Friday, 16 November 2018

પ્રેમ


પ્રેમ

પ્રેમ કરવો તો પરાકાષ્ઠાથી
નહીં તો પ્રેમ શું કામનો?
માપી તોલી જોખીને
પ્રેમ ક્યાં થાય છે?

મઝાની વાત એ છે કે
એ સુંદર અભિવ્યક્તિ છે
એટલી જ જીવનની રીત બની જાય છે!
ખુદ જીવન જ બની જાય છે!

એ મજબૂરી ન રહેતા
તાકાત બની જાય છે
જ્યારે આપણે એને શાશ્વત સ્વરુપે
ઓળખીએ છીએ

અને એટલે જ મનુષ્યને
કરાતો પ્રેમ
એની પોતાની તાકાતથી જ
આપણને ઈશ્વરની નજીક લઇ જાય છે!!!
©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 2 November 2018

તું(અંતરના ઓરડેથી) ઊમાબેને આપેલ શીર્ષક

તું આવી જ જાય છે!
દસ્તક આપ્યા વગર
હ્રદયના દ્વારથી
વારંવાર...

લાગે છે કે
અંત આવી ગયો
એ લગાતાર  પ્રતીક્ષાનો
અને અનુભવનું સામ્રાજ્ય...

મને મારામાં જ ઓગાળી
જાણે નવા બીબામાં ઢાળું છું
તારી સુગંધ ઊમેરીને
નવતર આપણે જાણે!...

ડર લાગે કે તું જતો ન રહે!
પણ ખરું કહું કે
જ્યારે હું વિચલિત થાઉં
ત્યારે જ તું નથી!!!!!...

બાકી તું છે અહીં જ
મારા અસ્તિત્વ સાથે
પ્રાણ બનીને સંગાથે
ઈચ્છું અનુભવું શ્વાસે શ્વાસે...
©અર્ચિતા દીપક પંડ્યા

Saturday, 27 October 2018

તારા સુધી *

તારા સુધી

ડગર જે ખુદ લઈ જાય મને  તારા સુધી,
આપોઆપ કદમ  જાય એ પંથ સુધી..

આજ લગી જીવ્યા મારામાં ને મારામાં
હવે બાંધવાની છે  ગઠરિયાં અંત સુધી

હતી ખામોશી ખૂબ વજનદાર વર્તનમાં
મૂરઝાશે લાગણી  પળ પળમાં તંત સુધી

સંતાન બધાં તારા તો છે આ દુનિયામાં
ફરક કેમ તો પછી શેતાનથી  સંત સુધી?

સ્પર્શ ન મળે પણ વિદ્યમાન તું દુનિયામાં
અદ્રશ્ય કેમ બનવું ગમે, તને  અનંત સુધી?
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 18 October 2018

મિલન*

મિલન

એકદમ સતર્ક  થઈ જાઉં છું
ચેતનવંત બની જાઉં છું
ઇન્દ્રિયોથી તરવરાટ અનુભવું છું;

જ્યારે તું સ્મરણમાં હોય છે,

મારી નસોમાં ગરમી અનુભવાય છે
મારી આંગળીઓને તારો સ્પર્શ ગમે છે
હું તારી વધુ નજીક આવવા  તડપું છું

જ્યારે હું-તું સાંનિધ્યમાં હોઈએ છીએ,

મારા હાથ આપોઆપ તારા ગળે વીંટાઈ જાય છે
મારા ઓષ્ઠ આપોઆપ તારા ઓષ્ઠ તરફ વળે છે
મારું હ્રદય તારી નજીક જ ધબકે છે

અને મારું મન શાતાનો અનુભવ કરે છે
મારા તનનો તલવલાટ પણ માત્ર આપણાં સાયુજ્યથી
શમી જાય છે!!!
તારી હાજરી મને વજૂદ આપે છે
તારા દ્વારા હું વધુ જોશપૂર્વક જીવવા ઉત્સાહિત
બની જાઉં છું....

આ પ્રેમ છે જે તલવલાટ શમાવી તરવરાટ આપે છે!!!!
શંકા છોડી શ્રદ્ધા આપે છે,
વિવાદ છોડી વિશ્વાસ આપે છે,
બંધન છોડી પાંખો આપે છે...
સાથે આકાશ પણ આપે છે...

પ્રેમ જીવન આપે છે
પ્રેમ મોતમાં પણ મુક્તિ આપે છે
બંધનમાં હળવાશ આપે છે
દૂરતામાં પણ નજદીકી આપે છે!!!!!
પ્રેમ પ્રેમ છે જે બધું લઈ લે છે
પણ
પણ ખરેખર તો
પ્રેમ પ્રેમ છે એ બધું જ આપે પણ છે!!!!!
      ©અર્ચિતા દીપક પંડ્યા

ભાવના*

એક જૂની યાદગીરી

જેમાં દિવસ કે રાતની નથી કોઇ બાદબાકી,
જિંદગી એટલે જાણે અનોખી પ્રીત આપણી!
વિચારું તો  રોજે રોજ થાય કે હળવે હળવે
મારા જ ખોળિયામાં હું શ્વાસ તારા લેતી.….

તો પછી 'તું  જ સ્પેશ્યલ'  એમ કહેવું  જરૂરી નથી!

ક્યારેક સ્પંદન મારા તો વિચાર તારો
ને ક્યારેક ઇચ્છા તારી તો અમલ મારો
વણકહ્યે પ્રતિદિન જીવ્યા નજરની સમજથી
વણકહ્યે પણ સાંકળતા સદા જીવનની દોરી.....

તો પછી 'તું  જ સ્પેશ્યલ'  એમ કહેવું  જરૂરી નથી!

જન્મ જન્માંતરની  સમજ હજૂ પાકી નથી
રહીશું કેટલું સાથે, એ પણ ખ્યાલ નથી!
પણ સાથે જીવ્યા છીએ એવા સંયોગ લઈ
યાદ માત્ર તું, પળ, વિપળ કે યુગ કશું યાદ નથી

તો પછી 'તું  જ સ્પેશ્યલ'  એમ કહેવું  જરૂરી નથી!

                            ભાવના ફાર્મ, દશાડા.

Sunday, 14 October 2018

Piyu

પિયુ - પરમેશ્વર

કોઈ વાર લોહી ફેરવતી નસોમાં
ઝેર ફેલાય એમ જ
તારું નામ...

(અનુભૂતિ મારક છે જ, 'હું' ને ભેદી,
'આપણે' બનાવે છે!)

તારું નામ...

હા,તારું નામ ફેલાઈ જાય છે!
મને, મારી અંદર, મારામાં..

તને પ્રસરતો અનુભવું  છું!

અને એટલે હું પણ થોડી...
વ્યાપ્ત થવાનો યત્ન કરું છું
કે મને પણ ' વ્યાપક' મળે...

તારા સ્વરુપે...

જિંદગી એ જ દ્રષ્ટિએ જોઉં
અને તને સતત આત્મસાત્ કરું
એવી જ ઝંખના!
©અર્ચિતા દીપક પંડ્યા

સંદર્ભમાં*

                       સંદર્ભમાં

'સમય' એવા સંદર્ભમાં
'એની પાસે હશે કે નહીં?'

'ખુશી' એવા સંદર્ભમાં
'એને મળી હશે કે નહીં?'

'પસંદગી' પણ એવા જ સંદર્ભમાં
'એને ગમી હશે કે નહીં?'

'પ્રવૃત્તિ' એવા સંદર્ભમાં
'એને નડી હશે તો નહીં?'

'નિવૃત્તિ' એવા સંદર્ભમાં
'પ્રવૃત્તિથી થાક્યા હશે કે નહીં...'

'જીવન' એવા સંદર્ભમાં છે કે
કશું હશે કે નહીં, એમ નહીં...

'હું પ્રેમ કરું છું, એટલે હું આમ છું'
અને એટલે જ મારું જીવન આમ છે! ....
            ©અર્ચિતા દીપક પંડ્યા

પિયુ-પરમેશ્વર

કોઈ વાર લોહી ફેરવતી નસોમાં
ઝેર ફેલાય એમ જ
તારું નામ...
હા,તારું નામ ફેલાય જાય છે!
મને, મારી અંદર, મારામાં..
તું, પ્રસરતો અનુભવાય છે!
અને એટલે હું પણ થોડી...
વ્યાપ્ત થવાનો યત્ન કરું છું
કે મને પણ વ્યાપક મળે...
તારા સ્વરુપે...
જિંદગી એ જ દ્રષ્ટિએ જોઉં
અને તને સતત આત્મસાત્ કરું
એવી જ ઝંખના!
©અર્ચિતા દીપક પંડ્યા

મિલન

મિલન

એકદમ સતર્ક  થઈ જાઉં છું
ચેતનવંત બની જાઉં છું
ઇન્દ્રિયોથી તરવરાટ અનુભવું છું;

જ્યારે તું સ્મરણમાં હોય છે,

મારી નસોમાં ગરમી અનુભવાય છે
મારી આંગળીઓને તારો સ્પર્શ ગમે છે
હું તારી વધુ નજીક આવવા  તડપું છું

જ્યારે હું-તું સાંનિધ્યમાં હોઈએ છીએ,

મારા હાથ આપોઆપ તારા ગળે વીંટાઈ જાય છે
મારા ઓષ્ઠ આપોઆપ તારા ઓષ્ઠ તરફ વળે છે
મારું હ્રદય તારી નજીક જ ધબકે છે

અને મારું મન શાતાનો અનુભવ કરે છે
મારા તનનો તલવલાટ પણ માત્ર તારા સાયુજ્યથી
શમી જાય છે!!!
તારી હાજરી મને વજૂદ આપે છે
તારા દ્વારા હું વધુ જોશપૂર્વક જીવવા ઉત્સાહિત
બની જાઉં છું....

આ પ્રેમ છે જે તલવલાટ શમાવી તરવરાટ આપે છે!!!!
શંકા છોડી શ્રદ્ધા આપે છે,
વિવાદ છોડી વિશ્વાસ આપે છે,
બંધન છોડી પાંખો આપે છે...
સાથે આકાશ પણ આપે છે...

પ્રેમ જીવન આપે છે
પ્રેમ મોતમાં પણ મુક્તિ આપે છે
બંધનમાં હળવાશ આપે છે
દૂરતામાં પણ નજદીકી આપે છે!!!!!
પ્રેમ પ્રેમ છે જે બધું લઈ લે છે
પણ
પણ ખરેખર તો
પ્રેમ પ્રેમ છે એ બધું જ આપે પણ છે!!!!!
      ©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 21 September 2018

તું જ કહે


તું જ કહે!

તું આવે  તો, કહે, કોને આપું મહત્વ?
તને કે તારા તરફની મારી લાગણીને?

તારી યાદે જ તો ભૂલાવી દીધું છે કે
તું વધારે ગમે છે , કે તારી યાદ મને?

તારી વાતને હું ન માનું  કેમ કરીને ?
કહે કે નકારું કેમ,મારા દિલની વાતને ?

તારું આવવું જો થયું કાયમી રહેઠાણ
હવે કહે તું,કેમ કરીને બદલું હું મકાન?

રોજ સ્વપ્ન જોઉં એ જ સાચું લાગે!
હવે જો તું આવે તો કદાચ અડવું લાગે!
         ©અર્ચિતા દીપક પંડ્યા


Friday, 14 September 2018

Prarthna


પ્રાર્થના

મેં જ માંગ્યું હતું
વારે વારે
વારંવાર
પ્રાર્થના સ્વરુપે

એને સૌંદર્ય આપજે
હ્રદય અને મનનું પણ
જેથી સુંદર માર્ગ તરફ
એ આપોઆપ ખેંચાય....

મેં એની પાંખમાં મજબૂતાઈ માંગી
જેથી એના અનન્ય અને કઠિન રસ્તા
એને ડગમગાવી ન દે
હંફાવી ન દે....

મેં એની તેજ દ્રષ્ટિ માટે
પણ વિનવણી કરી
જેથી ભૂત, ભવિષ્ય અને
વર્તમાન માટેના નિર્ણયમાં 'દ્રષ્ટિ' મદદ કરે....

મારી મહત્વકાંક્ષાની ભૂલ સુધારીને
હવે....,
હવે.....
ખાસ પ્રાર્થના કે....
આ બધી શક્તિ સાથે
'સહાનુભૂતિ ' નો ગુણ ચૂકાય નહી!
          ©અર્ચિતા દીપક પંડ્યા

મારાં

મારાં

વેગળી કરી એકવાર
હર એક ઈંટો અને ભીંતો
જેની જોડે સમજણ આવી
ત્યારથી કરતી'તી ગોષ્ઠી

કોઈક આંસુને લીંપણ
ગળી ગયું હતું અને
કોઈ જીદને છતે
ટાંગી દીધી  હતી

ઝાંઝરીથી પાયલ,ને પછી તોડા
તોડા કે પછી હતાં.....?
બેડી હતાં જુવાનીનાં ઘરેણાં?
કેદ હતી મારી જ ભ્રમણાંમાં!

કંકુનો શણગાર, મહેંદીયાળી આશા
ઘરચોળે મઢ્યાં સપના નવા
વીંછીયાઓએ તો  સમજાવ્યા માપ;
નવા ઘર, સાસરિયાના

ચૂડી વીંટી ને વીંછીયા, બધાં ય ઘસાયા
દિવસરાત વરસો થઈ વીત્યા
વાળની લટે વસી થોડી ચાંદી
તો ય ઉંબરાં પોતીકાં ન બન્યાં

વડીલોના ખોંખારા ઓઝલ થ્યાં
પગલીના પાડનાર મોટા થ્યાં
વળી અસમંજસ નારીના મનમાં થ્યાં
હું થઈ સૌની, કેમ ન સૌ મારા થ્યાં?
         ©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 11 September 2018

Andharu

અંધારું

દીવા જેવા અજવાળાને  એક હકીકત છે અંધારું ,
અજવાશ છોડ્યાનું  પરિણામ હોઈ શકે અંધારું!

અબોલા લઈને બેસી ગઈ છે લાગણી કોઈ ખૂણે
રડમસ થઈને ડૂસકાં ભરતું રહે છે કાળું અંધારું

ધીમી ગપશપ લઈને બેઠા રહ્યા અમે ચારેય પ્રહરે
વાત બે'ક ચોરીને ધીમું હસતું'ર્યું નટખટ અંધારું

ગળી ગઈ રજની ભેદ કેટલાં ને છાનીમાની રુએ
થઈ ગયો હોત ને હાહાકાર,જો ન હોત અંધારું!

ઊગતા સૂરજને જ તો પૂજે છે અહીં લોક બધે
એ કેમ કરી ઊગી શકે જો સર્યુ ન હોત અંધારું?
           ©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 20 August 2018

પ્રાણ*

પ્રાણ

આપે છે  એક લય અને સંવાદ ખુદ જે મને
અનુભવાય છે સદાય સાથ  ઈશ્વર  જ મને

શ્વાસે શ્વાસે વધે છે વય તનની, જિંદગી ઘટે
હર શ્વાસ શરીરને ઊજાળે છે,એની લય વડે

વસે જો પ્રાણ, તો  જ નાડી ને ખોળિયું ઝગે
મહાપ્રાણ! છે તમારો જ અંશ ,જે તનમાં વસે

હર જીવમાં વસ્યો શિવ અને કણમાં ઉર્જા મળે
બ્રહ્મ પોતે જ અનેક રૂપ લઈ આ જગમાં રહે

તત્ત્વ એક,ફ્ક્ત દીસે જૂદા,'એક' જે નામ જૂદા ગ્રહે
એક અંડ અનેક રૂપ લઈ જગમાં વિચર્યા કરે

ૐ કાર નાદબ્રહ્મ ઉર્જા સકળ સૃષ્ટિએ પ્રગટે
પ્રાણ સ્થાપ્યા જ્યાં હર રૂદિયે ઈશ હાજર દીસે

તન એક ને એક દિવસ જો રાખમાં મળી જશે
નવું ખોળિયું ને એ જ પ્રાણની શિક્ષા ગ્રહી જશે

પ્રાણ છે પરમેશ્વર જગમાં એના વિના શૂન્ય બને
ન દીસે જગમાં ક્યાં યે તો ય એની હાજરી મળે
      ©અર્ચિતા દીપક પંડ્યા


પ્રયોજન

             
                 પ્રયોજન

ક્ષિતિજથી થોડે દૂર
સંધ્યાકાળથી થોડા જ વહેલા
સૂરજ આખા આકાશને
પીરોજી રંગથી રંગવા
મથતો હોય
અને આકાશની વાદળીઓ
ખીલખીલાટ હસતી
શરમાતી, ઈતરાતી,
ખુશીથી છલકાતી
અને રંગાવાનો ભય પામતી
અને એ જ ભય,
એના મોં ને લાલિમાથી
રંગી દેતો હોય
એવે ટાણે....

તારા પ્રેમનો રંગ લઈ
તું મારી કને આવજે!

કારણ એવે ટાણે
આખી સૃષ્ટિ પ્રેમના
અદ્ભૂત રંગે રંગાયેલી હોય છે,

આપણે પણ એકમેકમાં ભળી
પ્રેમને શરણાગત થઈ જઈએ!
અને આપણી દુનિયાને સર કરી લઈએ!
   ©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 8 August 2018

ચાલો આજથી જ

    ચાલો આજથી જ!

આપવી હોય તો આપીએ પ્રેરણા
      એવું જીવતર જીવીએ
અને વહેંચવો હોય તો તો પ્રેમ
       બસ, આપીને નીખરીએ

લેવી હોય તો લઈએ શીખ
         નવતર કંઈક શીખીએ
છોડવો હોય તો છોડીએ અહમ્
        ખુદને સાફ રાખીએ

દૂર રાખવો હોય તો ક્રોધને
        શાંત રહેતા હવે શીખીએ
ધારણ કરવી હોય તો ક્ષમા
         નિજને થોડું ઊજાળીએ.
    ©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 7 August 2018

દરિયો અને હું


દરિયો અને હું

નિઃશબ્દ થઈ હું રોળાઈ જઉં છું,
                 તટ પરની રેતી થઈ
તારી લાગણી મને તાણી દે છે,
                 દરિયાનું મોજું થઈ.

કરી ભીનાં જીરવો છો તટ લગી
              કરી તમે થોડી દિલ્લગી
કોઈ અસમજણમાં વાત વધી
         તો લગાવ ખેંચે તળ લગી

ઘૂઘવાટ કરી બોલાવે જળ લગી
          તારા ઊંડાણને ય ઝાંખું જરી
દરિયા દિલ છું તું,હું પણ કમ નથી
           માપીશ હું કિનારો કણકણથી
             ©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 1 August 2018

બારી છોડ!

બારી છોડ!

કશું આપ્યું તને એણે આજ લગી?
હવે તું છોડ, આ બારી!
શું આપશે તને એ?
સપનાં આંખોમાં ?
ભ્રમણા મનમાં?
રોજેરોજ ભરમાવશે,
ને દઈ જશે હાથતાળી
તું છોડ આવી બારી!

બારી મોટો ભ્રમ છે!
કેદ ન હોવાનો વહેમ છે!
આંખો જુએ છે એમાંથી રોજ
ખુલ્લાં આકાશમાં ઊગતી મોજ,
ક્યાં ખબર કે એની પણ લણણી થાય છે!
ઊભા પાકની જેમ એની પણ કાપણી થાય છે!

સણસણતું તીર કોઈ વાઢી જશે,
હવામાં વહેતી ખબર ચાતરી જાશે!

જ્યારે,
ખબર આવશે કે બારી નહીં
પણ તું હવે દરવાજા શોધ
તારી હયાતિના ઊગે મોલ
એવા ખેતરો શોધ....
નહીં તો
ઊગાડ એક પાંખ ઉર્જા વાળી
અને છોડ પથરાળી ભૂમિ

તારે જાવું ઊગમણે દેશ રૂડાં
કર સંધાન હવે તું અવનવા!
©અર્ચિતા દીપક પંડ્યા

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

આભાર તારો
સોશિયલ મીડિયા!
ઘરથી દૂર ભાગે એ યુવાનોની
ભાળ આપે મીડિયા !
જૂની બહેનપણી સાથે
મફતમાં વાતો કરાવે મીડિયા !
કંઈ જો લાવવું હો બજારમાંથી
દીકરાને મેસેજ કરો વાયા મીડિયા !
દીકરી પણ ફોન કરતાં
મેસેજ જ  કરે છે વાપરી મીડિયા !

જો ન હોત તો
આ ફોન અને સોશિયલ મીડિયા
સંપર્ક સૌ સાથે કેમ કરી રાખતાં ?
અને નવરાધૂપ અમે બે
ઘરમાં ને ઘરમાં
ઝઘડો ઓછો કેમ કરી કરતાં ?

ભક્તિ સૂઝે તો
ભગવાનનાં ફોટા જોઉં
અને ભજન માટે યુ ટ્યુબ જોઉં.
દીકરાના જન્મદિને
નવી નવી વાનગી જોઉં!
ઘણી મદદ કરી તેં સોશિયલ મીડિયા!

અને પાંચ કિલોમીટર
ચાલી નાંખતાં
ફવે પચીસ મિનિટ ચલાય છે,
એ અફસોસ દૂર કરવા
મોબાઈલ મચડ્યા કરતાં!
કહે, સોશિયલ મીડિયા તારા
આભાર માનું કેટલાં?
©અર્ચિતા દીપક પંડ્યા

આમ ન જો*

    આમ ન જો આંખમાં
              એ દરિયો દરિયો થઈ જાય છે!
     થઈ જાઉં હું અશબ્દ
                ને લાગણી દરિયો થઈ જાય છે!

    ઊંડે ઊંડે રુદિયાના તળે
                જાગી ગઈ છે મીઠી કેવી કસક,
     તરંગી ભરતી ઓટ ઘેલી ઘેલી
               ને સ્પંદન દરિયો થઈ જાય છે!

     ચાહવું'તું ભરપૂર કોઈને
             આયખાનું ઈંધણ જ છે ઈસક
      છે ફેલાયેલો હાથ,નજરમાં હામી
             ને મિજાજ દરિયો થઈ જાય છે!

      આમ ન જોઈશ આંખમાં તું હવે
      આંખ દરિયો દરિયો થઈ જાય છે!
         ©અર્ચિતા દીપક પંડ્યા

    
         

આ વરસાદને


આ વરસાદને

વરસાદને થયું કેમ વરસું?
હવે ડોળ આવડી ગયો છે,
આટલેથી જ ચાલે છે કામ,
મને ડોળ આવડી ગયો છે.

ક્યાં લગાડવું ખોટું કે સાચું
દરેક મનનું વાગે જૂદું વાજું
પ્રતિભાવ દબાવી દઉં છું હું
મને ડોળ આવડી ગયો છે.

કઈ ચાલ સાચી 'ને અવળી?
ઝાઝી કોણે ચિંતા અહીં કરી?
ચાલે પગ તો જ્યાં મળે કેડી
એને ડોળ આવડી ગયો છે.

નિયમો ન સંભળાવશો જરી
ચૂકાદાથી રહેજો જ દૂર વળી
મહોરું એક જ રહ્યું છે ચીપકી
હવે ડોળ આવડી ગયો છે.
©અર્ચિતા દીપક પંડ્યા


આ તે કેવો વરસાદ?*

આ તે કેવો વરસાદ?

ડોળ હોય તો ડહોળી નાખજે તું
સ્પષ્ટ  કહું વરસાદ આજે તને હું
પરિપક્વ ન હોય જો પ્રેમ તારો તો
ક'દિ  માંગીશ નહીં તારી પાસે  હું.....
                       ડોળ હોય તો...

મેઘ આડંબર કરે આકાશે ગરજીને
' ને વરસે તું ય વહેવાર સમજીને
આ સૂરજ પણ હાંસી ઊડાવે પછી
વાદળ આડેથી મલકી મલકીને......
                       ડોળ હોય તો...

લાગણી દબાવી દઈ રીત નિભાવી
આ ફિતરત કેવી તેં હવે  અપનાવી?
મન મોકળું કરી જરા ખેલી જો હોળી
ઉત્કટ પ્રેમથી ધરાને તું કર ભીની......
                          ડોળ હોય તો...

તને એમ કે કરગરી રડી પડીશ હું
આ ધરાને હજૂ ન ઓળખે છે તું
ખમ્યા છે કંઈક દરદ પથ્થર થઈ
હવે બાકી કઈ કસોટી કરે છે તું?......
                            ડોળ હોય તો...
©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 27 July 2018

જિંદગી તને હું ચાહું છું

જિંદગી દરિયા જેવી છે અને હું એનો કિનારો!
ભરતી- ઓટ બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!

જિંદગી મરુભૂમિ જેવી છે અને હું એની મરિચિકા!
હકીકત - આભાસ બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!

જિંદગી બરફ વર્ષા છે અને હું હિમાળી કંદરા!
શુષ્કતા- શીતળતા બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!

જિંદગી અડાબીડ જંગલ ને હું એની હરિયાળી!
ગીચતા-ગૂઢતા બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!

જિંદગી ઊંચેરું આભ ને હું એનું મેઘ ધનુષ!
મોસમ-મિજાજ બંનેને હું માણું છું
જિંદગી તને હું ચાહું છું!
      ©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 24 July 2018

આયનો

આયનો

ક્યારેક તો બતાવ
હું છું એ?

શોધ્યા પછી પણ
ન જડું એ?

મારા સ્મિત પાછળ
કારણ શોધ્યું તેં?
મને આનંદ જ ગમે
ખબર છે તને?

મારી આંખનું આંસુ તો
ઉદાસી, ગમગીની, નિરાશા
નો બફારો
હદબહાર થઈ જાય
ત્યારે વળી જતી વરાળનું
પાણી છે!

હું દુઃખ સમાવી લઉં એટલું
સુખ નથી સમાવી શકતી!

અને હું વ્યવસ્થિત તૈયાર થઈ
મારા જીવતરની કમીને
દૂર કરવા માથું છું!
ક્યારેક તો મારા રૂપ
અને શ્રૃંગારથી પર
છે એવું ઘણું છે
એ બતાવ!

આયનો હળવેથી બોલ્યો;
"મારું ઊંડાણ હજૂ ઓછું પડે છે,
    તને ન્યાય આપવા માટે!"
©અર્ચિતા દીપક પંડ્યા

Saturday, 21 July 2018

ધરતી

મોસમ મુજબ કરે શણગાર
          પુત્રી ધરતીને નૈસર્ગી મૈયા
અવનવી રીતે એનું ખીલે રૂપ
           અને ધરા જાણે સદા યૌવના.

ઉનાળે પીળી 'ને રતુંબલ ઓઢણી
          ગરમાળા ગુલમહોર મ્હોર્યા ફૂલથી
તપતી ધરતી જાણે નવયુવતી
           કરી શણગાર પિયુને રીઝવતી.

શિશિરની શીતળ લહેરખી વહેતી
          અવનવા ફૂલોની ભાત શોભતી
રંગ બેરંગી ચુંદડી ધરતી ઓઢતી
         અને રૂપ કેવું સુંદર સોહાવતી!

વર્ષા તો સહેલી પ્રિયા ધરતીની
        હેતે કરી વાતો એને ભીંજવતી
ખીલે હરિયાળી 'ને મોસમ હરખુડી
        અલંકારો,લીલી ચુંદડી ધરતી સજતી!

હો કોઈપણ ઋતુ અને કોઈપણ તિથિ
       ઉમંગે સજતી ધરતી સૌને પોષતી
નૈસર્ગીમાનાં  સંસ્કાર હંમેશા ઊજાળતી
      સૌંદર્યા ધરા વિના જિંદગી ન મળતી!
                 ©અર્ચિતા દીપક પંડ્યા

વરસીશ?


વરસીશ?

મારું
રાહ જોવું
કાગડોળે,
એકવાર વરસીશ
અનરાધાર મેઘ બનીને તું.
અને તારો પણ
સંયમ કહું કે વિતરાગ?
કે સમજણ પૂર્વકનો વિલંબ?
તેં રાહ જોઈ
અનુકૂળતાની,
શું સાચે?
પ્રતિકૂળતાની આડશે
તું મને તાવે તો નહિ કે?

એકવાર મન મળ્યાં છે
દિલ આપી દીધું છે
એક વેદીમાં પ્રજ્જ્વલે છે
સતત એક દેવતા યજ્ઞનો,
આપણાં પ્રેમનો;
તો પછી કંઈક શું છે નવું,
આપણાં બંનેની વચ્ચે?
©અર્ચિતા દીપક પંડ્યા

એક છત્રી નીચે *

  
         એક છત્રી નીચે

આપ્યો એણે હાથ, જિંદગીનો સાથ,
'ને પલળ્યાં બંને સાથે એક છત્રી નીચે....

વરસાદમાં વધી વાત, ખીલી માઝમ રાત,
બે રાહીને મળી મંઝિલ એક છત્રી નીચે...

કાલની ગુફતેગુ ,બની ગઈ  કોલ આજ,
છે જન્મારાનો સાથ હવે એક છત્રી નીચે...

હસે હોઠ ત્યારે, જ્યારે નજર મેળવે આંખ,
અહીં તું જ મારો ચાંદ આ એક છત્રી નીચે...

લાગે બધું સુંદર, તું જો કરે પ્રેમની કબૂલાત,
હવે બસ,આપણું આકાશ એક છત્રી નીચે...

વરસજે અનરાધાર, મોસમનો મલાજો જાણ
માણીએ માઝમ રાત, જો એક છત્રી નીચે..

તારી હોય તો ય, ફગાવીને આવ એક છત્રી નીચે
ચોમાસું શું?,હર મોસમે પલળવું એક છત્રી નીચે..
                         ©Archiyat

Sunday, 15 July 2018

Kash m kash*

કશ્મકશ

કરું વાત પોતાની પણ અળગી લાગે,
વિરમું હું જ્યાં, ત્યાં શરુઆત લાગે!

કરું સરેઆમ પ્રેમ તો દિલ્લગી લાગે,
હર દસ્તૂર મને, બહુ ફરજિયાત લાગે!

પેશ થઈ જઉં હું તો મને દિવાનગી લાગે,
પણ સાચે મને, તારી અસ્કયામત લાગે!

ખયાલોંમાં ભલે પણ તારી પેશગી લાગે,
રૂબરૂ થયા જાણે તારી મુલાકાત લાગે!

સૌથી અઝીઝ મને તારી અદાયગી લાગે,
જહેનમાં દુરસ્ત એવા ખયાલાત લાગે!
              ©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 12 July 2018

અછાંદસ

ત્રણ પેઢી

હરખે દાદી જ્યારે
ધીમા પગલે દાદા  આવી 
દાદીની બાજુમાં જાય બેસી
ખોંખારો કરી અવાજ
અમને સૌને ચમકાવે
અને દાદી હાથ લંબાવીને
દાદા તરફ ચંપી કરવા લાગે
ટીવી જોતું આખું ઘર
મુવી માણ્યા કરે
અને દાદા કેવા આનંદથી
નાનકડી ઉંઘ ખેંચી કાઢે
અને એ જોઈ દાદીનું
બોખું મોં પણ
મલકાટમાં દાંત કાઢે!
***.       ***.        ***
મુવી અડધું પત્યું નથી
ત્યાં બાપુ ટુરીંગથી પાછા આવે
ફરવાની નોકરીનો
કંટાળો જતાવે
ને મા ઊભી થઈ દોડી
નેપકીન આપે, પાણી આપે
હસતાં હસતાં
ગમતું મુવી છોડી
ભાવથી ભોજન પીરસે
બે કોળિયા જમ્યા પછી
બાપુ હર વાતમાં ખીલે!
***.     ***.        ***
અને સજન મારો ચટાકિયો
ને વળી હેલ્થ કોન્શિયસ
નોકરી કરી, જીમ જઈ
વાત કરે એ
ફોનમાં બહુ એન્ક્શિયસ!
"જાનુ! મોમે બહુ કેલરીવાળું
જમવાનું બનાવ્યું હશે!"
અને હું કહું પ્રેમથી
"ડોન્ટ વરી, ડીયર;
આપણાં માટે લૉ કૅલરી
ફૂડ મેં કર્યું છે અૉર્ડર!"

ભલે, વાર્તા છે સૌની જૂદી,
પણ
પ્રેમ અકબંધ છે પેઢી દર પેઢી!
©અર્ચિત દીપક પંડ્યા

નિયતિ

            

     નિયતિ

      કોઈ વાર
      હું
      ધરતીના પેટાળનો
      લાવા મારામાં
      સમાવ્યો હોય
      એવું અગન પંખી
       હોઉં છું,
       કોઈ વાર ઠંડકને
       સહજ કરી લીધી હોય
        એવી સિલ માછલી!
       કોઈ વાર ધરતી પરથી પણ
        આકાશને સમેટવા
        મથતી નાનકડી ચકલી!
        કોઈવાર આકાશ સર કરનાર,
         આકાશથી ચીલ ઝડપે
         ધરા પર
         શિકાર કરનાર
         સમડી!
       
         અનેક રૂપને
        નિભાવતી
         મારામાં જીવતી
         એક  સખશિયત
         નિયતિએ મંજૂર કરેલા
         ઉતાર ચડાવથી
         પસાર થઈ રહી છે.
         અને આત્મા એનું
         જન્મ જન્મના ફેરાનું
         જ્ઞાન એકત્ર કરી રહ્યો છે,
         ત્યારે
         ઈશ્વર પણ
         સમય માપી
         ઘડી જોઈ લે છે
          મિલન ના નિયત સમયની
          પ્રતીક્ષામાં!
          ©અર્ચિતા દીપક પંડ્યા
        

Tuesday, 10 July 2018

હું


   હું

પૂર આવી ગયા
પછી
વહી ગયેલું પાણી
અને જૂજ અવશેષો
ની જેમ જ
મારું વ્યક્તિત્વ
ઉંમરના બહાવ સાથે
બાળપણ, મુગ્ધાવસ્થા અને
યૌવન તણાઈ ગયું તો છે,
પણ અવશેષો માંથી
હું ફરી પાછી
મને સંકોરું છું.
ફિનિક્સ ની જેમ
ફરી ઉડું છું,
સૂર્ય રૂપી ધ્યેય
તરફ.
જીવન છે;
જ્યાં સુધી
મારા શ્વાસ
મારા અસ્તિત્વને
નિખારે છે.
© અર્ચિતા દીપક પંડ્યા

અમે હોઠ સીવી લીધા
તમે જાણ્યું કે
અમે બોલીએ જ નહીં;

અમે નજરઅંદાજ કર્યું ઘણું
તો તમે માન્યું કે
અમે જોઈ શકીએ જ નહિ;

અમે ઈચ્છ્યું જ નહીં બીજું
તો તમે માન્યું કે
અમે કશું  માંગીએ જ નહીં;

અમે પ્રેમ પણ માંગી ન શક્યા

તમે પણ માની લીધું
અમે તો ખુશ અને સાબૂત જ છીએ!

જરા નજાકતથી અડજો
આ પૂતળાને
અંદરથી એ ચૂર ચૂર છે!
અર્ચિતા દીપક પંડ્યા

Friday, 6 July 2018

પડે કે ન પડે

પડે કે ન પડે

એવું છે અહીં
વાતાવરણ
કે વરસાદ તો પડે
કે ન પડે
પણ , એ વિચાર પણ
સુખ આપે છે કે
વરસાદ પડવાનો છે!

આચાર પણ છે,
કાળા ડીબાંગ વાદળોની
આકાશમાં હાજરી છે,
પવન નહિવત્ છે,
ધરતી માંથી ઉઠતી વરાળ
જાણે હાથ લંબાવીને
મેઘને લલચાવી રહી છે
અને મેઘ પણ જાણે હમણાં
પાણી પાણી થઈ જશે
હૂંફાળા આલિંગન સામે!

સદીઓથી આ જ પરંપરા
છે વરસાદની કે પ્રેમની
છતાં એમાંથી જે
રોમાંચ ઉઠે છે,
એ એવો જ બરકરાર છે!
વરસાદ હાલ પડે કે ન પડે,
એ  ન આવે તો
પણ,
અને આવે તો પણ
રોમાંચ એનો એ જ છે!
© અર્ચિતા દીપક પંડયા

Wednesday, 4 July 2018

એનું એ જ

એનું એ જ

હું છું ,
એનો એ જ, હતો
અને એ પણ,
એની એ જ!
જેનાથી અમને
અપાર આકર્ષણ થતું,
જીવનની દોડને
ઉત્સાહભેર દોડવા
મન આતુર રહેતું,
એ જીવન પણ એનું એ જ!

છે એમનું એમ આજે
જે બધું ગઈ કાલે હતું!
સમય વહેણની માફક વહ્યો
આપણે પણ!
કેમ નહીં?
પણ છતાં
જ્યાં હું હતો ત્યાં હું નથી,
અને તું હતી ત્યાં તું નથી..
અથવા
મને લાગે છે,
જ્યાં હું છું, ત્યાં તો તું નથી જ!
બાકી બધું છે,
એનું એ જ!
©અર્ચિતા દીપક પંડ્યા

એનું એ જ હું છું , એનો એ જ, હતો અને એ પણ, એની એ જ! જેનાથી અમને અપાર આકર્ષણ થતું, જીવનની દોડને ઉત્સાહભેર દોડવા મન આતુર રહેતું, એ જીવન પણ એનું એ જ! છે એમનું એમ આજે જે બધું ગઈ કાલે હતું! સમય વહેણની માફક વહ્યો આપણે પણ! કેમ નહીં? પણ છતાં જ્યાં હું હતો ત્યાં હું નથી, અને તું હતી ત્યાં તું નથી.. અથવા મને લાગે છે, જ્યાં હું છું, ત્યાં તો તું નથી જ! બાકી બધું છે, એનું એ જ! ©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 3 July 2018

જીવન

જીવન

મારી ઉંમર
જેમ વધે
એમ મારા નામ સાથેનો
છેડો ફાટતો જાય છે!
ધીરે ધીરે
મારો લગાવ
મારી સાથે વધતો જવો
અને
મારી મહેતલ ઘટતી જવી,
બંને એક સાથે જ થાય છે!
જિંદગી વેતરી કાઢેલા તાકાની
જેમ હું તારી પાસે
નહીં લાવું....
મારે નકશીકામ કરવું છે એમાં,
જેમાં તેં આપેલ સદ્ ગુણો
વડે સુંદર ભાત પાડવી છે!
તેં આપ્યું એ અદ્ભૂત!
અને સજાવવું મારે પણ અદ્ભૂત!
©અર્ચિતા દીપક પંડ્યા

અભાવ

અભાવ

દરિયે ઉછરતી
માછલીને ક'દિ
ઉસ જેવા ખારા પાણીનો
અભાવ ન થજો!

રણમાં ઊગતા
થોરિયાને ક' દિ
ઊની ઊની લૂ માટે
અભાવ ન થજો!

બરફ નીચેની
સીલને ક'દિ
ઠંડા બરફની સફેદી પર
અભાવ ન થજો!

ગરમીમાં જામતાં
ગુલમહોરને ક' દિ
કોરી કડક ગરમીનો
અભાવ ન થજો!

વરસાદ પછી ખીલતા
મશરૂમને ક'દિ
હૂંફવતા બાફતા ભેજનો
અભાવ ન થજો!

કારણ એમનાં અસ્તિત્વનાં
એ જ બધાં  મૂળ છે;
અને એ જ જન્મદાતાનો
પ્રયાસ છે એમની ઉત્પતિનો!
જન્મ અસ્તિત્વ અને અંત
એને જ બધું આધિન!
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 2 July 2018

મજબૂર વર્ષા*

    
કેટલી મજબૂર જુઓ,આભે આ વર્ષા છે!
એમાં મરજી ચાલે સમીરની, એ પ્રથા છે!

ઝઝૂમો અંત લગી એ જ સૌની આશા છે,
મળે એ નસીબ, છતાં પ્રયત્નો ન વૃથા છે.

મન મળ્યે સ્વર્ગ, નહીં તો સંબંધ નામના છે
ટકે લાગણી અંત લગી તો ય એમાં વ્યથા છે

યથા ઉપદેશ હો, આચરણ જો તથા છે
તો જ વચન કંચન નહીં તો કથીર, કથા છે

તબિયતનું કરી દાન જે બસ, પૈસા પૂજે છે
કેમ ભૂલે એ કે અંતે ખપ માત્ર એક કંથા છે

©અર્ચિતા દીપક પંડ્યા