તને હતું કે
વરમાળાની જેમ
હું તને
ગળે વીંટાઈ જાઉં,
હું વીંટાઈ ગઈ..
આપણી ખુશી શોધવા.
તારી જીદ હતી
તારા ગરમ હોઠ
મારા હોઠ ઉપર મૂકી
આપણાં શ્વાસ
તારે એકાકાર
કરવા હતા
હું સહમત હતી
મારું દિલ તેં ચોરી લીધું હતું,
હવે રહી
બાકીના અસ્તિત્વની વાત...
હું અહલ્યા બની ગઈ છું.
એ સ્ત્રી રુપી પથ્થર
કે પથ્થર રુપી સ્ત્રી
કઈ રીતે જાગશે?
રામ આવશે?
રામના જ સ્વરૂપે?
મને નથી ખબર....
પણ રાહ જોવાની રીત
એની એ જ છે,
કારણ હું પણ પથ્થર જ છું...
©અહલ્યા
Sunday, 25 March 2018
Ahalya
Wednesday, 21 March 2018
Gazal ગરીમા 2
ગાલગા×4 લગા
લાગણી થી કશું કોઈને આપતા રહ્યા
એમને એમ તો તે બધું માપતા રહ્યા
માગણી સાથ જે ખૂબ તો કરગર્યા હતા
એમને બેદિલી થી તમે કાપતા રહ્યાં
પાછલી વાતને ફેરથી તો કહી ગયા
તે પછી વેદના ને વળી માપતા રહ્યા
વાટ જો ઝેલશે આગ ને કાલિમા સહે
દીવડાં લાલિમા રાખતાં તાપતાં રહ્યા
ચાલ તો ચાલવી જોઈએ આકરી હવે
હારવા એ જ મોકો તને આપતા રહ્યાં
Gazal garima
ગાલગા ×5
માનવી ના મને સોણલાં ઓરતી લાગણી
વેદના લાવતી તે છતાં મ્હોરતી લાગણી
કોઈના પ્રેમથી તે દિલે ઊગતી ફાલતી
આંખથી આંખમાં બોલતી ફોરતી લાગણી
છે હવે એષણા ઓ બધી એમના કાબુમાં
આમને આમ તો એ બધું ચોરતી લાગણી
તે છતાં જો મળે ના દશા હૂંફ ની તો વળી
તે બની ને છરી કાળજા કોરતી લાગણી
ને વહાલાં બધાં દૂરતા આપતાં તે સમે
આપદા ને સહી રાંક તે સોરતી લાગણી
અર્ચિતા દીપક પંડ્યા
Saturday, 17 March 2018
લગાગા ×4
લગાગા ×4
મિજાજે મિજાજે તફાવત જુદા છે
અહીંના કુચામાં કિફાયત જુદા છે
અહીં વાતનું જો વતેસર થયું તો
કહે છે બધાંનાં રવાયત જુદા છે
અમારા ઉદાસી ખયાલો સતાવે
થઈ ને પરાયા કનડગત જુદા છે
દિમાગે દિમાગે જુદેરા વિચારો
સહુના અહીંયા ખયાલાત જુદા છે
અમારા શહેરો ખમે છે વિરોધો
પળાય અહીં જે વિરાસત જુદા છે
અર્ચિતા દીપક પંડ્યા 17/03 /18
Friday, 16 March 2018
ગાલગા×4
ગાલગા×4
માનવે માનવે લાગણી છે જુદી
આશમાં સૌ કને માગણી છે જુદી
વિગતોને અહીં ચારણી ચાળશે
દિલની સૌ કને આંકણી છે જુદી
માનવે સ્હેજ આકારણી ગોઠવી
તૂટતાં બંધનો લાગણી છે જુદી
લોક લોકે મળી સારણી એટલી
પ્રિયપાત્ર તણી પૂરણી છે જુદી
એમ તો એમણે લાવણી નાચમાં
જીત લેવા કરી માંડણી છે જુદી
Friday, 9 March 2018
પ્રસિદ્ધિ
પ્રસિદ્ધિ
ધોમધખતા તડકામાં એક કબૂતર
તરફડતું હતું
એને ઉપાડી
કપડાની ગોદડી પર મૂક્યું
પણ એને પોતાને
ક્યાં ચેન છે?
અરે,એ હજૂ તરફડે છે
એને પોતાની સાથે જ ચેન નથી
એને લોહી નીકળે છે!
યમરાજના વાહન
પાસે માહિતી લઇ
ગરૂડરાજ
ત્યાં થઈ પસાર થયા
હસ્યાં
અને કહ્યું
એનો જીવલો જતો રહ્યો છે
એના જ અસ્તિત્વની
લડાઈમાં
પ્રસિદ્ધિની દવા
જરા જરા સૂંઘી ટકી રહ્યો છે!
©અર્ચિતા દીપક પંડ્યા
Sunday, 4 March 2018
Hindi
बेकरारी की एक हद गुज़ारदी हमने इस तरह
छटपटाये मछली पानी के बिना जिस तरह
वो न आये तो और तो बात नहीं होगी कोई
जान वैसे ही ले गए है वो यहांसे चले जा कर
अरमां उनको देखनेका इस तरह जले है दिलमे
पतंगे के लिए शमा तपिशसे छटपटाये है जैसे
बयां करे कैसे दिल का हाल आये दिन उनको
हररोज़ की ये एक सी दास्ताँ हम सुनाये कैसे
अर्चिता दीपक
સ્ત્રી, Happy women's Day
ઋજુ લાગે,
નાજુક લાગે,
પ્રેમથી પ્રીત વરસાવે પણ એ વાદળ નથી
અબળ લાગે,
સૌમ્ય લાગે
એનાં ગુણ શીતળતા આપે પણ એ જળ નથી મક્કમ લાગે,
ઉચ્ચતા છાજે
હૂંફ માટે અંક ઉત્તમ લાગે પણ એ નગ નથી
ઘેઘૂર એની છાયા લાગે,
મીઠાશ ફળે
આપે સર્વસ્વ જગને પણ એ વૃક્ષ નથી
કોયડો એનું વર્તન
પણ કોયડો નથી
ઈશ્વર જેવું વર્તન પણ ઈશ્વર નથી
તો ય હર દીવાની શગ છે
હર ઉજાસની આભા છે
પ્રેમથી રાંક અને ક્રોધથી પ્રચંડ છે
સૃષ્ટિ છે જેનાથી, શક્તિ એ છે.
ઈશ્વર જન્મ લે તો પણ એણે 'મા' કહેવું પડે છે
એ ' સ્ત્રી' છે.
©અર્ચિતા દીપક પંડ્યા Happy International women's Day in advance
Saturday, 3 March 2018
हिंदी, रूह से
उन्होंने पास आ कर
हमारी बिन्दीका ज़िक्र किया
लाल बिंदी सा रंग
फ़ैल गया तब हमारे गालों पे ...
घने बालोंका ज़िक्र किया
वो भी लहराये दुबारा
उस समय हमारे शानों पे
हमारी आँखका काजल ले के
टीका लगाया जब उन्होंने
शर्म से पानी पानी हुए हम
उन लम्हों में .....
फिर बात आई तो
गहनेकी , दुपट्टेकी
और हुस्न की भी
वो फ़िदा थे हुस्नपे
हम उनके फनपे
अच्छा हुआ
जल्द समझ आ गया
हमारी रूहको
कि
वो इन सब सामानसे
बेइन्तहा प्यार करते थे ......
अर्चिता दीपक