Wednesday, 1 August 2018

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

આભાર તારો
સોશિયલ મીડિયા!
ઘરથી દૂર ભાગે એ યુવાનોની
ભાળ આપે મીડિયા !
જૂની બહેનપણી સાથે
મફતમાં વાતો કરાવે મીડિયા !
કંઈ જો લાવવું હો બજારમાંથી
દીકરાને મેસેજ કરો વાયા મીડિયા !
દીકરી પણ ફોન કરતાં
મેસેજ જ  કરે છે વાપરી મીડિયા !

જો ન હોત તો
આ ફોન અને સોશિયલ મીડિયા
સંપર્ક સૌ સાથે કેમ કરી રાખતાં ?
અને નવરાધૂપ અમે બે
ઘરમાં ને ઘરમાં
ઝઘડો ઓછો કેમ કરી કરતાં ?

ભક્તિ સૂઝે તો
ભગવાનનાં ફોટા જોઉં
અને ભજન માટે યુ ટ્યુબ જોઉં.
દીકરાના જન્મદિને
નવી નવી વાનગી જોઉં!
ઘણી મદદ કરી તેં સોશિયલ મીડિયા!

અને પાંચ કિલોમીટર
ચાલી નાંખતાં
ફવે પચીસ મિનિટ ચલાય છે,
એ અફસોસ દૂર કરવા
મોબાઈલ મચડ્યા કરતાં!
કહે, સોશિયલ મીડિયા તારા
આભાર માનું કેટલાં?
©અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment