Thursday, 14 March 2019

નથી, એટલે છે! *

નથી, એટલે છે!

મેઘલ આકાશે
ઝરમર માવઠું
લાગ જોઈને વરસે જાણે!
ભીના ભીના અધૂરા ઓરતા
કોળાય આભના આજે,
પણ
નથી  એ----
વરસાદી સાંજે ઊગેલું
રંગબેરંગી મેઘધનુષ
લાગે ઝીણી ઝીણી ખોટ
કેમ અધૂરું લાગે?

છે એ અધૂરાપણાં માં
સચવાયેલો એક ભરેલો અનુભવ
એટલે જ તો અભાવ અડવો લાગે !
કંઈ કેટલું ય છે
એની વચ્ચે,
ખોટ નાની લાગે
કારણ......
અભાવ છે એટલે
કે ભર્યો ભાવ હતો એકવાર
હોવાની અનુભૂતિ હતી
તો આજે અભાવ છે....

અને એટલે જ આશા છે
કે
એ જ મેઘધનુષ
ક્યારેય પણ જન્મી શકે છે!
અને એટલે જ
અભાવ પણ મીઠો છે!!!!!!
©અર્ચિયત

No comments:

Post a Comment