નકારમાં
થયું એવું કે એકરાર થઈ ગયો નકારમાં
ચાહે બીજા કોઈને તું?,જવાબ નકારમાં.
વળતી સાંજે શું તું આવીશ મનમેળામાં?
દિલમાં હતી 'હા', દીધો જવાબ નકારમાં.
વીંટી ગૂમાવી એ રંજ ન હોત શકુંતલાને
પ્રેમી રાજાનો જવાબ ન હોત જો નકારમાં.
કોને હતી ખબર કે સાવ થશે અલગ?
મળી એ ક્ષણો તો વીતી બધી નકારમાં.
એમ તો બધું જ સીધું જ ચાલ્યું હતું
વાત અવળી પડી બસ એક નકારમાં.
કર્ણ પણ છંછેડાયો ન હોત સ્વયંવરમાં
એણે જીરવી ઉપેક્ષા હળાહળ નકારમાં.
હસવા હસવામાં હા ન કહી દેશો તમે
ઘણી વાર મહત્ત્વ ખરું હોય છે નકારમાં.
©અર્ચિતા દીપક પંડ્યા
શુભ પ્રભાત