Saturday, 25 April 2015

Dikari tane kahu

  દીકરી,તને કહું ......

તને હવે સરી જતા જોઉં છું
અડકું ત્યાં ઓગળી જતા જોઉં છું

હથેળીમાં કોઈ બરફનો ટુકડો
તાદ્રશ પાણી થઇ ઓઝલ જોઉં છું

મારો માળો તને ગોદમાં ઉછેરે
તારી આકાશે ઉડવાની સહેલ જોઉં છું

નાજુક જૂઈનો પમરાટ થઇ
હવે આખા બગીચે મહેકતી જોઉં છું

આંખ મારી એ ની એ જ છે
મારી બાળકીને કન્યા રૂપે જોઉં છું

નજર ઠેરવું તારી ઉપર ત્યારે
તો કોઈ ઘર ની મંજરી બની, જોઉં છું

ઝાંઝરીના બોલાશે ઉગતી વેલ
હવે વિશાળ વૃક્ષની સંગિની બની છું !
                

Saturday, 18 April 2015

Vifal dharna

        વિફળ ધારણા

ઋતુઓનો એકમેકમાં પગપેસારો
કુદરતને ય હોડ એના પ્રભાવનો ?

ટળવળતી ઈચ્છાનો હોય મૂંઝારો
કયામતે જેમ ગૂંચવે છે કષાયો !

જન્મારો મળ્યો તો જાગ્યો ધખારો
શ્વાસે શ્વાસને કનડે કોઈ અભરખો !

દોલત દોસ્ત દિલોજાન, બેસબ્રીનો
ન છોડે દામન કાયમ એકબીજાનો

ઝંખું સુકુન સગા છે એ સહુ શ્વાસનો
વળતો વહેવાર છે કેમ સ્તબ્ધ્તાનો ?