Saturday, 6 September 2014

Pasandagi

પસંદગી એવી કરું છું,જિંદગીને બંદગી ગણું છું,
હર એક મુકામને હું હંમેશા ,આશીકીથી માણુ છુ .
ચોઘડિયા,મુહુર્તને વણ જોઈતી આશંકા ગણું છું ,
અંતરના અવાજને જ અનુપમ આસ્થા માનું  છું.
કોઈના વર્તનના આવર્તનને ય લાચારી માનું છું,
એની તાસીર નો ગણી હાથ માફી આપી દઉં છું .
તું ચીંધે જે મને તે કર્મને ,વેદની ઋચા માનું છું,
જેનાથી રહે  કાયમી કૂણું દિલ,એને ધર્મ ગણું છું.
પ્રેમ પ્રગટાવી જાતથી અહી તને બધે ખોળું છું,
આ ઇબાદતથી મને,તું મળશે જ આશા રાખું છું .....
                        અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment