Monday, 1 November 2021

દિવાળી

દિવાળી નામે
તહેવાર આવે,
નવું વર્ષ આવે, 
નવા ગણિત જન્મે, 
નવા દિવસો આવે! 
બધું નવું... 
લાંબા સમયે 
હર્ષનો દિવસ આવે, 
બે વર્ષે 
નવું વર્ષ મનાવવવાનો સમય આવે, 
એના સ્વાગતની તૈયારીમાં
દિવસો જતા રહે,
ગોઠવાઈ ગયું છે બધું ઘરમાં, 
સુંદર અને સ્વચ્છ, 
મન પણ ગોઠવાયું, 
એને ખબર છે, 
જે સ્થિતિ છે એમાં પણ
ગોઠવાઈ જ જવાનું છે, 
આખા ભર્યા સુશોભિત ઘરમાં
એક ગેરહાજરીને મહત્વ આપ્યા વિના! 
જે છે એ માણતાં, 
નથી એવો અહેસાસ ભૂલતાં, 
પણ
થોડી અકબંધ સ્મૃતિ સાથે
નૂતન વર્ષ 
આવકારીએ.. 
એક નવી હોંશ સાથે 
એક નવી આશા સાથે.. 

અર્ચિતા દીપકના જય શ્રી કૃષ્ણ