Sunday, 21 July 2019

શિખંડી

ટાસ્ક :૧
મહાભારતના સ્ત્રી પાત્ર પર પદ્ય
નામ:અર્ચિતા દીપક પંડ્યા
શહેર:અમદાવાદ
તારીખ:૧૨/૦૭/૨૦૧૯
રચયિતા : અર્ચિતા દીપક પંડ્યા

શિખંડી

ન માનશો
મને અબળા કે
અતિઆત્મવિશ્વાસમાં
રાચતો પુરુષ!

હું છું
મારા અસ્તિત્વ માટે
લડનાર વીર વ્યક્તિ!
સ્મરણ રહે....
વ્યક્તિ એ વ્યક્તિ છે!
નહીં કે સ્ત્રી કે પુરુષ!
વ્યક્તિ આખર શક્તિ છે!

આત્મસન્માન માટે
હું કોઈ પણ લઉં સ્વરૂપ!
હાર મળે  કે જીત મળે
નથી ઈજારામાં કોઈ સ્વરુપ!

સ્ત્રી શતરુપા શક્તિ અને પુરુષ
સૌષ્ઠવનો ખજાનો છે.
અંતે તો બંને
એક ઈશ્વરના સંતાનો છે!

એક જન્મનું અપમાન
કરે ક્રોધ વેરનું અવધાન
પ્રભુ મને આપે આત્મસન્માન
મળે એવું વરદાન!

અંબાની અવગણના
દ્રુપદ પુત્ર (કે પુત્રી)
શિખંડી જન્મ કરાવે,
નાજુક શરીરને યોદ્ધો બનાવે
પુરુષત્વ કાજે સ્થૂણા મદદે આવે
છે સન્માન અને સિદ્ધિ
કોઈ જાતિના મોહતાજ?

શિખંડી હરહાલમાં
ઈતિહાસમાં નામ ગજાવે!
જય હો
વીરતા વ્યક્તિની!
જય હો મનોબળ
વ્યક્તિનું!

શિખંડી, તું ઉદાહરણ,
તું મનોબળ રુપ,
તું જ સંધાન સિદ્ધિનું!

©અર્ચિતા દીપક પંડ્યા

મારામાં

મારામાં

મારામાં છે
ખળભળાટ,
ક્રોધ છે, નારાજગી છે,
ઈર્ષ્યા છે, કટુતા છે...

પણ મને એવી જ
સમજણ આપજે...
એ બધું નીવારવા પણ
હું અને હું પોતે જ છું...

અનેક ઉદ્વેગ મારી જોડે છે;
પણ હું શાંતિ જ ચાહું છું.
એટલે હું પ્રેમને અળગો
નથી કરી શકતી...
અને એટલે જ હું
ઈશ્વરની નજીક હોઉં છું!
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 18 July 2019

તું અને હું

તું અને હું

તું અને હું
હોઈએ છીએ ત્યારે,
સ્વરૂપથી પણ પર;
જ્યારે હોઈએ છીએ
પ્રેમમાં ઓતપ્રોત!
ત્યારે ક્યાં પડી છે,
મારી ગોરી ચામડીની?
કે
તારા આકર્ષક દેખાવની?
તું પ્રેમ કરે છે મને,
એટલે હું, હું છું..
અને મારા પ્રેમથી જ તો,
તું, તું છે..
એકબીજાના આપણે
એટલે
આપણી એકબીજાને સલામ!
©અર્ચિતા દીપક પંડ્યા

Saturday, 13 July 2019

ગૂંથણી

મારું
ફાંફાં
જીવનની
ગૂંથણીમાં
છે
કરોળિયાનું
જાળું કે શું?
ન છૂટાય..
ન આગળ વધાય..
અને હું તો
સતત
ચાલ્યા જ કરું છું..
નિશદિન
કોઈ ખોજમાં...
હું પણ
કરોળિયો જ ને?
ભોંય ભલે પછડાઉં..
કર્મઠ થઈ
ચાલ્યો જાઉં...
©અર્ચિયત

Friday, 12 July 2019

ઈ પાણો નઈ દેવતા સ

થોડું'ક તો રુંગુ
તને ય
આવ્યું હશે ને
મારા વ્હાલા!
કે રાધા વિરહ
ચ્યમ જીરવાશે?
ને ગોકુળિયા વિના
ચ્યમ ગમશે?

પણ તે દિ' નો પથરા  જ્યવો
થઈ જ્યો
તીં તન..
હવ આદત પડી જઈ
લાગે હવે પાણો થઈ જ્યો હાચોહાચ!

પૂતળું હું બની જ્યું તારું
તીં તન એમ જ
કે મારે તો પથરો જ રે' વાનુ!

હવે હમજ
વાજું વણસે એ પેલ્લા
તું
તમતારે
માણહ તો તો નઈ થઈ હકે
હવ
તું દેવ થઈ જા..!
પાણાનો નઈં..
હાચોહાચ!
©અર્ચિતા દીપક પંડ્યા