Sunday, 24 August 2014

Stri

સૌન્દર્યા છું , સ્ત્રી છું .
પુરુષની જોડ પ્રકૃતિ છું .
મમતાની એક આવૃત્તિ છું
જનનીની જાગતી વૃત્તિ છું .
પ્રિયા છું , પ્રેમે પરવશ છું ,
પ્રયોગે પ્રસરતી પ્રવૃત્તિ છું .
પ્રીતે પ્રિય ભાષીની છું ,
પ્રથા એ પ્રિયદર્શીની છું .
સ્વરૂપે સુહાગીની છું .
ભાવથી ભગિની છું ,
અનેક રૂપે રંજીત છું ,
વલણથી સદા મનજિત છું .
રૂપથી ગજગામિની છું
મનથી માનુની છું .
અંતરથી આર્દ્ર છું ,
પણ નીતિ હોય તો નેતા છું .
સંસ્કારે ગર્વિષ્ઠા છું ,
કર્તુત્વે ધર્મિષ્ઠા છું ,
સંસારે અધિષ્ઠા છું ,
તેજ કહો તો શર્મિષ્ઠા છું .
અંધારે દીપ્તિ છું ,
વિકટે સ્વયંસિદ્ધા છું.
હર એક કૃષ્ણ ની હર એક રાધા છું ,
રૂપ અને ગુણ સાથે પ્રેમ સરિતા  છું .
ઈશ્વર ઝંખે એવી  કૂખ છું  ,
પામું અને વહેચું એવું સુખ છું  .
     અર્ચિતા દીપક પંડ્યા .

No comments:

Post a Comment