Monday, 5 August 2019

ભીના વરસાદમાં


       ભીના વરસાદમાં

ભીની સડક પર હું માંડુ ડગ, 'ને મન કેવું સોણલું સાધે
મારો  પિયુ આવ્યો લગોલગ મારી,મીઠું એવું સોણલું સાધે.

ભીનો વાયરો મરકતો વાંછટથી આંખ મારી હળવે કહેતો
જા રે પિયુના પાશમાં જરી તને  કેવાં સોનેરી સુખલાં સાધે

ઉમંગ ભરેલી કોઈ વાદળી વળી શ્યામ વરસે ભર ચોમાસે
એમ નીતરે નેહ કાળી આંખથી તુજ થી  મૈત્રકો સાધે

હસી હસીને ફૂલ બાગમાં થયા છે કેવાં પાણી પાણી વરસાદે
શરમ મારી લાલચોળ થઈ હવે  ગુલાબનાં રંગલા  સાધે

આઘેરો પિયુ ય લાગે ઓરો, ઝીણી ઝરમર કરાવે ટેસડો
જીવતરનાં માખણ  વલોવી આપે હૈયાના તાર કેવા સાધે?
©અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment