Sunday, 28 December 2014

Tari hajari

શીર્ષક ::::: તારી હાજરી :::::

અંધકાર ચીરીને કદી તું પ્રગટે એમ પણ બને,
મન જોજનો કાપીને કાયમ જેમ ઈચ્છે ત્યાં પહોચે !
મહેર ઉતરે તારી તો હરદમ સાથ તારો પામે,
નહીતર કણ કણ માં પ્રભુ,વાસ તારો ક્યાં કોઈ જુએ ?
લય જીવનની કદી વધતી ઘટતી કેમ લાગે ?
સુમેળ હોય ઈચ્છા સાથે તો કેવી અશ્વ વેગે ભાગે !
નિરાશા ની ગોકળગાય જો આખો ભાર ઉપાડે ,
તો નારાજગી મોટા દુઃખને નોતરાં આપી આવે !
સુખ-દુઃખમાં સમતા તો તારી હાજરી જ આપે ,
માનવ રૂપ,ઈચ્છાનો પીંડ, નહીતો ઓરતાથી જલે !

                 ,
  

Najar

શીર્ષક :::: નજર ::::

નજરથી નજર મળી અને નજર લાગી નજરને,
નજર છૂટે ક્યાંથી, નજરકેદ છે અહી તો નજરને .
નજર ઠરી ને નજર ઝૂકી,ને નજર ચૂકે પ્રવેશ છે !
નજર ઉઠી દુઆ માટે ને નજરના જામ સાથે છે !
નજરથી  પીવે કોઈ નજર કે નજર બાણે વીંધે !
નજરમાં ખોટ ન જ લાગે જો નજરથી અમી ઝરે !

Lagvag

શીર્ષક :::::  લાગવગ ::::::

એમજ હું તો વરસું છું,
ઠંડી હવામાં પણ ઝરું છું,
મોસમ સાથે એવી લાગવગ ચલાવી દે
કોઈ કોસે નહિ મને કે
હું કમોસમી વરસાદ
બનીને વરસું છું ! ...! ! ! !
એમજ હું ઉડું પણ છું,
આકાશ સાથે નાતો જોડું છું,
ઉડાન સાથે એવી લાગવગ ચલાવી દે
કોઈ કોસે નહિ મને કે
પાંખ નસીબ નથી
તો ય હું ઉડું છું ! ....! ! ! !

Friday, 26 December 2014

Tu ane hu

શીર્ષક ::: તું અને હું

દુનિયા તો મને સાચે ગોળ લાગે છે,
જે શરુ તારાથી ને ત્યાં જ પૂરી થાય છે !
નજરને ય પરિઘની કોઈ હદ હોય છે ,
અને સાથમાં તું જ,અહેસાસ હોય છે !
વીતેલી ક્ષણોનો  કેન્દ્રમાં થોકડો છે ,
આપણો તો અસબાબ ઘણો મોટો છે !
હર વળાંકે હૈયા એમ તો જોડાયા છે,
હર સફર નવા સંગાથે જાણે મળ્યા છે !
તું જુએ મને,હું જોયા કરું તને,આશા છે,
લાગણીઓ ઓળઘોળ તો ક્યાં હતાશા છે ?

Wednesday, 10 December 2014

Aakansha

શીર્ષક :::::: આકાંક્ષા ::::::

આયખાને નવો આયામ આપવો છે,
સંકેલેલા સપના ઉગતા કરવા છે,
વીત્યા આભાસને રણો કરી દેવો છે ,
આવતા આગમને વધાવી દેવો છે,
જીવતરની ઝીણી નકશી કોળવી છે,
ઝીણેરી ગાંઠો ને સજીવા કરવી છે ,
વીણેલા ફૂલથી પળો શણગારી છે ,
હવે અર્થીની શોભા ખાસ કરવી છે !
સોગાદ જીવનની વહાલી કરવી છે,
અને ...............
નમ્રતાથી, દુનિયાને સોગાદ બનવું છે !

Saturday, 6 December 2014

To ye......

શીર્ષક ::::::: તો  યે ::::::::::

વાત હતી માછલીની ઝૂલ જેટલી
અને તો યે દરિયો ઉછીનો લઇ બેઠા
જીવન હતું સંગીન પોતાના શ્વાસથી
તો યે સુગંધની કેમ આણ દઈ બેઠા
વર્તારો જરીક કો વાદળી લઇ આવી
ત્યાં તો ઘોડાપુરથી સજ્જ થઇ બેઠા
ચિત્તને તો ટેવ છે ઠરીઠામ થવાની
તો યે સમાચારથી નાતો કરી બેઠા
ઝબકે આકાશ તારલીયાની હોંશથી
તો યે દીવડાની ઝાળે સળગી ઉઠ્યા .......

Friday, 5 December 2014

N -kaar

શીર્ષક ::::::: 'ન'કાર ::::::

મજબૂરીનું હુલામણું નામ છે , 'ના ' !
'ન'કાર જેને કનડે તે જ સમજે 'ના '!
માંગ સમજણ સાથે આવે ને પૂછો, 'ના,'
કૂણી વેલને કહો કાંટાથી લડ તો , 'ના ';
હાથરૂમાલ ચંદરવો બાંધે તો કહો , 'ના' ;
ચાંદ બોલાવીએ અમાસે તો કહો , 'ના ';      
ગમતો દરિયો આખો માંગો તો , 'ના ';
એક ઓવારો સાચવીને બેસો તો ,'ના' ;
ઈચ્છાના પૂર ને રોક છે કહો તો, 'ના' ;
મધદરિયે લાંગરે હોડી તો  કહો ,'ના' !
પાંજરે પોપટને આઝાદી છે કહો તો ,'ના ';
'ન'કારના તાળાની ચાવી છે કહો , 'ના ';