અરે વાહ , વાત જો કેવી મઝાની થઇ ગઈ
મળે તો મિલન નહીતો યાદો સુહાની થઇ ગઈ !
દોસ્ત, ચાલ પણ કેવી મસ્તાની થઇ ગઈ
હોશમાં રહીને પણ જરા દીવાનગી થઇ ગઈ !
દાસ્તાન દિલની ભલે જરા પુરાની થઇ ગઈ
રેવાલ ચાલે વધતી એક રવાની થઇ ગઈ !
ઝખમો થોડા ખૂંચ્યા પણ કહાની થઇ ગઈ
શિક્ષા દિલને કેવી જુઓ સદાની થઇ ગઈ !
કહું છું જાહેરમાં પણ વાત તો ખાનગી થઇ ગઈ
પીડા અંતરંગ કેવી ખુદને સહેવાની થઇ ગઈ !
અર્ચિતા દીપક