Saturday, 15 April 2017

મંદાક્રાન્તા :મા ને પ્રાર્થના


છંદ:મંદાક્રાંતા /વર્ણ :17/યતિ:4,10
બંધારણ :મભનતતગાગા

છે ઊપેક્ષા અવિરતપણે કેમ જીવું કહેજે

બેચેની માં પરવશદશા કેમ ઝેલું કહેજે

ન આપે જો સુકુન મન તો ઝંખુ શું તે કહેજે

હૈયે કેવું ખળભળતું છે મૌન જાણે સહેજે

ઘોંઘાટો માં મન પરિસરે વ્યાપતી શાંતિ ક્યાં થી

વ્હાલાં સૌ કો' અનુસરણમાં એમનાં કૂટ સ્વાર્થો

છે ને વ્યાપ્યા જગતભરમાં એક જેવા રિવાજો

શી ચિંતા  છે ખુદ કુશળ ક્ષેમે જ ઠોકી વિચારો

સ્વાર્થો માં છે મશગુલ બધાં વાંક કોનો સમજો

નૈ કોઇ એ ચહુ ગમ મને થાબડીને સુવાડ્યો

વ્હાલાં તો યે તરકટ કરી  શેં મને તેં સતાવ્યો

આવી રીતે સ્થિતિ અવળી સાવ કેવી બિચારી

સંભાળો હો જગતજનની આવતો તુજ ખોળે.

છોડી ઝંઝા વિકટ જગની આવું તારા સહારે
(c) #Archayit અર્ચિતા દીપક પંડયા

મંદાક્રાન્તા

છંદ:મંદાક્રાંતા /વર્ણ :17/યતિ:4,10
બંધારણ :મભનતતગાગા

ઢાળ: રે પંખીડા

તેની સાથે ન દુશ્મન થવું રાસ આવ્યું ન દોસ્તી

કેવાં કેવાં અનુબન્ધ લઈ લોક ભેગાં થયા'તાં

કેમે ટાળું મન વચનથી આકરાં એ દર્દોને

ઋણો મારાં કરવત થઈ કાપતાં ક્રૂર હાથે

આવી ક્ષણો દિલ ઉપર તો ચાલતી કાપતી'તી

જીવીશું છો મરણલગની ફીકરો ફાળવીતી

હાહાકારો મનવિલપતાં ઠંડકે ક્યાં રહેતાં

આવે ટાણે બળબળથતી લાગણીઓ સહેતાં

ત્રાસો તાપો કરુ વિવરણો વાંક ના કોઇ લાગ્યો

સંજોગો જો વિકટ મળતાં ભાગ્ય ના સાથ દેતાં

સીધીસાદી પરિસ્થિતિમાં ત્રાસ સ્હેવાં પડે છે

મૂંગે મોઢે જગતભરમાં જીવતાં મૂરઝાતાં

ક્ષમા આપી સરલ હ્રદયે જીવતાં શીખવાડ્યું

છોડી બધાં અવગુણ અને શાંતિ હૈયે કરાવી
(c) #Archayit અર્ચિતા દીપક પંડ્યા

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ

પોષાય?

રડવું અગર ચાહે દિલ ખોલી કોઈ

      પણ અશ્રુ પોષાય નહીં

અહેસાસ જ ખાસ છે જિંદગીમાં

       થાય પ્રગટ પોષાય નહીં

પ્રેમ બાંધે છે પરસ્પર કાચા પાશથી

      છૂટી જવું પોષાય નહીં

સ્વતંત્રતા મળે જોઇએ તો આ જગમાં

      છીનવીને મેળવો પોષાય નહીં

સંવેદનો સંકોરીને લઇએ બધાં પણ

       વિના જળે માછલી, પોષાય નહીં

આવકારો ઉંબર આપે ઘેલો ભલે

        ઠેસ વાગે ત્યાં પોષાય નહીં

વિતક ઘણી લાંબી જ હોય ભલે

        વર્ણન બે પંક્તિમાં પોષાય નહીં

ન જન્મેલી દીકરી તરફથી

નસ નસમાં રક્ત તારૂં જ,મા!સીંચાયું છે!

કીધું પોષણ તારા જ અણુ અને જનીને

છું તારો જ પિંડ, શક્તિ બની આવું જગે

ના રાખ શરમ કે દીકરી થઈ જન્મું ખોળે

દીકરા તારા હીરા, તો જાણજે આ રતનને

નામના અપાવવાની ત્રેવડ આપી છે અમને

સમજ ને સોજ, મારી ખપ લાગશે ખરે!

નહી આવું તો તારો વંશ કેમ કરીનેવધશે?
                અર્ચિતા દીપક પંડ્યા

ધ્રુવલભાઈ માટે .......હિન્દી

बुलंदियों ने हमें आवाज़ दी है

कबसे शोर  मचाती है उम्मीदें

तदबीरसे बदल दे तू तकदीरें

हर जीत हो हांसिल है ये मनसूबे!!!!!

સ્મરણો

સ્મરણો છે વલય જીવનનાં

                  જેવા કે ગ્રહ શનિનાં

ઘરેણું બની શોભા વધારતાં

                  ને બેડી બની વીંટાતા

ના ખુદથી અલગ  એ રહેતાં

                   ન તો ખુદમાં સમાતા

મીઠાશ ઘોળીને પીગળાવતાં

                   તો ક'દિ મોં ભાંગતા

છેક નજીક ઘૂમતાં મનપટલે

                    ભેજ ભર્યાં મેઘ શાં

સંકોરું મને ને મને ઘેરતાં

                  જીવનનું ધન ને શોભા

પ્રેમ માં એવું

આંખ મારી શોધી રહી છે
            કોને અહીં અજાણી જગ્યાએ?
પરિચિત ભણકારો આવીને
             કોલાહલોમાં મને જગાડે છે!

તમે મળ્યાં છો ત્યારથી બીજે
             જીવ ક્યાં કોઈ વાતે લાગે છે?
નવી શરૂઆતે મન આપના
              વિચારથી જ તો અટકે છે!

કઈ બોલી છે આપણી વચ્ચે
           લખાણ એમાં ક્યાં થાય છે?
ને બોલીએ વેણ એ પહેલાંથી
          તો આંખો વરતી જાય છે!

વાત હો અગર પ્રેમની તો
           અંતર ક્યાં જરાય નડે છે?
યાદ આવી જતાં જ કોઈની
            સ્નેહની સરવાણી ફૂટે છે!
(c) #Archayit અર્ચિતા દીપક પંડયા

જાનુ માટે

જાનુ માટે

આવી છે આપણે આજે મંગળ ઘડી

મંગળ વરસે છે અહીં ચારે કોરથી

ઈશ્વરે આપી ખુશી બમણી કરી

ધન રાણી થઈ શોભે છે દીકરી

સોળે શણગારથી લાગે સોહામણી

અને શોભાવે બે કુળ સંસ્કારથી

સુવર્ણમય દિવસો આવ્યા  ભેટ થઈ

હરખે છે સમય પણ આજે ઊમંગથી

જીવનની અપ્રતિમ ભેટ યુગલે પામી

કુટુંબની શોભાવતી ને વધારે વંશાવળી

જમાઇને

અમારાં દીકરા જેવા કુંવરસાને પ્રેમથી અર્પણ.....

દીકરીનાં મન નો છે એ માણીગર

અમારો સૌનો  એક એવો રાજકુમાર

વહાલ નીતરે આંખે જુઓ પળવાર

મસ્તી મોજના ઘોડે હરદમ અસવાર

મીઠાશ જીભે અને હાસ્ય શણગાર

આંખ ઠરે જો જોઈએ એને ઘડી વાર

જુગ જુગ જીવો અને ફેલાવો ઉજાસ

સિદ્ધિ રિદ્ધિ રહે આનંદો હૈયાની આશ
                    અર્ચિતા દીપક

બીક

છે રસ્તો ખાલી
                 ત્યાં એક પગલાંની બીક
સૂમસામ ક્ષણો વહે
                 ત્યાં ભણકારાની બીક
કોલાહલો ખેંચે ચોગમ
                 ત્યાં આવકારાની બીક
લોહી અટકે વહેતું
                 ત્યાં ધબકારાની બીક
વિચાર ઊડે ઘમસાણે
                 ત્યાં થડકારાની બીક
ઝખમ જો હોય ઊંડો
                 ત્યાં લબકારાની બીક
નજર ચૂકવે નજરને
                  ત્યાં પલકારાની બીક
આંખમાં છે જો શરમ
                  ત્યાં ઉપરવાળાની બીક
લાગણી વહે અસમજણમાં
                   ત્યાં ઉદ્ ગારની બીક
(c) #Archayit અર્ચિતા દીપક પંડ્યા

ભંભેરણી

કાન ભરવાની કૈકેયીને ટેવ

       તો રામને મળ્યો વનવાસ

કાન ભરવાની શૂર્પણખાને ટેવ

           તો રાવણની જાગી વૃત્તિ

વૃત્તિએ ભંભેર્યા કાન મરીચના

          ને વાર્તા બની સોનમૃગની

કાન ભર્યા સીતાએ લક્ષ્મણના

          તો થયું ખુદનું હરણ

કાન ભર્યા એક ધોબીએ તો

         લવ કુશનો થયો જંગલમાં જનમ

કાનમાં ભર્યું લવ કુશને  
           
               વાલ્મીકિએ ચરિત્ર રામનું   

      તો એથી સર્જાયું રામાયણ

ને રામાયણે સર્જ્યા પુરુષોત્તમ!

કાન ભરવાનાં નાના કામ ભલે

      તેનાથી તો  રામ થયા મહાન!