શિશિર પૂરી થાય અને
હજૂ વસંત બેઠી ન હોય!
પૂનમી ચાંદ આથમે
અને એકમ બેઠી ન હોય!
સૂરજઢળી જાય અને
અને ચાંદ ઊગ્યો ન હોય!
કોઈ પળ છૂટી જાય
અને ઘડી આથમી ન હોય!
કર મિલનની ક્ષણો તય
જ્યાં વિદાયની પરવાનગી ન હોય!
અર્ચિયત
Friday, 25 January 2019
એવી જગ્યા મિલનની*
ફરક લાગે છે*
હોઉં તારી નજીક અને મારાથી દૂર તું
થોડો નજદીકીમાં પણ ફરક લાગે છે!
શ્વાસ મારો ખાલી અને ઉચ્છવાસમાં તું
થોડો સ્મરણમાં પણ ફરક લાગે છે!
એક જવાબ મારો અને પ્રશ્નો જે પૂછે તું
થોડો લાગણીમાં પણ ફરક લાગે છે!
કદમ મારા ચાલે અને માર્ગ પસંદ કરે તું
થોડો સાહચર્યમાં પણ ફરક લાગે છે!
વિનંતીથી સંદેશુ હું ને ચીઠ્ઠી પણ ન ખોલે તું
થોડો સમજમાં પણ ફરક લાગે છે!
©અર્ચિતા દીપક પંડ્યા
Wednesday, 23 January 2019
અધૂકડા*
અધૂકડા..
અધૂકડા વરસે કોઈ વાદળ વરસે,
જાણે શું શું તલસે? કોને તરસે?
રોમેરોમ એને વસે છે ભાંપ
એની તરસનું ક્યાં છે માપ?
અલ્લડ હવે એ કોને વરશે?
અરમાન હવે કેટલાનાં મરશે!
અધૂકડા વરસે..
લાગણી નીતરતી રહે અમાપ
કેવી ઋજુ ને પ્રેમ એનો અફાટ
કરી નક્કી શું ત્યાં જ હવે વરસશે?
વાદળ શું ક્યાંક ઘર હવે કરશે?
અધૂકડા વરસે..
©અર્ચિતા દીપક પંડ્યા
Thursday, 10 January 2019
અમારી લજ્જા
અમારી લજ્જા
અમે હોઠ સીવી લીધા
તમે જાણ્યું કે
અમે બોલીએ જ નહીં;
અમે નજરઅંદાજ કર્યું ઘણું
તો તમે માન્યું કે
અમે જોઈ શકીએ જ નહિ;
અમે ઈચ્છ્યું જ નહીં બીજું
તો તમે માન્યું કે
અમે કશું માંગીએ જ નહીં;
અમે પ્રેમ પણ માંગી ન શક્યા
તમે પણ માની લીધું
અમે તો ખુશ અને સાબૂત જ છીએ!
જરા નજાકતથી અડજો
આ પૂતળાને
અંદરથી એ ચૂર ચૂર છે!
અર્ચિતા દીપક પંડ્યા
મિત્ર છે તું*
મિત્ર છે તું
હું હજૂ બોલું નહિ
અને પહેલાં જ
તું સાંભળી લે,
મારા બોલવા પાછળ
પણ તારી જ મરજીનો
વિચાર હોય!
અને તારી ગમતી વાત
હું બરાબર જાણું ;
અને મારી ન ગમતી વાત
તું પ્રયત્ને દૂર જ રાખે;
કહે આવું અનુસંધાન
મારું પોતાનું કોઈ બીજી
વ્યક્તિમાં ક ' દિ મળે?
મિત્ર છીએ આપણે
એક રાહ ના મુસાફિર
એક જ લાગણીની નદીના
બંને કિનારા..
કે એક બનતો સૂર્ય જાણે
એક ક્ષિતિજ બનતો.
અલગ ઓળખાણ ભલે
સાથ ક'દિ ન છોડતો!
માતા નથી એક ,નથી લોહીનો સંબંધ
પણ દિલ મળ્યા એવા કે
તન ભલે જુદા
પણ પ્રાણ એક બનાવતો!
©અર્ચિયત