એક કંકુ વરણી સાંજ
એક કંકુ વરણી સાંજ
અને એમાં ય આપણે બે.
નથી કોઈ કસર હવે
છે સોનામાં સુગંધ પણ બે.
એક કંકુ વરણી..
છે તારી મસ્તી મીઠી
મારા હોઠનો મલકાટ
જો ઝાંકળ બાજે જરી
તો ટપકે છે આંખો પણ બે.
એક કંકુ વરણી..
આંખની વાત્યું આંખ વહે
મન પણ એમાં સાથ દે,
ઋણ અનુબંધની મહોર એવી
કે ઓગળે છે દિલ પણ બે.
એક કંકુ વરણી..
તારા માટે જ હું,એમ કહું
તું મારા માટે જ, એમ કહે
પ્રેમની આડશે વધે જિંદગી જો
ચમકે જરુર કિસ્મત પણ બે.
એક કંકુ વરણી..
એક મજબૂત થડિયું ને વળી
નાજુક નમણી ડાળ હળેમળે.
હર ડાળ પર ઝૂલે પછી
કોમળ રાતાં ફૂલડાં પણ બે.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment