Friday, 22 January 2016

Samjan no dor

સમજણ નો દોર સાંધુ ત્યાં કૈક અવળું પડે ,
રેતમાં ખોળું હું નગર અને મને ઊંધું મળે ....

અપેક્ષાઓના તોરણ સંબંધની સાખે ઝૂમે ,
નીતરે વાત ત્યાં થી અસુખની એમ બને ....

કોઈક રીતે અર્થ મારા બોલમાં જડે તને ,
હું ઝીંકુ વ્યર્થ હક્ક હથોડા લાગણીના ઘણે ....

કોઈ કચાશ તો જરૂર છે ચાહતમાં આપણે ,
મંઝીલ એક છતાં રસ્તાઓ કેમ જુદા મળે ....

કોઈ ડગર શોધીએ એવી ,જ્યાં મન મળે ,
વીતી વાતોના મનમોટાવ જ્યાં રેઢા પડે ....
                અર્ચિતા દીપક

Tuesday, 19 January 2016

Astitv

                             અસ્તિત્વ

             અતિક્રમી જઈ આખો ઈતિહાસ જીવું છું.
      
              આખે આખો વાદ મારામાં  ઉતારું છું

              હું શ્વાસે શ્વાસે જીવતો માણસ છું ?

              કે વીતી ગયેલી ઘટનાનો સંગ્રહ છું ?....

              આકાશની અતરંગી ઓળખાણ છું

               ધરતી સાથે ધીમો ધબકાર છું

               હવે તો જતાવ સર્વવ્યાપી જે તું છું

               એમાં જ સમાયેલો હું,એવો નાતો છું !..........
                          અર્ચિતા દીપક પંડ્યા

Bhedan

અઈ  આવળ ખૂંચે ને
કઇ બાવળ ખૂંચે ...

કુણું ફૂલ જેવું જીવો
તો નડતર છેદે  ...

રુક્ષ કોઈ અણીયાળી
આખી શૂળ ભેદે ...

વાત વાધે એવી કો '
વેળા સોંસરી વીંધે ...

ઝીણો પમરાટ ઝાંઝરી
થઇ ચુંદડી ને છેદે ...

કંકુ ઉગે ભાલે હિંગળોક
નેણે સંધ્યા થઇ વીતે ...

કોળાયેલ કમખે ફૂલ
બે'ક વાત છાની સુંઘે ...

હૈયે મેઘધનુષ ઉગે
કેવી ચર્ચામાં વિસ્તરે ...

કદી તો કોરી વાત
કેવી કાળજાને છે કોરે ...
        અર્ચિતા દીપક

Sunday, 17 January 2016

Zumi laie

ચાલને વહેંચી લઈએ
નાનું નાનું આકાશ ...
આજ વળી રંગ બેરંગી
પતંગ થઇ ઉડીએ ...
ગમ્મત માં દોર બે
ફસાવી દઈએ અને ...
તારી જીત માં હું ને
મારી જીતમાં તું ...બસ
હસી લઈએ ,ઝૂમી લઈએ ...
અવકાશે વિચરી લઈએ ...
              અર્ચિતા દીપક

Honsh

દોરને છે હોંશ આકાશે ઉડવાની ...

ઝાલ એનો હાથ તું પતંગ તોફાની,

કર પવન સાથે દોસ્તી અને

દિશાઓ ને ઝૂલતી નજર આપી

કર સંધાન ઈચ્છા કૈક પામવાની

તો વૃંદથી સદા મુઠી એક ઊંચકાતી

ને જીવવું શિર કરી ઊંચું ,હરખાતી. ...

સદા નિભાવે સાથ એવું પ્રાર્થતી !

Maun pan git gay chhe

સાસરેથી આવી મહેમાન એક દિન ની રહેવાસી ,
નજરના દોરે મીઠી ભાષા જાણે કે વહાવતી ....
મહિયર ના લાડને મૌન થઈને એ માણતી ,
આંખ માં ઉતારે એ જાણે બચપણ ની મસ્તી ....
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે ......
વસવાટે છે દૂર , પરદેશી દીકરો
સ્થળ બોલાવે એને જ્યાં રોટલો 
છોડવો રહ્યો બચપણ નો ઓટલો
વિદાય આંખથી વહે , જો સંદેશો
           
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે ......
પ્રીત એ જ પૂજા ને મારે મન આરતી ,
મળે નજર અને હર સંદેશ સધાવતી ...
સહવાસ એવો હર જન્મે રયા બંધાણી ,
સ્પર્શ સગપણ નો પણ જોડાણ અક્ષરી ...
          
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે ...
સ્નેહી ખરાં પણ સગપણ વિના
હર ડગર પર ચાલે ભેદ વિના
એક સાઝ્ના જાણે બે સાજીંદા
મનમેળ ના મળે એવો મિત્ર વિના
           
        ને ત્યારે મૌન પણ ગીત  
         ગાય  છે  ...
         આ પારથી પેલે પાર  
          જાય છે ...
          દિલ ના જોડાણ
          અતિક્રમી  થાય છે
          સઘળાં થી પર એક થઇ
           જાય છે .....