Wednesday, 17 September 2014

Sogad

એક પળના શ્વાસની પ્રભુ, તું એવી સોગાદ દઈ દે
ફરી માંગું નહિ જીવન,મને એવો અહેસાસ દઈ દે !
પોકારું છું તને ક્યારથી બધે ,  જવાબ તો દઈ દે,
અણુ અણુ માં છે જાણું,પણ દ્રશ્ય આકાર તો લઈ લે !
પથ્થરે થાય દીવા બધે,ને તું જૂએ પથ્થરદિલ થઈને,
કયા કપટ થી તું,એવો ગાડરિયો પ્રવાહ બનાવી દે ?
દરેક જીવમાં છે જ તું , એવો ચોક્ખો ઉજાસ કરી દે ,
દીવો થાય તો દયાનો જ,એવો અહી ખ્યાલ કરી દે .
શોધ તારી મંદિરમાં ચાલે છે , સાચો રસ્તો બતાવી દે !
તારા સુધીની દિલમાં રહેલી અદ્રશ્ય સીડી જણાવી દે  !
સર્જક , ત્રાતા , પોષક , વિધાતા તારો અહમ છોડી દે !
અહી તને પામવા મારવા જ પડે ફાંફાં , એ વહેમ ઉતારી દે!
                   અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment