Thursday, 21 August 2014

Poem::sagvad

દિલ રૂપાળો ઓરડો ખોળે છે
ગોળ દુનિયામાં ખૂણો ખોળે છે
સહુ પોતાની સગવડ ઝંખે છે
આકરી દુનિયામાં હૂંફ ખોળે છે
ક્યાંક પ્રેમની પરબ પાંગરે છે
કટુતા કાપી સ્નેહને ખોળે છે
ઉડાનની મંઝીલ એક મળે છે
મહેનત જ તેનો મારગ ખોળે છે
સહુ સહુની રીત સાચવે છે
જીવનનો રસ્તો સૌ ખોળે છે
પ્રસંગો જાણે કે શીખ બને છે
અનુભવ એ જ નવિન ખોળે છે
સ્મરણ પણ આયનો બને છે
ઝાંઝવામાં પણ પૂર ખોળે છે 
કકરી ધરામાં કોઈ ખાસ લાગે છે
કોઈ તો સાથ સુંવાળી શોધે છે....
             અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment