મન છે!
મન છે,
કોઈપણ રીતે
સમજાવી દેવાશે,
વહેમથી કે રહેમથી
ભ્રમથી કે મર્મથી
તર્કથી કે તથ્યથી
પ્રેમથી કે પ્રમેયથી
પણ
કહો
દિલ કઈ વાતે માનશે?
એને માત્ર એનો જ અવાજ સંભળાય છે!!!
©અર્ચિયત
મન છે!
મન છે,
કોઈપણ રીતે
સમજાવી દેવાશે,
વહેમથી કે રહેમથી
ભ્રમથી કે મર્મથી
તર્કથી કે તથ્યથી
પ્રેમથી કે પ્રમેયથી
પણ
કહો
દિલ કઈ વાતે માનશે?
એને માત્ર એનો જ અવાજ સંભળાય છે!!!
©અર્ચિયત
નથી, એટલે છે!
મેઘલ આકાશે
ઝરમર માવઠું
લાગ જોઈને વરસે જાણે!
ભીના ભીના અધૂરા ઓરતા
કોળાય આભના આજે,
પણ
નથી એ----
વરસાદી સાંજે ઊગેલું
રંગબેરંગી મેઘધનુષ
લાગે ઝીણી ઝીણી ખોટ
કેમ અધૂરું લાગે?
છે એ અધૂરાપણાં માં
સચવાયેલો એક ભરેલો અનુભવ
એટલે જ તો અભાવ અડવો લાગે !
કંઈ કેટલું ય છે
એની વચ્ચે,
ખોટ નાની લાગે
કારણ......
અભાવ છે એટલે
કે ભર્યો ભાવ હતો એકવાર
હોવાની અનુભૂતિ હતી
તો આજે અભાવ છે....
અને એટલે જ આશા છે
કે
એ જ મેઘધનુષ
ક્યારેય પણ જન્મી શકે છે!
અને એટલે જ
અભાવ પણ મીઠો છે!!!!!!
©અર્ચિયત
तड़पाहट थी , छपछपाहट सी थी तब हर रगमे ,
हुआ दीदार -ए -यार तो सुकून दौड़ रहा है खूनमे ...
नहीं आते तो न थी वजह कोई उनको बुलाने की
सांसे तो रुक जाती हमारी कैसे रहती ज़िन्दगीभी ...
कैसे जी पाते हमे न था यकीं न दिल पे न अपनेपे
शुक्र करें तो भी किनका मिल्कियत सब है उन्हीकी ..
रब सा चाहू हूँ सनम तुज़े या तुज़ सा है रब मेरे लिए
मसलत मुसलसल चलती है मेरे दिलमे और जहनमे ...
अर्चिता दीपक
માવઠું
એંધાણી છે માવઠું થશે
થશે કોઈ કાળી ડીબાંગ ભેટ ,
સાથે પવનની સનસનાટી
અને ચમકીલી વીજળી તેજ !
કોળે મીઠા રુદિયાના ભાવ
સ્મરણો દોડી વીંટળે છે દેહ ,
ઝરમર ઝરમર વરસે મેહ
ઉભી વહું અને સ્મૃતિની ખેપ !
કામોસમે ઝીલ્યો પયગામ
ને રળ્યો કિંમતી અહેસાસ
કદીક કદીકનો લહાવો એવો
એવો છે ઝાંઝી કમોસમી મેહ !
અર્ચિતા - દીપક