એક જૂની યાદગીરી
જેમાં દિવસ કે રાતની નથી કોઇ બાદબાકી,
જિંદગી એટલે જાણે અનોખી પ્રીત આપણી!
વિચારું તો રોજે રોજ થાય કે હળવે હળવે
મારા જ ખોળિયામાં હું શ્વાસ તારા લેતી.….
તો પછી 'તું જ સ્પેશ્યલ' એમ કહેવું જરૂરી નથી!
ક્યારેક સ્પંદન મારા તો વિચાર તારો
ને ક્યારેક ઇચ્છા તારી તો અમલ મારો
વણકહ્યે પ્રતિદિન જીવ્યા નજરની સમજથી
વણકહ્યે પણ સાંકળતા સદા જીવનની દોરી.....
તો પછી 'તું જ સ્પેશ્યલ' એમ કહેવું જરૂરી નથી!
જન્મ જન્માંતરની સમજ હજૂ પાકી નથી
રહીશું કેટલું સાથે, એ પણ ખ્યાલ નથી!
પણ સાથે જીવ્યા છીએ એવા સંયોગ લઈ
યાદ માત્ર તું, પળ, વિપળ કે યુગ કશું યાદ નથી
તો પછી 'તું જ સ્પેશ્યલ' એમ કહેવું જરૂરી નથી!
ભાવના ફાર્મ, દશાડા.
No comments:
Post a Comment