કૃષ્ણ
તમે હ્રદયે બિરાજો છો,ત્યારે
હું ઘેરા તમસમાં પણ જ્ઞાનની આશા કરું છું.
તમે સ્મરણમાં હો છો,ત્યારે
હું રાધાની જેમ બધે તમને જોવા માંગુ છું.
તમે આંખમાં વસો છો, ત્યારે
હું તમારી જેમ જાણે અજાતશત્રુ બનું છું.
તમે મન પર વર્ચસ્વીન હો, ત્યારે
હું ક્રોધને સારા પ્રયોગ માટે વાપરી શકું છું.
તમે સમ્યક બની અંતરે આવો, ત્યારે
હું વિપત્તિમાં રણછોડ પણ બની શકું છું.
અને તમારી કૃપા દ્રષ્ટિને અનુભવું, ત્યારે
હું કુબ્જા મનને સુંદરી થતાં પણ ભાળું છું.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment