તને હતું કે
વરમાળાની જેમ
હું તને
ગળે વીંટાઈ જાઉં,
હું વીંટાઈ ગઈ..
આપણી ખુશી શોધવા.
તારી જીદ હતી
તારા ગરમ હોઠ
મારા હોઠ ઉપર મૂકી
આપણાં શ્વાસ
તારે એકાકાર
કરવા હતા
હું સહમત હતી
મારું દિલ તેં ચોરી લીધું હતું,
હવે રહી
બાકીના અસ્તિત્વની વાત...
હું અહલ્યા બની ગઈ છું.
એ સ્ત્રી રુપી પથ્થર
કે પથ્થર રુપી સ્ત્રી
કઈ રીતે જાગશે?
રામ આવશે?
રામના જ સ્વરૂપે?
મને નથી ખબર....
પણ રાહ જોવાની રીત
એની એ જ છે,
કારણ હું પણ પથ્થર જ છું...
©અહલ્યા
No comments:
Post a Comment