આવડે છે!*
આહને ઉડાડી વાહમાં તબદીલી આવડે છે,
જિંદગી છે તો રંગીન કરતાં પણ આવડે છે.
એમની ગુસ્તાખીને નજરઅંદાજ કરીને
ગમતાંનો ગુલાલ કરતાં પણ આવડે છે.
ચાલ્યા ચરણ ભલે એમના નિશાન ભૂંસી
રેતમાં પગદંડી બનાવતાં પણ આવડે છે.
આજે આવ્યા અને કહો છો હવે સમય નથી
અમને ક્ષણોમાં જીવી લેતાં પણ આવડે છે.
ખબર મળી હતી કે એ ખરેખર નારાજ છે
અમને તો મનામણી કરતાં પણ આવડે છે.
રહેવા દ્યો એમ જ તૂટેલી કાચની કિસ્મતને
એનો શીશમહેલ બનાવતા પણ આવડે છે.
ખબર કોઈ નથી આજકાલ એમના અહીંયા
વગર મિલને જીવતાં અમને પણ આવડે છે.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment