Thursday, 10 January 2019

મિત્ર છે તું*

મિત્ર છે તું

હું હજૂ બોલું નહિ
અને પહેલાં જ
તું  સાંભળી લે,

મારા  બોલવા પાછળ
પણ તારી જ મરજીનો
વિચાર હોય!

અને તારી ગમતી વાત
હું બરાબર જાણું ;
અને મારી ન ગમતી વાત
તું પ્રયત્ને દૂર જ રાખે;

કહે આવું અનુસંધાન
મારું પોતાનું કોઈ બીજી
વ્યક્તિમાં ક ' દિ મળે?

મિત્ર છીએ આપણે
એક રાહ ના મુસાફિર
એક જ લાગણીની નદીના
બંને કિનારા..

કે એક બનતો  સૂર્ય જાણે
એક ક્ષિતિજ બનતો.
અલગ ઓળખાણ ભલે
સાથ  ક'દિ  ન છોડતો!

માતા નથી એક ,નથી લોહીનો સંબંધ
પણ દિલ મળ્યા એવા કે
તન ભલે જુદા
પણ પ્રાણ એક બનાવતો!
   ©અર્ચિયત

No comments:

Post a Comment