Monday, 19 December 2016

નવો જેન્તી

[12/9, 10:02 AM] Journey: નવો જેન્તી જોખમ, નજરોનજર

અમારા મિત્ર, શૈલેન્દ્રભાઇનો પટાવાળો, જેન્તી... સ્હેજ કાળો અને બેઠી દડીનો.હસતો ચહેરો લઇ  આખો દિવસ લગભગ ગબડતો હોય. ઉત્સાહી પણ ધણો એટલે એને ગબડવાનાં કારણો પણ મળી રહે! નજર એની શિયાળ જેવી, ક્યાં એનો ભાગ ઉઘરાવવાનો સમય આવી ગયો એ તક ને સૂંઘતી રહે. ઓફિસમાં બહુ મોડે મોડે એના સાહેબની જાણ માં આવેલું કે જે ક્લાયન્ટ ટીપ ન આપે તો એને એ જ્યારે પણ આવે ત્યારે શિયાળામાં ઠંડી ચા અને ઉનાળામાં ગરમ ચા એમને સર્વ કરે!!!!!!
ભોગ લાગે એ ચા ની એ જો ટીકા  કરે તો બીજી વાર ખાંડ વગરનું લીંબુ નું શરબત જ મળે... એ દિવસે દૂધ બગડી જાય!
પણ એવું નહીં કે કામચોર, પણ એની રીત ગજબ અનોખી.  અમારા એ જ  મિત્ર ને ત્યાં પાર્ટી હતી અને સંગીતનો જલસો હતો. જેન્તી  ખુરશીઓ ગોઠવતો હતો. અને  અચાનક એમનું ધ્યાન ગયું કે છેલ્લા સર્કલ માં જેન્તી ઊંધી ખુરશીઓ ગોઠવી રહ્યો  છે. અને એ બરાડી ઊઠ્યા ;પણ જેન્તી એ તો ઠંડા કલેજે જવાબ આપ્યો કે જેને ન  સાંભળવું હોય એને માટે પણ  વ્યવસ્થા રાખવી પડે ને? શૈલેન્દ્રભાઇનાં માથાનાં વાળ ખેંચાઈ ગયા!
[12/9, 10:02 AM] Journey: એક વખત થોડા મહેમાનો એમને ત્યાં શનિ-રવિ રહેવા આવવાનાં હતાં. જેન્તી એકદમ ઉત્સાહિત. હા, અને એ કહેવાનું તો રહી જ ગયું કે રસોઈ બનાવવાનો ભયંકર શોખીન. અને એ જોઈ ગયો કે બગીચામાં કાચું પપૈયું ઉગ્યું છે. બસ, એના સાહેબનો જીવ ખાઇ ગયો કે ગમે તેને મોકલી ફાફડા મંગાવી દો મારે પપૈયાની છીણ (ચટણી) મહેમાનો માટે  બનાવવી જ છે! શૈલેન્દ્રભાઇના  ડ્રાઇવરને મોકલવો જ પડ્યો. પણ લોકો એ વખાણી વખાણી છીણ ફાફડા જોડે  ખાધી.અને લોકોએ કબૂલ કર્યું કે ફાફડા કરતાં ય છીણ સરસ! અને એના જોશમાં જેન્તી અઠવાડિયું હવામાં રહ્યો.
કામગરો અને લાગણી વાળો. શૈલેન્દ્રભાઇએ એનું મકાન વેંચાયું એની પરાણે સમજાવી ને ફીક્સ ડીપોઝીટ બનાવડાવી  હતી જેથી ભવિષ્યમાં એને કામ લાગે. નાની રકમ પણ આ રીતે પ્લાનિંગ થાય તો ઉપયોગી થઈ જાય એવો એમનો આશય. અને થોડા વખતમાં જ શૈલેન્દ્રભાઇના ઘરે પ્રસંગ લેવાયો ત્યારે  તે પ્રસંગે એણે વિનંતી કરી હતી કે જરૂર પડે મારી પાસેની એફડી તોડી કાઢશું પણ જમણવાર જોરદાર કરવાનો છે!!!!!!
આવા જેન્તી ભાઈના બીજા  કંઇક કરતૂત ફરી કોઈવાર.
          અર્ચિતા દીપક પંડ્યા

આંખ

આંખ

શમણાં લઇ રહેવું, નમણાં થઇ રહેવું ;

અમારે આંખ રહી, બસ મૌન થઇ વહેવું.

હૈયા ઝૂલે હીલોળે, તો યે ચૂપ્પી સાધવું,

હરખ હોય કે ગમ, આંસુ એક વહાવું.

વાત કોઇ છટકી પાંપણની કેદ વચાળે

તો મીઠાં સ્મિતના ઇજન પીયુને વંચાવું.

જબાન ન બોલી એ કહી દીધું મૌનથી

ભાષાનો ભાર ન જરી અમથો વરતાવું.

સજળ છું, ચંચળ છું ને છું  નખરાળી

પણ ભેદ કૈંક ઊંડા, તો ય  ખુદમાં છૂપાવું

મન મીત મારાં એટલું કહે કે તારા પછી

આ આંખમાં કેટ કેટલું હવે સમાવવું?

               અર્ચિતા દીપક પંડ્યા

Monday, 12 December 2016

કન્યા ની વાત

કન્યા ની વાત

મારી ચુંદડીની કોર જરી ઢળતી જ રાખજે, મારી મા...
આ પિયરની રજ છો ને ભેગી આવશે....
ઝાંઝર ઉસેટી લેશે બચપનનો ગોકીરો
ઝમકીને રોજ મને પિયર સંભરાવશે
ને ચૂડી લઇ આવશે ઉંમરની સોજ
રણકીને માવતરની મીઠી યાદ આપશે
અંબોડો ગૂંથે તો ગૂંથી દે સાથે  વ્હાલપ તારૂં
કૂણાં હાથ તારા મને રોજ હૂંફાવશે
પાલવ ઉતાર્યો તેં લાંબો લસરકો
એ શાણપણ સારા હૈયે ઉતારશે
ભાલે ચમકે કુમકુમ કેરો ચાંલ્લો
મારી સાથ સુહાગ સોહાવશે
કમખે કોળ્યા નવતર સપનાં ઓ
હવે થઇ નવોઢા દીકરી ચાલશે
નાનકડી ઢીંગલી ચાલી તારી સાસરવાટે
હવે ગૃહલક્ષ્મી થઈ જીવતર ઉજાળશે.
    અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 9 March 2016

Aapi samjan

અરે વાહ , વાત જો કેવી મઝાની થઇ ગઈ
મળે તો મિલન નહીતો યાદો સુહાની થઇ ગઈ !

દોસ્ત, ચાલ પણ કેવી મસ્તાની થઇ ગઈ
હોશમાં રહીને પણ જરા દીવાનગી થઇ ગઈ !

દાસ્તાન દિલની ભલે જરા પુરાની થઇ ગઈ
રેવાલ ચાલે વધતી એક રવાની થઇ ગઈ !

ઝખમો થોડા ખૂંચ્યા પણ કહાની થઇ ગઈ
શિક્ષા દિલને કેવી જુઓ સદાની થઇ ગઈ !

કહું છું જાહેરમાં પણ વાત તો ખાનગી થઇ ગઈ
પીડા અંતરંગ કેવી ખુદને સહેવાની થઇ ગઈ !
                       અર્ચિતા દીપક

Bhina bhina

અમે તો હજુ લગી ભીના ભીના
     વાદળ ઓઢી ને જ ઘૂમ્યા છીએ !

તરસ્યું ના રણને ય ધીરે ધીરે
     લગીર પલાળતા જ રહ્યા છીએ !

કોક દિ કઠણ પર્વતની ટોચે ટોચે
     વાદળ ફાટી વરસ્યા ય છીએ !

અમને ગમે ઓઢવો ભેજ રૂંવે રૂંવે
    ભૂલ સમજી પસ્તાયાં ય છીએ !

ધરતીની વરાળ સમાવી ધીરે ધીરે
     મીઠું ઝરમર વરસ્યાં ય છીએ !

નથી ઠોસ કશું બતાવા અહી કણે કણે
    તો યે અમે મોટામસ થયા છીએ  !
                 અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 3 March 2016

Thodu vadhine

થોડું વધીને

કૈક તો છે મારી પાસે એવું તારાથી વધીને.....

ન તું હોય તો ય ધબકે ધબકારથી વધીને .....

ટેરવા જગાડે સંવેદન જરા સ્પર્શથી  વધીને .....

મૌન કહે ધીમેથી કેવું મને શબ્દથી   વધીને .....

અણસારમાં પણ જોઉં ,હકીકતથી વધીને .....

કોઈ વાર નવું  કઈ કહું રસમથી વધીને .....

એક વાર તો થાય કશું બનાવથી વધીને .....

અને ઈશ્વર મળે એમ અવતારથી વધીને.....
                 અર્ચિતા દીપક

Mavthu

               માવઠું 

એંધાણી છે માવઠું થશે
      થશે કોઈ કાળી ડીબાંગ ભેટ ,
સાથે પવનની સનસનાટી
      અને ચમકીલી વીજળી તેજ !

કોળે મીઠા રુદિયાના ભાવ
      સ્મરણો દોડી વીંટળે છે દેહ ,
ઝરમર ઝરમર વરસે મેહ
      ઉભી વહું અને સ્મૃતિની ખેપ !

કામોસમે ઝીલ્યો પયગામ
       ને રળ્યો કિંમતી અહેસાસ
કદીક કદીકનો લહાવો એવો
        એવો છે કમોસમી વરસાદ !
          અર્ચિતા - દીપક

Wednesday, 2 March 2016

( hindi )

न जाने क्यू  अब भी याद है वो मोड़
       
जहाँ  मिले थे ....    हम  थे

                        तुम भी थे ....

जज़्बातोके भंवरमे हम डूबे थे

                     तुम भी डूबे थे ....

डुबाकर उठाने वाले वो लम्हे थे

                      तुम  थे ऊपर उठे

                       हम भी तो थे

न मांगकर कुछ बस देना था उधर

जज़्बातसे तो बस हमें अपने आप को

                       भिगोना था
                   
                    न तुम कुछ बोले

                न हम भी तो कुछ बोले थे ...

न कोई था  बंधन  फिर भी ...

                  हम उधर थे बंधे

                  आप भी तो थे बंधे .....

आज भी उस मोड़ से उसी तरह है जुड़े ...

बहुतसे अनजानों में है कुछ पहचाना सा ...

                       हम है ही वहां

                   जहां आप भी तो है वहां ...
                    ~अर्चिता दीपक

( hindi )

दबे दबे से जज़्बात 

सहमी सहमी सी साँस है

सुन्न  कुछ अहेसास से

बेहोश सी ज़िन्दगी है

किसीका आना मुक्करर नहीं

न किसीके जाने से है शिकवा

फिर भी जान है, मसरुफी है 

जारी है सांसो का गिनना

यही उम्मीदसे  कि

....होशमे आएगी ज़िन्दगी !

( hindi )

बेकरारी की एक हद गुज़ारदी हमने इस तरह

छटपटाये  मछली पानी के बिना जिस तरह

वो न आये तो  और तो बात नहीं होगी  कोई

जान वैसे ही ले गए है वो यहांसे चले जा कर

अरमां उनको देखनेका इस तरह जले है दिलमे
पतंगे के  लिए शमा तपिशसे छटपटाये है जैसे

बयां करे कैसे दिल का हाल आये दिन उनको

हररोज़ की ये एक सी दास्ताँ हम सुनाये कैसे
                अर्चिता दीपक

( hindi)

तड़पाहट थी , छपछपाहट सी थी तब हर रगमे ,

हुआ दीदार -ए -यार तो सुकून दौड़ रहा है खूनमे ...

नहीं आते तो न थी  वजह कोई उनको बुलाने की

सांसे तो रुक जाती हमारी कैसे रहती ज़िन्दगीभी ...

कैसे जी पाते हमे न था यकीं न दिल पे न अपनेपे

शुक्र करें तो भी किनका मिल्कियत सब है उन्हीकी ..

रब सा चाहू हूँ सनम तुज़े या तुज़ सा है रब मेरे लिए

मसलत मुसलसल चलती है मेरे दिलमे और जहनमे ...
                                   अर्चिता दीपक

Ma ( hindi)

माँ .....
इस संसार में एक साधारण स्त्री का
रूप लिए तुम क्यू सहमी सी लगती हो ?
क्यू अपने विचार
प्रदर्शित करने से डरती हो ?
क्यू अपना निर्णय
जाहिर करने पर ज़ीज़कती हो ?
अपनी पसंद को अंतिम एहमियत 
देती हो ?
एहतराम सबको देते देते
क्या खुद अपना संभाल सकती हो ?
माँ.....
तुम हर रूपमे जीता करो ....
अपना सम्मान बनाये रखो ....
इस धरती पर भी
तुम्हारे बिना है सब....
पर अधूरा है ....
बस,
तुम अपने मृदु स्पर्शसे
कठोर जीवनको
जिवंत बनाओ....
सुखी बनादो ....
कृपा बनाये रखो ....

          अर्चिता दीपक

Thursday, 4 February 2016

Kahu tane

         કહું તને .......

તું  આવ,

થોડું રોકાઇ જવા આવ,

કહું તને હું, ક્યારે આવજે ? .....

આંખમાં આંજણ સાથે ઈચ્છાની જાળ

પ્રેમાળ કાવતરાથી ગૂંથી રાખું ત્યારે ,

જેવો નજરના રસ્તે જયારે તારો પગ પડે,

તને લપેટીને સીધો જ , સીધો જ એ

મારી કીકીમાં પૂરી દે , તને આખેઆખો    

એક વખત આંખોથી તને હું ઉતારી દઉં .....

મારા દિલમાં પછી તો .....

પાછા વળવાનો રસ્તો પૂરે પૂરો

હું ,ભૂસવાનો બંદોબસ્ત કરી લઉં ...

        ને  ત્યારે બસ ....

ઠરી ઠામ થઈને કાયમ અહી જ

રહેવું પડે ત્યારે....., તું આવજે ....
                          .........
                  અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 3 February 2016

Aavkar

             આવકારો

તારા સ્પર્શ નાં ફૂલે , મનનાં વન વગડે
         માર્યો  એક ગોદો મને હળવો ! 

સ્મરણ ની સુગંધ થઈ કરે તરબતર ને
          ઝીણો ઝીણો છે મને અજંપો !

ઓઢણી સંકોરી છે લાંબી ઇચ્છાની ખાટને
          પગરવનો પડઘો લાગે મોટો !

ધકધક ધબકારે વાગે કોઇ ઘેરો તાલ ને 
         સરગમ શ્વાસે સાધે સુરનો છેડો !

પલળું પ્રેમમાં ભીની , કોઇ વાદળી જાણે
          લઈ વરસવાનો અમૂલ ઓરતો !

આવે તું ભલે લગરીક મોડો તો પણ ચાલશે
           પણ રહી જવાનો કરજે વાયદો પૂરો !

Friday, 22 January 2016

Samjan no dor

સમજણ નો દોર સાંધુ ત્યાં કૈક અવળું પડે ,
રેતમાં ખોળું હું નગર અને મને ઊંધું મળે ....

અપેક્ષાઓના તોરણ સંબંધની સાખે ઝૂમે ,
નીતરે વાત ત્યાં થી અસુખની એમ બને ....

કોઈક રીતે અર્થ મારા બોલમાં જડે તને ,
હું ઝીંકુ વ્યર્થ હક્ક હથોડા લાગણીના ઘણે ....

કોઈ કચાશ તો જરૂર છે ચાહતમાં આપણે ,
મંઝીલ એક છતાં રસ્તાઓ કેમ જુદા મળે ....

કોઈ ડગર શોધીએ એવી ,જ્યાં મન મળે ,
વીતી વાતોના મનમોટાવ જ્યાં રેઢા પડે ....
                અર્ચિતા દીપક

Tuesday, 19 January 2016

Astitv

                             અસ્તિત્વ

             અતિક્રમી જઈ આખો ઈતિહાસ જીવું છું.
      
              આખે આખો વાદ મારામાં  ઉતારું છું

              હું શ્વાસે શ્વાસે જીવતો માણસ છું ?

              કે વીતી ગયેલી ઘટનાનો સંગ્રહ છું ?....

              આકાશની અતરંગી ઓળખાણ છું

               ધરતી સાથે ધીમો ધબકાર છું

               હવે તો જતાવ સર્વવ્યાપી જે તું છું

               એમાં જ સમાયેલો હું,એવો નાતો છું !..........
                          અર્ચિતા દીપક પંડ્યા

Bhedan

અઈ  આવળ ખૂંચે ને
કઇ બાવળ ખૂંચે ...

કુણું ફૂલ જેવું જીવો
તો નડતર છેદે  ...

રુક્ષ કોઈ અણીયાળી
આખી શૂળ ભેદે ...

વાત વાધે એવી કો '
વેળા સોંસરી વીંધે ...

ઝીણો પમરાટ ઝાંઝરી
થઇ ચુંદડી ને છેદે ...

કંકુ ઉગે ભાલે હિંગળોક
નેણે સંધ્યા થઇ વીતે ...

કોળાયેલ કમખે ફૂલ
બે'ક વાત છાની સુંઘે ...

હૈયે મેઘધનુષ ઉગે
કેવી ચર્ચામાં વિસ્તરે ...

કદી તો કોરી વાત
કેવી કાળજાને છે કોરે ...
        અર્ચિતા દીપક

Sunday, 17 January 2016

Zumi laie

ચાલને વહેંચી લઈએ
નાનું નાનું આકાશ ...
આજ વળી રંગ બેરંગી
પતંગ થઇ ઉડીએ ...
ગમ્મત માં દોર બે
ફસાવી દઈએ અને ...
તારી જીત માં હું ને
મારી જીતમાં તું ...બસ
હસી લઈએ ,ઝૂમી લઈએ ...
અવકાશે વિચરી લઈએ ...
              અર્ચિતા દીપક

Honsh

દોરને છે હોંશ આકાશે ઉડવાની ...

ઝાલ એનો હાથ તું પતંગ તોફાની,

કર પવન સાથે દોસ્તી અને

દિશાઓ ને ઝૂલતી નજર આપી

કર સંધાન ઈચ્છા કૈક પામવાની

તો વૃંદથી સદા મુઠી એક ઊંચકાતી

ને જીવવું શિર કરી ઊંચું ,હરખાતી. ...

સદા નિભાવે સાથ એવું પ્રાર્થતી !

Maun pan git gay chhe

સાસરેથી આવી મહેમાન એક દિન ની રહેવાસી ,
નજરના દોરે મીઠી ભાષા જાણે કે વહાવતી ....
મહિયર ના લાડને મૌન થઈને એ માણતી ,
આંખ માં ઉતારે એ જાણે બચપણ ની મસ્તી ....
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે ......
વસવાટે છે દૂર , પરદેશી દીકરો
સ્થળ બોલાવે એને જ્યાં રોટલો 
છોડવો રહ્યો બચપણ નો ઓટલો
વિદાય આંખથી વહે , જો સંદેશો
           
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે ......
પ્રીત એ જ પૂજા ને મારે મન આરતી ,
મળે નજર અને હર સંદેશ સધાવતી ...
સહવાસ એવો હર જન્મે રયા બંધાણી ,
સ્પર્શ સગપણ નો પણ જોડાણ અક્ષરી ...
          
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે ...
સ્નેહી ખરાં પણ સગપણ વિના
હર ડગર પર ચાલે ભેદ વિના
એક સાઝ્ના જાણે બે સાજીંદા
મનમેળ ના મળે એવો મિત્ર વિના
           
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે .....