Saturday, 29 November 2014

Mangani no 'm'

શીર્ષક ::::: માંગણી નો 'મ ' :::::::::::

આપણી દુનિયામાં કેમ,અહી બે સૂર જીવલેણ છે ?
' મ 'તીવ્ર માંગણીનો ને નિષેધના 'ની 'નો ખેલ છે,
માંગણી સહુને અપરંપાર અહીતહી બધે કનડે છે ?
ને શુદ્ધ નિષેધ એ તો બસ,'મ ' ને અડખે પડખે છે,
અંતરમાં ઉઠતો કોમળ 'રે ',દર્દ બનીને પડઘે છે,
'ધ ' ધરાર મશીન યુગે લાગણી લઈને ધબકે છે ,
'પ' શુદ્ધ પસંદગીનો પણ વર્તન પર પહેરો ભરે છે,
'ગ 'થઇ ગમતીલો સાથ , ગઝલ નવી સરજે છે ,
સરગમમાં થઇ ચૂક તો બેસૂરી ભૂલ પણ ગરજે છે,
બંદિશ તો જ રચે મન,કોઈ જો એને રંજન મળે છે,
અહી ક્યાં પરાણે , કહો, કોઈ પણ સરજન સરે છે ?
સહુના જીવનમાં રોજ અવનવા સૂર કોઈ છેડે છે ,
પસંદગી રહે પ્રેમની તો ખુશીની તાન પ્રગટે છે ,
સરગમ જીવનની સાર્થક થઇ સૂરીલી થઇ ગૂંજે છે .....

No comments:

Post a Comment