ઋજુ લાગે,
નાજુક લાગે,
પ્રેમથી પ્રીત વરસાવે પણ એ વાદળ નથી
અબળ લાગે,
સૌમ્ય લાગે
એનાં ગુણ શીતળતા આપે પણ એ જળ નથી મક્કમ લાગે,
ઉચ્ચતા છાજે
હૂંફ માટે અંક ઉત્તમ લાગે પણ એ નગ નથી
ઘેઘૂર એની છાયા લાગે,
મીઠાશ ફળે
આપે સર્વસ્વ જગને પણ એ વૃક્ષ નથી
કોયડો એનું વર્તન
પણ કોયડો નથી
ઈશ્વર જેવું વર્તન પણ ઈશ્વર નથી
તો ય હર દીવાની શગ છે
હર ઉજાસની આભા છે
પ્રેમથી રાંક અને ક્રોધથી પ્રચંડ છે
સૃષ્ટિ છે જેનાથી, શક્તિ એ છે.
ઈશ્વર જન્મ લે તો પણ એણે 'મા' કહેવું પડે છે
એ ' સ્ત્રી' છે.
©અર્ચિતા દીપક પંડ્યા Happy International women's Day in advance
No comments:
Post a Comment