Wednesday, 31 December 2014
Sunday, 28 December 2014
Tari hajari
શીર્ષક ::::: તારી હાજરી :::::
અંધકાર ચીરીને કદી તું પ્રગટે એમ પણ બને,
મન જોજનો કાપીને કાયમ જેમ ઈચ્છે ત્યાં પહોચે !
મહેર ઉતરે તારી તો હરદમ સાથ તારો પામે,
નહીતર કણ કણ માં પ્રભુ,વાસ તારો ક્યાં કોઈ જુએ ?
લય જીવનની કદી વધતી ઘટતી કેમ લાગે ?
સુમેળ હોય ઈચ્છા સાથે તો કેવી અશ્વ વેગે ભાગે !
નિરાશા ની ગોકળગાય જો આખો ભાર ઉપાડે ,
તો નારાજગી મોટા દુઃખને નોતરાં આપી આવે !
સુખ-દુઃખમાં સમતા તો તારી હાજરી જ આપે ,
માનવ રૂપ,ઈચ્છાનો પીંડ, નહીતો ઓરતાથી જલે !
,
Najar
શીર્ષક :::: નજર ::::
નજરથી નજર મળી અને નજર લાગી નજરને,
નજર છૂટે ક્યાંથી, નજરકેદ છે અહી તો નજરને .
નજર ઠરી ને નજર ઝૂકી,ને નજર ચૂકે પ્રવેશ છે !
નજર ઉઠી દુઆ માટે ને નજરના જામ સાથે છે !
નજરથી પીવે કોઈ નજર કે નજર બાણે વીંધે !
નજરમાં ખોટ ન જ લાગે જો નજરથી અમી ઝરે !
Lagvag
શીર્ષક ::::: લાગવગ ::::::
એમજ હું તો વરસું છું,
ઠંડી હવામાં પણ ઝરું છું,
મોસમ સાથે એવી લાગવગ ચલાવી દે
કોઈ કોસે નહિ મને કે
હું કમોસમી વરસાદ
બનીને વરસું છું ! ...! ! ! !
એમજ હું ઉડું પણ છું,
આકાશ સાથે નાતો જોડું છું,
ઉડાન સાથે એવી લાગવગ ચલાવી દે
કોઈ કોસે નહિ મને કે
પાંખ નસીબ નથી
તો ય હું ઉડું છું ! ....! ! ! !
Friday, 26 December 2014
Tu ane hu
શીર્ષક ::: તું અને હું
દુનિયા તો મને સાચે ગોળ લાગે છે,
જે શરુ તારાથી ને ત્યાં જ પૂરી થાય છે !
નજરને ય પરિઘની કોઈ હદ હોય છે ,
અને સાથમાં તું જ,અહેસાસ હોય છે !
વીતેલી ક્ષણોનો કેન્દ્રમાં થોકડો છે ,
આપણો તો અસબાબ ઘણો મોટો છે !
હર વળાંકે હૈયા એમ તો જોડાયા છે,
હર સફર નવા સંગાથે જાણે મળ્યા છે !
તું જુએ મને,હું જોયા કરું તને,આશા છે,
લાગણીઓ ઓળઘોળ તો ક્યાં હતાશા છે ?
Wednesday, 10 December 2014
Aakansha
શીર્ષક :::::: આકાંક્ષા ::::::
આયખાને નવો આયામ આપવો છે,
સંકેલેલા સપના ઉગતા કરવા છે,
વીત્યા આભાસને રણો કરી દેવો છે ,
આવતા આગમને વધાવી દેવો છે,
જીવતરની ઝીણી નકશી કોળવી છે,
ઝીણેરી ગાંઠો ને સજીવા કરવી છે ,
વીણેલા ફૂલથી પળો શણગારી છે ,
હવે અર્થીની શોભા ખાસ કરવી છે !
સોગાદ જીવનની વહાલી કરવી છે,
અને ...............
નમ્રતાથી, દુનિયાને સોગાદ બનવું છે !
Saturday, 6 December 2014
To ye......
શીર્ષક ::::::: તો યે ::::::::::
વાત હતી માછલીની ઝૂલ જેટલી
અને તો યે દરિયો ઉછીનો લઇ બેઠા
જીવન હતું સંગીન પોતાના શ્વાસથી
તો યે સુગંધની કેમ આણ દઈ બેઠા
વર્તારો જરીક કો વાદળી લઇ આવી
ત્યાં તો ઘોડાપુરથી સજ્જ થઇ બેઠા
ચિત્તને તો ટેવ છે ઠરીઠામ થવાની
તો યે સમાચારથી નાતો કરી બેઠા
ઝબકે આકાશ તારલીયાની હોંશથી
તો યે દીવડાની ઝાળે સળગી ઉઠ્યા .......
Friday, 5 December 2014
N -kaar
શીર્ષક ::::::: 'ન'કાર ::::::
મજબૂરીનું હુલામણું નામ છે , 'ના ' !
'ન'કાર જેને કનડે તે જ સમજે 'ના '!
માંગ સમજણ સાથે આવે ને પૂછો, 'ના,'
કૂણી વેલને કહો કાંટાથી લડ તો , 'ના ';
હાથરૂમાલ ચંદરવો બાંધે તો કહો , 'ના' ;
ચાંદ બોલાવીએ અમાસે તો કહો , 'ના ';
ગમતો દરિયો આખો માંગો તો , 'ના ';
એક ઓવારો સાચવીને બેસો તો ,'ના' ;
ઈચ્છાના પૂર ને રોક છે કહો તો, 'ના' ;
મધદરિયે લાંગરે હોડી તો કહો ,'ના' !
પાંજરે પોપટને આઝાદી છે કહો તો ,'ના ';
'ન'કારના તાળાની ચાવી છે કહો , 'ના ';
Thursday, 4 December 2014
Sunday, 30 November 2014
Shubhechchha
શીર્ષક :::::::: શુભેચ્છા ::::::
મારા તરફી તને એક ભીની ઠંડક આપું ,
જાણે હેતે ભીન્જવેલો એક રૂમાલ આપું,
સ્નેહે સજ્જ આગતાસ્વાગતા પણ આપું,
ભીની નજરના રુઆબનો અસબાબ આપું,
મારું ચાલે તો આપું હું કાયમી નજરાણું ,
ઈચ્છાથી ચણાય એવો હવા મહેલ બક્ષું ,
એમાં ભૂરા સ્વપ્નનો એક હોજ તને આપું,
આંખે અમી નો ઉલાળ,હરખનો ઉછાળ આપું,
હંમેશ સોનેરી શ્વાસને ભરે ને માણે તું,એ માંગું ,
આયખું આખું તું ઉલેચે એટલી શુભેચ્છા આપું !!!!
Saturday, 29 November 2014
Mangani no 'm'
શીર્ષક ::::: માંગણી નો 'મ ' :::::::::::
આપણી દુનિયામાં કેમ,અહી બે સૂર જીવલેણ છે ?
' મ 'તીવ્ર માંગણીનો ને નિષેધના 'ની 'નો ખેલ છે,
માંગણી સહુને અપરંપાર અહીતહી બધે કનડે છે ?
ને શુદ્ધ નિષેધ એ તો બસ,'મ ' ને અડખે પડખે છે,
અંતરમાં ઉઠતો કોમળ 'રે ',દર્દ બનીને પડઘે છે,
'ધ ' ધરાર મશીન યુગે લાગણી લઈને ધબકે છે ,
'પ' શુદ્ધ પસંદગીનો પણ વર્તન પર પહેરો ભરે છે,
'ગ 'થઇ ગમતીલો સાથ , ગઝલ નવી સરજે છે ,
સરગમમાં થઇ ચૂક તો બેસૂરી ભૂલ પણ ગરજે છે,
બંદિશ તો જ રચે મન,કોઈ જો એને રંજન મળે છે,
અહી ક્યાં પરાણે , કહો, કોઈ પણ સરજન સરે છે ?
સહુના જીવનમાં રોજ અવનવા સૂર કોઈ છેડે છે ,
પસંદગી રહે પ્રેમની તો ખુશીની તાન પ્રગટે છે ,
સરગમ જીવનની સાર્થક થઇ સૂરીલી થઇ ગૂંજે છે .....
Morpichchh
શીર્ષક :::::::: મોરપિચ્છ :::::::::
મનને બનાવને મારું , મોરપિચ્છ સરીખું ,
શ્વાસ થી ય કંપન !, એ સંવેદના ભરેલું ,
હળવાશ થી એના અસ્તિત્વને ઉભારતું ,
બંધન અને દ્વેષને જાણે તડીપાર રાખતું ,
પણ રંગ અનેક અપનાવી રંગીન શોભતું,
અને કેન્દ્રમાં શ્યામ રંગ પ્રીતનો રાખતું ,
સરખા રૂપે એક એક પીંછાના બધા તંતુ,
અલગતા નીખારીને પણ એક રૂપે પ્રગટતું,
અમથું નથી કૃષ્ણ ના મસ્તકે રૂડું શોભતું ,
હરિ ગુણ ગ્રહીને જ પદ આપે મહત્વનું !......
Aankh
શીર્ષક :::::::::: આંખ ::::::::::
બંધ આંખે શમણાં રુઝે,
ને ભીની ખુલ્લી ચૂએ
આંખ બનીને આયનો , ને
ભીના મરમને ભેદે
સગીમાના પ્રેમને બોલે
ને બહેનની શરારતને
આંખ જો સેતુ સાચે બને
હર સંબંધ ને એ સાધે
હોય પિતા ભલે કડક આંખે
કદી લાલ ટશર પણ ફૂટે
રહે સદા સખ્તાઈના વેશે
પણ લાગણીઓ મીઠી ઝરે
ભાઈ કદી હાથ તો ના 'વે
ન આંખ મેળવે તોફાને
સાસરે જતી બહેનને જોઇને
ગરમ મોતી બે નયને ઝરે
આંખથી જ સંદેશા વહે
ને આંખ ચોરી કોઈ છૂપાવે
જીવન ભલે હોય,કોઈ તબક્કે
આંખ તેનો ફાળો ન ચૂકે .......
Friday, 28 November 2014
Madhav chhe
શીર્ષક :::::: માધવ છે ::::::::
ફરી નજર મારી ફરી વળી
દરેક ફૂલને બનાવી પગથીયા
આપણ સૌ ની નજર ચુકાવી
માધવ જરૂર અહી જ સંતાયા
કળીમાં સંતાડેલી મહક લાવ્યા
ને માધવ સુગંધ થઇ પ્રસર્યા
બોજથી લબાલબ નાજુક ડાળી
માધવના શ્વાસે ઝીલાયા
મોરપીંછ ના રંગ વેરાયા
ટહૂકા એક પછી એક ફોર્યા
ને માધવ તમે વસ્યા તેથી
બધે રંગના ગુલાલ ફેલાયા
આંખમાં અમી માધવ આંજે
અને હાસ્યની કરે લહાણી
દર્દના દિલાસા જેવી અમારે
મન,
માધવ તારી જ કહાણી .......
Man-pankhi
શીર્ષક ::::::: મન - પંખી ::::::
સમી સાંજે
ફર્યા પાછા રળી , રઝળી ;
નીડ ભણી
આંખમાં અજવાસ અને
પ્રેમનો સંગાથ લઇ ,
ફરી પાછા કાલની રાહે
ઉપડશું ભાથું ભેગું કરવા
નિયતિનો તાલ જોઈ ;
આપણ ભલાં એકલાં .......
છો,સમૂહના સહવાસે
પણ વિહરીએ વિતરાગે !.......
Mapva de
શીર્ષક::::::::: માપવા દે :::::::
તું પાસે ન આવીશ , પ્રિય !
નજરોના સેતુ બાંધી
વહેતો પ્રેમ મને અનુભવવા દે !
સ્પર્શની ભાષા ફરી કોઈ વાર
આજે તારી આંખના
સ્નેહના ઊંડાણ માં બસ,ડૂબવા દે !
તારા સહવાસની આદત તો પડી ગઈ છે
તને જાણું છું વર્ષોથી
દૂર રહ્યા છતાં બંધનને માણવા દે !
તને પામવાનો મારો તલસાટ તું
કેમ તું ન જાણે ?
પણ આજે તો બસ ...........
મારી અંદર જ
એ તોફાન શમવા દે
મારા પ્રેમના ઊંડાણ ને
મને જ માપવા દે !............
૩ જુલાઈ ,'૯૭
Milan ni aashma
શીર્ષક :::::: મિલન ની આશમાં ::::::
સ્મરણ
બસ,
બીજું શું ?
બંધ નેત્રે
બંધ હોઠે , જાણે
મૂક સાક્ષીએ
અતીતની યાદમાં
પ્રિયની સંગાથમાં
ક્ષણ ધીમી સરે ......
આભમાં નિરભ્ર સ્થળે
ચંદ્ર જેમ સરે .........
વખત વીત્યાના ભાસમાં
ક્ષણો ની ઝંઝાળમા
હૃદય મારું દ્રવે
મિલન ની આશમાં
બસ
મિલનની આશમાં .....
ફેબ 1987
JodaaN
શીર્ષક :::::::: જોડાણ :::::::::
અક્ષર છે અણજાણ મને તો માત્ર તારી ઓળખાણ
એક વાર ઝાલી લે મારો હાથ અને તારી લે પ્રાણ
સ્તુતિ કરું , કરું પૂજા,માળામાં જપું છું મંત્ર નવાણ
અંતરમાં તો યે ન ઉલેચાય કેમ ખરું એવું ખવાણ,
ઝાંઝ પખાવજ જોડું કીર્તનમાં ને જોડું હું કરતાલ
તારી હાજરી રહે અંતરમાં કાયમી એવું પરમાણ
પરમ તારી સાથે ગોઠવી દે ,મારું અતૂટ જોડાણ
ભલે દુનિયાના છોડવા પડે મારે મોહના વળગણ !
Suvas
શીર્ષક ::::: સુવાસ :::::
ગાજ માંથી
ઘસાઈને
પસાર થતા બટને ,
ભંવા સીકુડતા .......
જરા અકળાઈને કહ્યું ....
"આવી અકુદરતી સુગંધ
મને જરાય પસંદ નથી !"
ગાજે હાથ ફેલાવીને હસતા હસતા ...
બટનને કસીને પકડ્યો .....
અને કહ્યું ....
"ખુદની સુવાસની ખોટમાં
આ કામચલાઉ સુગંધ
પણ શું ખોટી છે !............"
બટને પોતે
ગાજની ચૂંગાલમાં
મહેફૂસી મહેસૂસ કરી
અને
સુગંધથી ટેવાઈ ગયો !......
Mama no bhav
શીર્ષક :::::: મામા નો ભાવ :::::::
બહેનના ઘરની કૂણી વેલ છે લીલુડી,
જીવથીય વહાલી છે,લાડલી અમારી ,
પાંગરીને થઇ આજ અલબેલી સવાઈ,
નયનનો તારો રહી ગુણીયલ અમારી ,
મોસાળું લાવીએ છીએ હૈયાની હોંશથી,
જણસો થી યે મોંઘી અમારે મન લાડલી ,
બાળપણમાં મોસાળ ઝાંઝરે ઝમકાવતી 'તી,
અમારા હૈયાને ગજ ગજ ફૂલાવતી 'તી ,
આજે એ નવોઢા થઇ છે એ અનેરી,
ઉમંગથી કહીએ અમે આશીર્વચનની બોલી ......
Mosala tane
મોસાળા ટાણે ........
મામા,વહાલથી વિનવું આજ તને ;
મોસાળામાં શું લાવીશ , કહું તને,
આપે તો તારું આખું ફળિયું આપ ,
રજાની મઝા કરતા'તા એ ટાણું આપ,
કાલી -ઘેલી જબાનની મીઠાશ આપ,
બને તો આખેઆખું બચપણ આપ ,
રોજ કરતી 'તી એવી ગોઠડી આપ ,
મોટી થયેલ પુત્રી ની નાની હોંશ આપ,
મોસાળામાં તારા આંગણાનો વડલો આપ,
મોભાદાર થઇ રહેવાની સમજણ પણ આપ !.....
અર્ચિતા દીપક
Tuesday, 25 November 2014
Chhod mara bhai
શીર્ષક ::::: છોડ મારા ભાઈ :::::
આખેઆખો કેમ ઓળખવો માણસને ?
કેમ કરીને સમજવું કોઈના માનસને ?...છોડ મારા ભાઈ
ઉકેલવો કેમ અજાણી ભાષાનો ગ્રંથ ?
લિપિ એકની એક ને અર્થને અંટસ ?......છોડ મારા ભાઈ
સ્મિતની પાછળ સલુકાઈથી ધિક્કાર ?
ઈરાદા છોડે બસ બાંધીને બધી પાળ ?.....છોડ મારા ભાઈ
જન્મ્યા ત્યારથી કેવું શીખ્યાનું ગુમાન ?
તોય ઈશ્વરથી દૂર ગયાનું કોઈ ભાન ?......છોડ મારા ભાઈ
હસતા સાથે બસ અહી હસી લઈએ ને
રડતાના બે આંસુ લૂછી લઈએ , બાકી ......છોડ મારા ભાઈ ..
Chahat
શીર્ષક ::::::: ચાહત ::::::::
ચાહું છું તને ખૂબ એટલે
કૈક રોજ જાગે છે
મારામાં કૈક એવું અંકુરે કે
જે મને રોજ જીવાડે
હોય રંગીન પતંગિયા હૈયે
છો ને પળિયા આવે
સુખ દુઃખની ભરતી ઓટે
જરૂરિયાત સરખી લાગે
કોઈ આસક્તિ ગણી ને સેવે
કોઈને ભક્તિ થાયે
વિલસતી ભાવના ભલે વધે
એ વિરક્તિ સુધી હાથ સહેજે .....
Bhankaaro
શીર્ષક ::::::: ભણકારો ::::::::::
વાયરો વહ્યો ને વાત લાવ્યો
લાવ્યો હળવો અણસારો
મીઠી મહેકનો છલકતો પ્યાલો
ને બંસીનો સૂર એક રેલ્યો
મોરપિચ્છે મઢેલ શમણાં સેજો
પગરવે પાડી થાપો
ઝમ્કારે ઝમ્કારે ઝબકે ભણકારો
ભાલે ચમકે ચાંદલો
ગહેકે મયૂર ને ગૂંજ્યા કેકારાવો
ઝરમર છાંટે ગુલાલો
ફોરાં ની વરસતી ફોરમે આવ્યો
ધબકાર વધુ એક ધીમો
કદંબ , કાલિન્દી , કમળ સહુ હસો
માધવ આવ્યાનો સંદેશો
પહોંચ્યા અંતરે ને ઝૂમે સહુ ઉમંગે
શમણે શમ્યા અનેક ઉદ્વેગો ......
Madhyam
શીર્ષક :::::: માધ્યમ ::::::::
તારા શ્વાસને મારામાં સમાવતી
પ્રેમને સમેટતી હું બંસરી
હૈયાના અનુરાગને નવા ઓપથી
મધુરા રાગને રેલાવતી
તું પુરુષોત્તમ આલેખાય શ્રદ્ધાથી
હર એક મારા નવા શ્વાસથી
વહે,તું મારા થકી એ ઝંખના નાની
કૃષ્ણ,તારા પ્રેમનું માધ્યમ મારા થકી !!!
Monday, 24 November 2014
Mahor
શીર્ષક ::::::: મહોર :::::::::
એક ડાળે જરાક ઝૂકીને
મલકીને ઝાડને
આપી હોંશથી વધામણી
અહી મહોર બેસશે એવી
આપું છું તમને એંધાણી
ઝીણા ઝીણા રતન જેવા
ધોળા નાના અમથા ફૂલ
લાવશે રંગ બે રંગી મઝાની
ફળતી લૂમેઝૂમ
ભોંયે મીઠા વહેતા જળ
હૃદય લગી સીંચે મૂળ
તરંગો ઉઠે રુદિયે એવા વાવડે
છાંયની સવલત હવે ફળથી બેવડાયે ........
Aavyo re mehuliyo
શીર્ષક ::::::: આવ્યો રે મેહુલીયો :::::::
'હું આવીશ જ ' એવા હરેક કોલ તેં પૂરા કર્યા ,
વાદળાએ આવી ગરજીને ફરી વધામણા દીધા .
ધરતીના પડ રૂખા -સૂખા માંડ્યા 'તા ફાટવા ,
બૂંદ બૂંદ મોતીના શીરપાવે એ આજે છલકાયા .
આછેરી નદીઓના હવે કિનારા પણ ભીંજાયા ,
અને અભાવ ના ભાવ હવે જુઓ વહેતા થયા .
આકરા રવિ અને અબોલ ધરતી કેવા સહ્મ્યા ?,
પરસ્પર લડવાના જાણે કેમ દા 'ડા બધાં પત્યા ?.
પીળા સૂકા રોષીલા રંગે કેવા સહુને બહુ તાપ્યા !,
પહેરામણી થશે લીલી ચાદર એ ઉમ્મીદે હરખાયા ,
હેમાળી બક્ષીસ વન,જન,પશુધન સહુ પામ્યા .
ચોમાસે ચતુરંગ ઈરાદા સહુને હોંશે ફરમાવ્યા .
વાહ રે !મેહુલીયા નીર નિર્મળ તમે લાવ્યા ,
પ્રેમીના કિરદારને તમે ન્યાય કાયમ કીધા !
Satisfaction
શીર્ષક :::::::: સે Tea સફેકશન ::::::
રોજ એક 'ડીપ ' આ 'ટી બેગ ' ની
અને
'કેટલ ' નું 'હોટ વોટર '
જોવું ને રોજ વિચારું કે .......
'પાર્ટનર '!
'લાઈફ 'માં આમ જ ધસમસતા આવો છો ,
ને 'ટી ' જેવી fragrant 'લાઈફ ' બનાવો છો !
ક્યારેક 'બ્લેક ', ક્યારેક 'ફ્લેવર્ડ ', ને વળી 'હર્બલ '!
ઝીંદગી પણ ક્યારેક કડક,ક્યારેક મિજાજી તો વળી ફિલોસોફીકલ ,
ચૂસકી ચૂસકી એ રંગત 'ટી 'ની
વહેલા વહાણે ઠંડક 'મોર્નિંગ' ની
રોજે રોજ બસ એક જ 'રૂટીન ' ની
મઝા ક્યાં છે આવી પણ 'મેડીતીશન 'ની ?
દરેક ઉંબરાની અંદર એક છે 'ટ્રેડીશન '
જીવન નું મોટું એક 'સેટિસ્ફેક્ષન '
આપણું સાથે હોવું છે એક 'પર્ફેક્ષન '
અને આમેય ક્યાં કરવું બીજું 'સિલેક્ષન '?
'ટી ' ફાવે તો બસ એક જ 'બ્રાંડ 'ની
જીવન ની ગતિ ગમે એક જ 'ટ્રેન્ડ 'ની
દિલમાં ઉતરી ગયા એવા 'ગ્રેવીતેશન 'થી
રોજ અનુભવું તમને નવા 'અફેક્ષન 'થી ..............!!!!
Santulan
શીર્ષક :::::: સંતુલન :::::::
જીવનમાં એક વાર
સમજણનું ફૂલ ખીલે , અને
ભવનું ભાથું ભેગું થવાને
અવસરો આવીને ઉગે ......
પ્રેમમાં માપ લાવે
આશા અટકેલી રાખે
જીવનમાં જાણે હવે
પગલાં પૂછીને પાડે .....!
રુદન હોય કે આંસુ , બંને
અણસારા જોઇને આવે
હૈયું અને આંખ , કદી , વારાફરતે
સમજણથી રુએ !
ઉમંગથી ઉછળતી દુનિયાને
કે દુઃખની કોઈ ગર્તાને
માનવ-મન અજાયબી જાણે !
કેવી રીતે સંતુલિત રાખે ?......
અર્ચિતા દીપક પંડ્યા
Wednesday, 19 November 2014
Miss you
શીર્ષક ::: મીસ યુ ::::
તું ક્યારે આવીશ અને ક્યારે મળીશું ?
એવું રોજ લાગે છે.
મૈત્રી આજે સમજાય છે ,
બાળપણ ની યાદમાં
સમય ખૂબ ઝૂરે છે ....
પણ
ક્યારેક સાચું સમજાયું કે
તું તો રોજ આવે છે .....
અહી ....અને ફરીથી અહી ....
કોઈ પગરવ કે હવા ની લહેર,
કોઈ અણસાર કે વિચાર ,
કોઈ આનંદ કે મજાક
હે મિત્ર !
બધું જ તને અહી જ લાવે છે,
મોડે મોડે પણ ખબર પડી કે .....
યાદ ના રસ્તે ખાલી આવી શકાય છે ,
પાછું જવાતું નથી ......!!!!!
અર્ચિતા દીપક પંડ્યા
Sunday, 16 November 2014
Khenchan
શીર્ષક ::::::: ખેંચાણ ::::::
જીવન ના બધા સુખ સાથે ,તારું ખેંચાણ અકબંધ છે,
ખરેખરો તો ,જીવન પહેલાનો ને પછીનો સંબંધ છે !
તારી ઈચ્છાથી મળે જીવન ,એવો અહી પ્રબંધ છે !
રોજ તને ભૂલ્યા વિના જીવું તો જીવન એક સુગંધ છે.
આંતરે મને અંતરથી અહી એવા કેટલાયે અનુબંધ છે,
તારો હાથ રહે રહેમ રૂપે ,તેવી લાગણીના સોગંદ છે !
શીખવાડે જીવનના પાઠ તારા વતી એ સહુ અંગત છે,
માહિતી ભલે ફેલાય બધી પણ વાર્તા તો અંતરંગ છે !
અર્ચિતા દીપક પંડ્યા
Thursday, 30 October 2014
Jivan ni rutu
શીર્ષક :::::: જીવન ની ઋતુ ::::::
ચોક્ખો કૂણો તડકો છે, ને તાજગી સાથે ઠંડક છે,
હજૂ આવનારી ઋતુના થોડાક હૂંફાળા તેવર છે !
ઔસ પડી પાંદડે પાંદડે ,જરીક ધીમું મલકે છે !
નાની અમથી જીંદગીમાં જબરા ઠાઠ ઝળકે છે
હર એક દિવસને કોઈ સ્વપ્ન બનાવીને સેવે છે,
ક્યારેક ભ્રમનો નશો, જડીબુટ્ટી બનીને જીવાડે છે.
તારા પ્રેમમાં જીવું હરઘડી એ જ તો ઈબાદત છે
ઈશ્વર પણ જાણે, એથી વધુ સારી, ન આદત છે.
શરીરની ચોટ હોય કે મઝા ,સમયના ગુલામ છે,
મનને લાગે રંગ તો નક્કી જનમ ન્યોછાવર છે !
અર્ચિતા દીપક પંડ્યા
Friday, 26 September 2014
Araji
શીર્ષક :::: અરજી ::::
નજરે કહ્યું પસંદગીમાં છે,
શ્રવણ પણ મદ હોશીમાં છે ,
સ્પર્શ ની વૃતિ આવૃત્તિમાં છે,
મનની તો મરજી માં જ છે,
સહુ એ સાથે મળી ,
કહ્યું ; કરીએ સુનાવણી,
અધીષ્ઠા ને દઈએ જણાવી !
વાત પહોંચી હૃદયરાજ સુધી ,
ત્યારે
સહુને એક જાણ થઇ ,
અરજીની ક્યાં કોઈ છે વકી ?
અહીતો પહેલેથી જ છે નક્કી .
હકીકત તો બહાર આવી છે એવી,
કે હકૂમત પણ છે અહી એમની !!!!!
અર્ચિતા દીપક પંડ્યા
Ma ne
શીર્ષક :::: માં ને :::::::
ઘુઘરિયાળી કોઈ રણઝણ જેવી, મા તારી યાદ !
કોરા કુમકુમની સુરખી સરખી , મા તારી ઝાંય !
ગડગડે જેમ નોબત અલબેલી,મા તારો પગરવ !
સૂના સૂના બાળ તારા માડી , કરો હવે કેકારવ !
પરા અંબા માવડી જગતજનની,મા ગૂંજે એક રવ !
વિશ્વાસે વળે વહાણ મારે અહી , તું એક જ શરણ !
કરુણાની ઉપકારી છું હું તારી,કરજે દિશાનું દર્શન !
અમી નઝર રહે સદા તારી, નમ્ર થઇ કરું સૂચન !
અર્ચિતા દીપક પંડ્યા
Thursday, 25 September 2014
Mosami ful
શીર્ષક :::: મોસમી ફૂલ :::::
હું વાત કરતી'તી એક મોસમી ફૂલ સાથે ,
બે ચાર સ્વપ્નની કરતી'તી આપ-લે ,
વાત વાતમાં મારું મન પૂછે,
કોઈ એક ઋતુમાં જ તું કેમ ઉગે ?
બીજી મોસમ કેમ ,તને દવલી લાગે ?
વાંક કોઈ જુદો ને કોઈ બીજા ભોગવે .....
ખીલવામાં તને ય મોસમ નડે,ને
રાહ જોવામાં કોઈને દિવસો નડે !......
ફૂલ હસી પડ્યું એ વાતે ....
ઉગવા સાથે ,બીજી પણ એક નેમ છે,
ખીલવું ને મહેકવું , બંનેમાં ફેર છે......
અર્ચિતા દીપક પંડ્યા
Tuesday, 23 September 2014
Tu
શીર્ષક :::: તું ::::
ભીડમાં પણ તું મને,વર્તાઈ શ્વાસોચ્છવાસ માં ;
ભર્યા નગરમાં રહે, જાણે ખાનગી આવાસમાં .
દરિયા ઉલેચું સતતપણે , બસ તારી યાદના ;
છીપમાં તું કેદ રહે ,ને હું બહોળા અહેસાસમાં .
સ્વપ્ને મળે તે ગમે , કોઈ ખાસ કારાવાસમાં ;
જકડનમા તું રહે, સતત વિચરતી સહવાસમાં .
ટહૂકો તારો ગૂંજે , ખાલીપાના ખળભળાટમા ;
સંગીત તું બની રહે , જીવનના કલબલાટમા.
સમય કોરો જ વહે, કોઈ મીઠી અસમંજસમાં ;
તું આવે ન આવે,દિલ અટકે કોઈ અટકળમાં .
અંતરથી કહું છું તને, ઝંખું સદાય સોબતમાં ;
વણસાવી વાત રહેવાદે,માની જા આ કહેણમાં ..
અર્ચિતા દીપક પંડ્યા
Git
શીર્ષક ::::: ગીત :::::
જીવનના સાઝમાં ,સૂર એવા સંગાથમાં ,
સરગમ તો એવી ચકચૂર
કે ગીત મને સામેથી મળવા આતુર ....
રંગો જોઈ કુદરતના ,ભલી ભલી ભાતના ,
હરખે છે એવું રે મન,
લઇ લઉં ચુન્દલડી ના , રંગ રંગ જુદા,
ઓઢું ઓવારણા હરખુડી સોચના ,
શ્વાસે શ્વાસે ઝ્રન્કાવું ધૂન .....
કે ગીત મને સામેથી મળવા આતુર .......
સાથે લઇ સહિપણા, હૈયે મીઠા પ્રેમના ,
રુદિયે ઉગે છે ઉમંગ,
શણગાર સજું પ્રેમના, રૂપે રંગે રૂડા,
વહુ વહેણમાં ,દિલના જોડાણમાં,
પ્રગટાવું પ્રીતનું પૂર ......
કે ગીત મને સામેથી મળવા આતુર ........
અર્ચિતા દીપક પંડ્યા
Aapane
શીર્ષક ::::: આપણે:::::;;;
ધખતા ધખારા
જલાવે સદા એષણા
તડકામાં તાપણું તે આપણે .........
ભડભડતી જ્વાળામાં
શેકાતી કાયામાં
ઝૂરતી જલતી ઈચ્છા તે આપણે ......
વધતા વેધે વધે
લડખડે ને ઝઝૂમે
આરામ મૂકે નેવે તે આપણે .....
વાર્યા વાર્યાય ના વરીએ
લાગણીના પૂરમાં ઘસડાઈએ
શ્વાસમાં જળથી ડૂબીએ તે આપણે .....
પ્રેમે પરવશતા માં
વીંધાતી વેધક્તામાં
ઘાયલ દિલના ધણી તે આપણે ......
અર્ચિતા દીપક પંડ્યા
Bhajavani
ચાંદ દૂર છો રહે,પણ ઝર્યા કરે અમીરસ ચાંદની,
પ્રેમે નિખરવું એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે,
દરિયો ઘૂઘવે કે પછી માણે હર વાત એ પ્રેમની,
રસભરી રાતની, એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે .
દૂરતા માં મોહતાજ નથી જ પ્રેમ કોઈ સંજોગથી,
દિલ જે અનુભવે એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
સંજોગના પ્રવાહમાં રહે તાકાત અડીખમ રહેવાની ,
પૂરી ઘડામણ ની,એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
કિરદાર ઘડે કર્તા ધરતા પાલનહાર, રહે ભજવણી -
સહુની મૌલિક,એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
અર્ચિતા દીપક પંડ્યા
Friday, 19 September 2014
Anubhav
મારી દાઢીમાંથી પાછો એક વાળ ખર્યો !
ખાલી ઉંમરનો નથી અહી કોઈ તકાદો !
અનુભવના આંધણ નો થયો એક ચઢાવો !
કોરી આંખે જોયા પછી નથી પસ્તાવો !
બદલાવ સમયનો અહી બધે છે ઉગ્યો !
સંવેદનાના ઇંધણ નો બધે પડ્યો તોટો !
રોજ વિચારું ક્યારે ને ક્યાં ક્યાં એ ડંખ્યો ?
કપાળની કરચલી નો તો વારો પણ પત્યો !
દર્દ નો પારો છેક હવે દાઢી લગી પહોચ્યો !
અનુભૂતિના ખપ્પરમાં ફરી એક વાળ ખર્યો !........
અર્ચિતા દીપક પંડ્યા
Wednesday, 17 September 2014
Jivan
શીર્ષક ::::: જીવન
શબ્દોનું બસ ચલણ હોય છે,
લાગણી એક લગન હોય છે,
દુનિયા એટલે વળગણ હોય છે,
આછી પાછી એની સમજણ હોય છે,
લગભગ બધે જ અનુકરણ હોય છે,
નિર્ણયમાં ઈચ્છાનું શરણ હોય છે,
ન જાણે સાચું કયું કરણ હોય છે ?
કઈ કેટલા તો પરિમાણ હોય છે !
સાચા કદી કોઈ પ્રમાણ હોય છે ?
છતાં જીવન એક શિક્ષણ હોય છે,
બધે આવડતની વેતરણ હોય છે !
અર્ચિતા દીપક પંડ્યા
Svapn
સ્વપ્નને ખરી જરૂર, કોઈના ઇજનની ?
રોક ટોક ક્યાં એને આવન જાવનની ?
કદી મળી જાય સવલત એને પોષણની ,
આવી ચૂક્યા પછી પણ એક ઠહરાવ ની,
ક્યારેક વસે આંખમાં એક અટકળ બની ,
ને કોઈ રહે છીપ માંનું એક મોતી બની ,
નીંદરના સ્વપ્ન છે એ ભ્રમણા જીવનની ,
સ્વપ્ના જાગે તો ,આશા રહે જીવવાની !
અર્ચિતા દીપક પંડ્યા
Nato
કેવો અણજાણ્યો સંબંધ છું ?
ન ભૂલાય એવો બંધ છું તું !
કયા નામે બોલાવું તને હું ?
નવીનતમ તું કોઈ નાતો છું !
અનુભૂતિ માં એક આરામ છું ,
કહું છું,ફરી ફરી, ખાસ છે તું !
દિશા દેખાડે એ પ્રયાસ છે તું,
જોઉં પ્રેમે,તો અનાયાસ છે તું,
સ્મરણ આમરણ ,પ્રણ લઇ લે
કોઈની સ્થિતિ, અનુરાગ છે તું !
અંતરે ઉપસ્થિત કાયમ રહેતું ,
ધબકારનું સંગીત જ છે તું !
અડચણ વધુ નહિ આપું તને
પણ કહું છું ખાસ ...............
અવિસ્મરણીય શમણું છે તું !
અર્ચિતા દીપક પંડ્યા
ઈજન*
વરસાદી વાતાવરણમાં તું ક્યારે આવીશ ?
વાયદામાં હવે કોઈ વિલંબ ન કરીશ .
ઠંડો સાદ દઈ અબોલ ન થઇ જઈશ,
હૈયું હિજરાય એવો વાયદો ન કરીશ,
હરખથી હૂંફ આપી દઉં , આજે તું આવ,
ગરમ શ્વાસનો નાસ આપું તને , તું આવ,
મેઘધનુષ ઓળંગીને કદી તો અહી આવ,
ચંપાતા પગલે ગમતીલો રંગ ચોરી આવ,
ક્ષણો એનાથી રંગી કોઈ ચિત્ર બનાવીએ,
જીવનના કેનવાસને ગમતા રંગ આપીએ,
ઋતુ 'ને સમય,વાર' ને તિથી મર્યાદા થી છેટે,
શ્વાસની સરગમથી હેતે ફરી ફરીને મળીએ .
©અર્ચિતા દીપક પંડ્યા
Uddhar
ભરતડકા જેવી યુવાની જાય ને
માત્ર જીવનપથ ચાર દિવસનો
કર્યા બધા તનના સાજ શણગાર
હવે વિચાર સજાવટ મનનો
લાગણીના દરિયે ડૂબ્યા ત્યારે
ન આવ્યો વિચાર તોફાન નો !
જકડ ને બંધન,ને જાસો બધી દિશાનો
તો આશરો પાલન હારનો !
છૂટ્યો કાળ મનની બધી છૂટેલી લગામ નો
હવે જ સમય ખરો અંતર્દ્વંદ્વ નો !
'તું જાતે કર તારો ઉદ્ધાર 'એ નારો
એવા મારગ પર વાયરો વિશ્વાસનો !
અર્ચિતા દીપક પંડ્યા
Sogad
એક પળના શ્વાસની પ્રભુ, તું એવી સોગાદ દઈ દે
ફરી માંગું નહિ જીવન,મને એવો અહેસાસ દઈ દે !
પોકારું છું તને ક્યારથી બધે , જવાબ તો દઈ દે,
અણુ અણુ માં છે જાણું,પણ દ્રશ્ય આકાર તો લઈ લે !
પથ્થરે થાય દીવા બધે,ને તું જૂએ પથ્થરદિલ થઈને,
કયા કપટ થી તું,એવો ગાડરિયો પ્રવાહ બનાવી દે ?
દરેક જીવમાં છે જ તું , એવો ચોક્ખો ઉજાસ કરી દે ,
દીવો થાય તો દયાનો જ,એવો અહી ખ્યાલ કરી દે .
શોધ તારી મંદિરમાં ચાલે છે , સાચો રસ્તો બતાવી દે !
તારા સુધીની દિલમાં રહેલી અદ્રશ્ય સીડી જણાવી દે !
સર્જક , ત્રાતા , પોષક , વિધાતા તારો અહમ છોડી દે !
અહી તને પામવા મારવા જ પડે ફાંફાં , એ વહેમ ઉતારી દે!
અર્ચિતા દીપક પંડ્યા