધપાવ
દરિયો તારો જ, તારી નાવ
મજબૂત બની, કર નિર્ધાર
સફળ છે એ, જે ઝીલે પડકાર.
એક, દો, તીન, ચાર
ભેરૂ, હંમેશ રહો તૈયાર
Prakruti git for 2
Std:2
પ્રકૃતિ ગીત
સૂરજદાદા
સૂરજદાદા ની સવારી આવી
આકાશમાં ઊજવણી લાવી
ઉષાના રંગો સાથે લાવી
ખુશનુમા સવાર લાવી
અંધારું જુઓ જાય ભાગી
ધરતીએ પણ આંખ ઉઘાડી
લીલી વનરાજી પણ જાગી
પંખી ઊડ્યાં માળો છોડી
ગમાણમાં પણ હલચલ ચાલી
કેવી સુંદર સવાર આવી!
ઉષ્મા આપી અને ઉર્જા આપી
સૂરજદાદાએ સંભાળ આપી
જીવન ટકે છે એમના થકી ને
વરસાદની પણ પ્રસાદી આપી!
Www task lagn git
લગ્નગીત
ચાંદાની કોરનો ચૂડલો પહેરીને
બેનજી સાસરે ચાલ્યા છે જો
સૂરજ શો શોભે છે ચાંદલો
ને પાયલ ઝીણાં રણકે છે જો
શણગાર સોળે શોભે બેનીને
કુમકુમ ભાલે શોભતા રે જો
ઘરચોળાંની કોર રે બોલે
મૂકો મહિયરની માયા રે જો
કરજો વ્હાલ નણંદીને પહેલું
મીઠી માણજો એની મીઠાશ જો
રમતિયાળ દેરીડો લાગે વ્હાલો
એના વીરાનો છે માનીતો જો
સાસુજી હરખે બોલાવે ને
ઘરની રીત્યું શીખવે છે જો
સસરા છે તમારા મોભાદાર
ને આંખ્યુંથી આશિષ આપતા જો
માણીગર મનનો હેતે બોલાવે
ઉગમણે ડગ તમે રે માંડજો
ફળિયું બોલે ને પિયરનાં ઉંબરાં
મનોરથ તમારા પૂરા રે થજો
ચાંદાની કોરનો ચૂડલો પ્હેરીને
©અર્ચિતા દીપક પંડ્યા
2. Prerna git
Std:2 પ્રેરણા ગીત
ચાલતો જા
કદમ, એક કદમ તું વધતો જા
દૃઢ હજૂ દૃઢ, તું બનતો જા
લઇ જશે હર ડગ મંઝિલની તરફ
મક્કમ મન લઇ, તું ચાલતો જા
કદમ,એક કદમ તું વધતો જા
એક કર, બે કર, બહુ તું પ્રયાસ કર
વિઘ્ન આવે એને, બસ તું તમામ કર
પ્રયત્ન જીતાડશે આકરા જંગ
નીડર મન લઈ, તું ચાલતો જા
કદમ, એક કદમ તું વધતો જા
તારું છે કામ, તું જ કર, નિર્ધાર કર
ઢીલ લાગે તો કેડ ટટ્ટાર કર
મહેનત કરશે જીત હાંસલ
પ્રવૃત્ત મન લઈ , તું ચાલતો જા
કદમ,એક કદમ તું વધતો જા
2. Std:2* urmigit
Std:2
ઊર્મિગીત
ભાઈ બહેનની જોડી
મારા વીરાના લઉં હું ઓવારણાં
મને જગમાં લાગે બહુ વહાલા
માડીના જાયા બાપુના લાડકા
રંજાડમાં પણ પ્રેમથી નવરાવતા
મારા વીરાના લઉં ઓવારણાં
મારી નાનકડી બેન બહુ લાડકી
મીઠું મીઠું બોલતી ને સદાય હસતી
મા ની મોંકળાશે સુંદર દીસતી
બાપુની છે એ સોનલપરી
મારી નાનકડી બહેન બહુ લાડકી
ભાઈલા, જીવો તમે ઘણું બધું
જીવનમાં પામો સુખ ઘણું
બેનડી સદાય હસતી રહે તું
અમારી નાનકડી ઢીંગલી છે તું
મારા વીરાના લઉં ઓવારણાં
બહુ વહાલી છે નાનકડી બેના
Bhai bahen no prem
ભાઈ બહેનની જોડી
બહેન: ભાઈલો મારો છે, બહુ તોફાની!
ભાઈ: બેન'ડી જુઓને,કેવી છે શાણી?
ભાઈલો મારો
બેન' ડી મારી
બહેન: ભણવામાં મોર ને રમતમાં આગેવાની ભાઈ: ઝાઝી પંચાત કરતી પણ ભણવામાં પહેલી ભાઈલો મારો
બેન' ડી મારી
બહેન:ભઈલાને જોઈ માની આંખો હસતી
ભાઈ: મીઠું મીઠું બોલતી ને પપ્પાની વહાલી ભાઈલો મારો
બેન' ડી મારી
બહેન:મારા નાસ્તાના ભાગમાં કરતો ચોરી ભાઈ:ભાવતું મારા કાજે સાચવીને રાખતી
ભાઈલો મારો
બેન' ડી મારી
બહેન:તારા તોફાનમાં પણ પ્રેમ જાઉં ભાળી ભાઈ:તારા નખરાંમાં યે લાગણી દેખાતી
ભાઈલો મારો
બેન' ડી મારી
બહેન:માની આપણે ચાંદા સૂરજ કેરી જોડી ભાઈ:બાપુ પણ આપણને કરતાં કેવી વહાલી! ભાઈલો મારો
બેન' ડી મારી
1 प्रेरणा git
Std:1 પ્રેરણા ગીત
હું છું નાનો બાળ પ્રભુનો
અંતરમાં છે ઉજાસ એનો
ચીંધે મને એ સાચો રસ્તો
જેથી ભાવ હંમેશા શુભ રહેતો
હું છું નાનો બાળ પ્રભુનો
પ્રભુથી પ્રગટે દિલનો દીવો
અંધકાર રહે સદા છેટો
સૌ સારાં વાનાં મારા કરતો
હંમેશા મારું હિત ઈચ્છતો
હું છું નાનો બાળ પ્રભુનો
માતા પિતા એ આપણાં સૌનો
સૌની એ ખૂબ કાળજી લેતો
જો હું એને શીશ નમાવતો
તો હું સદા અભય રહેતો
હું છું નાનો બાળ પ્રભુનો
Approved
Std:1 ઊખાણાં
1. આવડી દડી રૂપાથી જડેલી દિવસે ખોવાઈ રાતે જડી (ચાંદો)
2. કાળો પણ કાગડો નહીં દરમાં પેસે પણ ઉંદર નહીં વૃક્ષ પર ચડે પણ વાનર નહીં ચાર પગ પણ ઢોર નહીં (મંકોડો)
3. ઝાડ બહુ ઉપયોગી આકાશને જાય આંબે ચડી શકે જે ટોચે એ અમૃત પામે (નાળિયેરી)
4. વગર મળ્યે વાત કરાવે ને વળી પાડે ફોટા ગીત સંભળાવે રમત રમાડે, જ્ઞાન આપે ને વાપરે નાના મોટા (મોબાઇલ)
Approved 1
Std:1
જોડકણાં
1. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવ રે વરસાદ નેવલે પાણી નઠારી છોકરીને દેડકો તાણી
2. ટામેટું રે ટામેટું ઘી ગોળ ખાતું'તું નદીએ ન્હાવા જાતું'તું અસ મસ અને ધસ
3. ચાંદામામા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દીકરાને આખી પોળી
4. હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લાંબી સૂંઢ છે ને પાછળ નાની પૂંછડી છે
Balgit
બાળ ગીત
વાદળીઓનાં ટોળાં
મને ખૂબ ગમતાં ભોળાં
પવન મારે ધક્કા
ને દોડવા મંડી પડતાં
વાદળીઓનાં ટોળાં
જરીક કાળા જરી જરી ધોળા
પંખીઓની ઊડથી ઊંચા
ઘેરી લઈને સૂરજદાદા
મનમાં મીઠું મરકાતા
વાદળીઓનાં ટોળાં
દરિયા પાસે પાણી લેતાં
ભરી ભરી ઊડી જાતાં
એની ગાગરીઓ છલકાવતાં
ને ગડ ગડ ગડ ગડ હસતાં
વાદળીઓનાં ટોળાં
દઈ ધરાને પાણી વર્ષાના
એ તો રાજી થાતાં
ખાલી કરીને કુંભ એનાં
એ મેઘધનુષ બનાવતાં
વાદળીઓનાં ટોળાં
Balgit 2 chakiben
Balgit 1.
ચકીબેન
નાનકડા ચકીબેન આવ્યા છે
ચીં ચીં ચીં ચીં બોલે છે
કેવા રૂડા રૂડા લાગે છે
ને કૂદકા નાના મારે છે
મારે પણ અહીં તહીં ઊડવું છે
ને ઝાડ ઉપર રહેવું છે
મઝાના ફળો ખાવા છે
ને ફૂલોની વચ્ચે રહેવું છે
રેતીની ઢગલીમાં ન્હાવું છે
પાંખ ફફડાવીને રમવું છે
ટોળે મળીને કૂદવું છે
પાંખથી ઊંચે ઊડવું છે
તમે રોજે અહીં આવોને
ચકારાણાને સાથે લાવો ને
મારા ઘરે માળો બાંધો ને
મારી સાથે રોજ રમો ને
प्रेरणा गीत 1
Std:1 પ્રેરણા ગીત
હું છું નાનો બાળ પ્રભુનો
અંતરમાં છે ઉજાસ એનો
ચીંધે મને એ સાચો રસ્તો
જેથી ભાવ હંમેશા શુભ રહેતો
હું છું નાનો બાળ પ્રભુનો
પ્રભુથી પ્રગટે દિલનો દીવો
અંધકાર રહે સદા છેટો
સૌ સારાં વાનાં મારા કરતો
હંમેશા મારું હિત ઈચ્છતો
હું છું નાનો બાળ પ્રભુનો
માતા પિતા એ આપણાં સૌનો
સૌની એ ખૂબ કાળજી લેતો
જો હું એને શીશ નમાવતો
તો હું સદા અભય રહેતો
હું છું નાનો બાળ પ્રભુનો
PRAKRUTI गीत 1
ધોરણ:1
પ્રકૃતિ ગીત
ધરતીમાતા
ધરતી, ધરતી, તું છે માતા!
જીવ બધાં તુજથી પોષાતા
રમીએ અમે તારો ખોળો ખૂંદતા
હસીએ તારું રૂપ નીરખતા
ધરતી, ધરતી, તું છે માતા!
મધુ હોય કે શેરડીના સાંઠા
તળ, તળાવ ને નદી દરિયા
પર્વતની જોઈ હારમાળા!
ધરતી વિના એ ક્યાં સમાતા?
ધરતી, ધરતી, તું છે માતા!
ફૂલો કેવાં તુજથી નીખરતા?
ફળો કેવા લૂમતાં ઝૂમતાં?
પશુ પંખીની ભૂખ ઠારતા
માનવ માટે તાકાત બનતા
ધરતી, ધરતી, તું છે માતા!
ખોળો તારો, એક વિશાળતા
એમાં કેટલાં ધન સમાતાં?
રત્ન હોય કે ખનિજ સંપદા
ધરતી વિના કોણ સંઘરતા?
ધરતી, ધરતી, તું છે માતા!
ઊર્મિ ગીત 1
Std:1 ઊર્મિ ગીત
મારી મા
મા, તું છે મને ખૂબ વહાલી
મને જોઈ તું ખુશ થાય ઝાઝી
તારો હાથ પકડીને હું રાજી
કેવું મીઠું હસે, મને બાઝી!
ડરૂં તો તારી પકડું આંગળી
ચાલું હું જ્યાં તું જાય ચાલી
રડું હું તો મને થપથપાવતી
નીડર બનતાં તું શીખવાડતી
ખવડાવે તું મને મીઠી વાનગી
પણ તંદુરસ્તીના ગુણ સમજાવતી
નવું નવું મને રોજ શીખવતી
ને સ્વચ્છતાના પાઠ ભણાવતી
આખો દિવસ સૌનું ધ્યાન રાખતી
તો યે વાર્તા કીધા વિના ન સૂતી
જો પડું હું, તો મને ખૂબ હસાવતી
મદદે મારી, તું બહુ હરખાતી
મા તું છે મને ખૂબ વહાલી....
Monday, 20 November 2017
જન્મદિવસ નિમિત્તે, પ્રફુલ્લભાઈને
આજે સવાર સવારમાં
એક ખાસ કારણથી
ગુલદસ્તો બનાવવા
હું ફૂલ એકઠા કરી રહી હતી,
રાતે વરસાદ બરાબર પડ્યો હતો
એક ફૂલ પર બુંદ વરસાદી
ચમકી રહી હતી,
સૌંદર્યાના મુખ પરની બિંદિયાની જેમ,
મને એ સુંદરતા વીખેરવાનું
મન ન થયું..
આગળ વધુ
તે પહેલાં
એ ફૂલે જ સાદ દીધો...
"શુભેચ્છાના ગુલદસ્તાનો
હું પણ એક ભાગ બનીશ,
મારે પણ પ્રફુલ્લિત થવું છે!"
જન્મદિન નિમિત્તે અગણિત શુભેચ્છાઓ
પ્રફુલ્લભાઈ!
આ વરસાદને
આ વરસાદને
હું કરું છું પ્રયત્ન, યાદોની હુતાશણી કરવાનો
મેઘ મૂઓ વરસીને એવે ટાણે કૂણી કૂંપળ ઉગાડશે!
ક્યાં છે ભાન એને, વરસતી બુંદ મારા આંસુ ઉખસાવે ને,
ખારા મીઠા પાણી વચ્ચે કેવી કટ્ટર હોડ જગાવશે!
લે એ તો આવે, વળી વળીને એક જ ગીતનું રટણ કરે ને,
સૂર સાથે ય શબ્દ મળીને હવે કેવી મજાક ઉડાડશે !
છે એ તો છેલબટાઉ, મનમોજીલો, જગતને ભીંજવતોને,
એ ક્યાં જાણે કોઈ દર્દ પણ છોડ થઈ હવે ઊગાડશે !
કરશે ધોવાણ ભલે,ઉપરની માટીનું, કાયમ કઠોર થઈને,
જડમૂળ બની વસ્યા હૈયે પોતીકાં
એને થોડાં પલાળજે!
©અર્ચિતા દીપક પંડયા
એક દિ'
એક દિ'
એક દિ', નવરાશની પળોએ વિચાર્યું ;
લાવ, ઠાલવું આજે દિલને એકવાર,
ઈચ્છાઓ ઢગલો ભરાઈ ગઈ છે!
એક પછી એક ઉલેચીને કાઢી.
એક, બે, ત્રણ.....
ગણતરી લાંબી ચાલી...
બહાર ઢગલો થઈ ગયો,
પણ આમાં મારી ઈચ્છા ક્યાં કોઈ હતી જ?
મારી ઈચ્છા શોધવા એ ઢગલો પાછો ફંફોસ્યો;
પણ ક્યાં ય ન મળી?
અહીં તો પિતા, પતિ, કુટુંબ અને બાળકોની જ ઈચ્છાઓ છે!
પણ એમાં નવાઈ પણ ક્યાં છે?
સ્ત્રી છું ને?
પુત્રી, પત્ની, વહુ, મા ના સ્વરૂપને મેં વધારે મહત્વ આપ્યું છે.
મારા સ્વરૂપોને હું વધુ ચાહું છું!
મેં પસંદ કર્યું છે અન્ય માટે જીવવાનું,
અને એ જ મારી મોટી તાકાત છે!
અને મને જ્યારે મારા સ્વરુપોમાંથી મને ખુદને ચાહવાનો સમય મળે,
ત્યાં સુધી હું મારું બળ એવું જ જાળવી રાખીશ!
©અર્ચિતા દીપક પંડયા
ગણપતિ વંદના
લાડકવાયા જાયા ઓ ગણપતિ રાયા
મા પાર્વતી ને શિવને હર્ષાવનારા
બહુશ્રુત છો વિદ્વતા ધરનારા
રિદ્ધિ સિદ્ધિ ને તમે વરનારા
જગમાં છો તમે વિઘ્ન હરનારા
ગણરાજ ખરે તમે કહેવાયા....
લાડકવાયા જાયા ઓ ગણપતિ રાયા
તમે દીર્ઘદ્રષ્ટા છો સ્વામી ગજાનના
પળવારમાં તમે ભય સૂંઘનારા
મૂષક સવારીએ તમે શોભનારા
લોકમાં તમે પ્રથમ પૂજાનારા....
લાડકવાયા જાયા ઓ ગણપતિ રાયા
પ્રદક્ષિણાથી માતાપિતા રીઝવનારા
મોદકપ્રિય લંબોદર એકદંતા
વેદ લહિયા થઈને તમે લખનારા
નંદીના એ પરમ સખા બનનારા....
લાડકવાયા જાયા ઓ ગણપતિ રાયા
©અર્ચિતા દીપક પંડ્યા
પ્રાસ
આજે કેમ કોઈ ખાસ દિન જેવી મનોસ્થિતિ હશે?
જરૂર કોઈ ઘટના પણ મારી સાથે
ખાસ ઘટી હશે!
મને નિરાશ જોઈને કોઈની એવી
આંખ જરૂર હશે,
ઉપરવાળા જોડે એ પણ દિલથી
દુઆ માંગતી હશે!
લાગણી શબ્દ થઈને વહી અંતરથી
નક્કી ગઝલ થઈ હશે,
આખી ગઝલમાં છે મારી ગેરહાજરી
મક્તામાં પેશગી હશે!
કાલે ભલે ને જશે દૂર એ અહીંથી
કદમ એની નિશાની હશે!
સ્મરણ જાણે જન્મજાત નિશાની
ન ક'દિ અળગા થશે..
મારૂં તારી સાથે કેવાં કેવાં ઋણથી
અનુબંધ ફળ્યું હશે?
મૌન તું સમજી જાય ગજબ રીતથી
બોલ વ્યર્થ પ્રયાસ હશે.
હું વિચારૂં અને તું ઊઠીશ બોલી
એ આપણો પ્રાસ હશે.
©Archayit
ઈશ્ચરને
ઈશ્ચરને
હું આજે તારી સામે
અનાવરિત છું,
મારા ગમા - અણગમા
મારી ઈચ્છા - અનિચ્છા
મારી મહત્વકાંક્ષા-હતાશા
જેવા બધા વસ્ત્રો મેં તારી
સામે એક પછી એક
ઉતારી દીધાં છે,
હવે મારો આત્મા એની
નગ્નતાનું સૌંદર્ય લઇ
તારી સામે ઊભો છે,
કહે તું હવે,
એ જેવો છે એવો
તું ચાહીશ એને?
©અર્ચિતા દીપક પંડ્યા
Four way test
Is it beneficial to my mental physical health?
Does it help to upgrade my knowledge and wisdom?
Does it spread joy and happiness amongst all?
Is it really peaceful? Or make me feel contended?
Is it the TRUTH?Is it FAIR to all concerned?Will it build GOODWILL and BETTER FRIENDSHIPS?Will it be BENEFICIAL to all concerned?
આ દિવાળીએ પણ
આ દિવાળીએ પણ...
કરી ઘરની પૂરતી સાફ સફાઈ
ચમકાવી દીધું ઘર ફરી એકવાર
કરી ખરીદી હોંશથી અમે સઘળી
સંતોષ નવું આણ્યાનો ફરી એકવાર
આજે કરી સાથિયાને રૂડી રંગોળી
ભરી સામાન ચાલી હું ઘૂમવા ફરી એક વાર
આગોતરા આશિષ વડિલોના લઈ
બેસતા વર્ષે જ છોડીશું ઘર ફરી એક વાર
નથી અમે રૂઢિગત રીતે ઊજવતા દિવાળી
પણ હૈયે કરીએ છીએ ઊજાસ વારંવાર
રોજની દોડાદોડી ને તનાવના દિવેલ કરી
દિવાળીના દીવા ઝગાવશું હૈયે ફરી એક વાર
નવા વર્ષે નવી આશાના તોરણ બનાવી
ઉમંગથી બે સ્થળ ઘૂમીશું ફરી એક વાર
દર વર્ષે ઊંચા નવા ધ્યેય હાંસલ કરી
વર્ષોવર્ષ નવી જિંદગી જોડીશું ફરી એક વાર
મારા 'રામ', હૈયાની અયોધ્યામાં બિરાજી
'રામરાજ્ય' જીવનમાં કરશે ફરી એક વાર
©અર્ચિતા દીપક પંડ્યા
સંબંધનું નામ
સંબંધ નું નામ
તમે આવ્યા તમારૂં માન લઈને , અને સંબંધને સુંદર નામ મળી ગયું;
સાથ મળ્યો જો તમારો તો, જીવવાનું એક મનગમતું કારણ મળી ગયું!
કરી નજર એમણે નીચી 'ને,ફરી લજ્જાને સુંદર સ્વરૂપ મળી ગયું;
નકાર પાછળના એમના આહ્વાનને, પ્રગટ થવાનું કોઈ બહાનું મળી ગયું!
કરી લો એક નિર્ણય હવે તમે,અવઢવને છે બસ, ગમતું જડી ગયું;
મનની દ્વિધા તમારી દિલની, કેવી ત્રિશંકુ જેવી હાલત કરી ગયું?
આંખમાં તો નીંદ બદલે, કોઈ સપનાની ભૂરી વેલ ઊગાડી ગયું!
રહુ હું નિસ્પૃહતાથી હવે,તો કહેવાશે કોઈ
પ્રેમની રીતની જ બદલી ગયું!
©અર્ચિતા દીપક પંડ્યા
ના હું તો ગાઈશ
અમિતાભ સંગીતનું સૂરાવલિઓથી ગૂંજે છે વિશ્વમાં,
રાગ તાન પલ્લવી સજે છે સૂરો અનિલાવરણમાં
ઘનશ્યામ પણ થાય મગ્ન બંસીના સૂરની સંગતમાં
એ જ પ્રેમ નિરુપાયો સંગીતથી, રૂડાં વને વૃંદામાં
રાજ રાજેન્દ્ર છે સંગીત, અન્ય બધી કલાઓમાં
લીના પ્રગટે એનાથી તો રહે માનવી યોગી કક્ષામાં
દીપક બનીને શમા લાવે છે રોશની અનેરી મહેફિલમાં
સૂરાવલિઓની સાથે સ્નેહ પણ વહે છે અંજુમનમાં
પ્રફુલ્લ થઈને હર મન સરે કોઈ સંગીત સરિતામાં
ખીલે બિંદિયા થઈને ચાંદ પણ મેઘલ આકાશમાં
મનન શ્રવણ અને રટણથી ગીત ગૂંજે છે જ્યારે મનમાં
શીલુ શીળુ ભાવ વ્યાપે છે હર કોઈના હ્રદયમાં
રાજેશ સમા પ્રખર રાગ પડઘે ચારે દિશામાં
રાજશ્રી થઈ સંગીતની રાગિણીઓ ગૂંજે છે મનમાં
ચેતન પ્રગટે છે ત્યારે નવું ગજબ આખા વાતાવરણમાં
આવી બિના બની છે વારંવાર મધુરા સંગીતના લયમાં
દીપક થઈ સંગીતના સૂરો પ્રજ્જવલે છે સદા મનમાં
એની દીપ્તિ આપે છે હર કોઈને એમના જીવનમાં
સમીર હળવો વહે કે ચૂર થઈ વૈશાલીના નગરમાં
જીવન સંગીતમય રહે મધુર જો રહો સૂરનાં સંગમાં
મૌલિક સાધના અને સૂર સંગમ કરીએ હર શ્ચાસમાં
જીવન કેવું સરે છે, એ માણો શુભાશયમાં!
દીપક બનીને સૂર પણ ભળે છે જ્યારે અર્ચનાના સ્વરમાં
અર્ચિતા સરસ્વતી આપોઆપ વસે છે સૌ ના કંઠમાં
જિજ્ઞાસા રહે હરદમ આપણી સૂર સાધનામાં
આશિષ ગાંધર્વોના રહે સદા આપણા નહટગ કુળમાં....
અર્ચિતા દીપક પંડ્યા
Thursday, 16 November 2017
ચૂંટણી વેળાએ
ચૂંટણી વેળાએ
અમારા નેતાઓની વાત જ ન કરશો!
હોય ગમે તે સંજોગો,
એ જનતાને હેમખેમ રાખે છે!
વચનો આપી આપીને,
જનતાને વાણીથી ખુશ કરીને,
ચૂંટણી પછી એ જ દશા વર્ષોથી
એ જે હતું એમ-
હેમખેમ રાખે છે!
અમારા નેતાઓની વાત...
કેવા જંગ જીતવાના એ બધું જાણે છે!
આપેલ વચન કેમ વાળવા, એ જાણે છે,
હરિફ પાર્ટીની નબળાઇ બધી જાણે છે..
કરી પોતાનો કક્કો ખરો,
ઘમંડથી ચાલે છે!
અમારા નેતાઓની વાત...
કરી લે છે ખાયકી હર પ્રોજેક્ટમાં
એટલે વિકાસની ગાડી ભરપૂર ભગાવે છે
પર્યાવરણ ખોતરી કુદરતી ધન ઉડાડે છે!
જનતાના બટવાનો બોજ કોઈ ખિસ્સા
ઉપાડી લે છે!
અમારા નેતાઓની વાત....
ગોરા ગયા ને ઘરના આવ્યા
પણ સત્તા સાથે ન શાણપણ લાવ્યા
ઈરાદા કેમ કરીને જોઉં એમના ચોક્ખા
કંઇક દૂણાયાની વાસ સતત ગંધાય છે...
અમારા નેતાઓની વાત જ ન કરશો
એ બધું વર્ષોથી આમનું આમ રાખે છે!
©અર્ચિતા દીપક પંડ્યા
Sunday, 5 November 2017
હરિ આવો
મન બની ગયું, મનની રાણી, મીરાં,
ને વિચારધારા સમૂળગી રાધા!
હવે હૈયા ના ઓરતાં એવા, હરિ,
અંતરનાં ઓરડે એકવાર આવો!
ગોકુળ નામે ઓચ્છવ આ તનમાં લાવો,
બંસીના સૂરે ઘેલી થતી ધેનુની
ગળે વાગતી ઘંટડીઓ,
ને હરખઘેલી ગોપીની ઢળતી ચુંદડીઓ,
આવેગ એવા જ મારા મન ધરે,
તમે વૃંદાવન નામે તહેવાર ઊજવો...
અંતરના ઓરડે હવે એકવાર આવો ...
મેવાડ નામે મોહમાયા છોડી દઉં છું,
કટુ વેણ નો કડવો ઘૂંટડો જાણે
રાણોજીનો ઝેરનો પ્યાલો ગળી જઉં છું
તારી મૂરત સ્થાપું હૈયે,
છેડું આર્તનાદનો એકતારો
હવે વિનવું છું, હરિ!
અંતરના ઓરડે હવે એકવાર આવો!...
©Archayit
Thursday, 2 November 2017
સ્ત્રી
હું ખુદ આત્મસન્માન રૂપે બિંદિયા ધારણ
કરું છું, એનું ઓજસ મને ખબર છે,
હું ખુદ લજ્જા રૂપે ચુંદડી ધારણ કરૂં છું,
એની દિવ્યતા મને ખબર છે,
હર અલંકાર શોભા બની મને હળવી
નજાકત બક્ષે છે
અને
હર સંસ્કાર ગુણ બની મને અડગ
મજબૂતી બક્ષે છે
હર એક સ્ત્રીમાં હું પરા શક્તિનું એક સ્વરૂપ છું.
મારી રોજિંદી ક્રિયામાં સાર, સંભાળ,
પ્રેમ, હૂંફ જ્યારે ભળે છે ત્યારે
જગતજનની ખુદ આશીર્વાદ રૂપે મારી સાથે જ હોય છે.
©અર્ચિતા દીપક પંડ્યા
સન્નડો
રે રે સનન્ સનન્ વીંધે ઓલ્યો મારો સન્નડો
રે રે વીંધે દિલે દિલને પ્રેમે મારો સન્નડો!
રે નજર મળે ને ઝૂકી રે નમણી નજર
નમણાં નૈન કાતિલ સૌને કરતા ઘાયલ
સન્નડો સન્નડો લાલ લાલ સન્નડો
રે કાયાના કામણ એ ના ટકે ઝાઝીવાર
રે મન મળે જો ક'દિ પાળે જીવનનો સાથ
સન્નડો સન્નડો લાલ લાલ સન્નડો
રે મોલ નથી ઝાઝો જગે દિલે વસે સ્વારથ
રે કીજો તો એવા કીજો નેડો લગાવી કામ
સન્નડો સન્નડો લાલ લાલ સન્નડો
રે અવળાં મન આડી વાત દીમાગ છટકેલ
રે વહાલ તારૂં જ કામ માણાં સુધરે ફટકેલ
સન્નડો સન્નડો લાલ લાલ સન્નડો
રે કરજો તમતમારે દીવો લઈને શોધ
રે માણહ દેખ્યાં પરગજુ જીવે મૂકી તંત
સન્નડો સન્નડો લાલ લાલ સન્નડો
પ્રસાદી
દર્દ મારૂં શબ્દથી શણગારૂં
તો એ ગઝલ થઈ ઓળખાય છે,
ખુશી મારી હાસ્ય સાથે વેરૂ
તો એ સુખ બની ઉજવાય છે!
લાગણીઓ છોળ થઈ છલકે
ત્યાં મારી ઓળખાણ થાય છે,
વ્યવહાર મીઠાં થઈને ઉપસે
એ ગણતરી મારી વર્તાય છે!
ન ડંખે ક'દિ મારું વર્તન કોઇને
એ તકેદારી સચવાય છે,
ધીરે ધીરે વય વધતી લાગે
એમ પુખ્તતા સદતી દેખાય છે!
પીડા પણ ક્યારેક પીડે છે અમને
લગરીક મન ભલે કચવાય છે,
પણ હૈયે છે હામ એવી ઠંડકે
એમાં ઈશ્વરની પ્રસાદી દેખાય છે!
© અર્ચિતા દીપક પંડ્યા