Wednesday, 23 January 2019

અધૂકડા*


      અધૂકડા..

અધૂકડા વરસે કોઈ વાદળ વરસે, 
જાણે  શું શું તલસે? કોને  તરસે?

રોમેરોમ એને વસે છે ભાંપ
એની તરસનું ક્યાં છે માપ?
અલ્લડ હવે એ કોને વરશે?
અરમાન હવે કેટલાનાં  મરશે!
                         અધૂકડા વરસે..

લાગણી નીતરતી રહે અમાપ
કેવી ઋજુ ને પ્રેમ એનો અફાટ
કરી નક્કી શું ત્યાં જ હવે વરસશે?
વાદળ  શું ક્યાંક ઘર હવે કરશે?
                           અધૂકડા વરસે..
        ©અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment