Wednesday, 20 August 2014

virat purush 1

સુંદર છે
અંશ સત્યનો છે
ભાવ શિવનો છે
પ્રાણ પ્રકૃતિનો છે
.....પુરુષ છે એ .....
ઇશનો ગર્ભ છે
શાશ્વત વંશ છે
અનાદી પ્રવાલ છે
નિરંતર જ્વાલ છે
શ્રેયમાં પ્રેય લાગે
પ્રેય માં શ્રેય સાધે
અધિકારે નીર્દંશ છે
પરિવારે પૂર્ણ નિયોગ છે
પુંજી એ યોગ છે
પ્રેમે સંતુલિત આવેગ છે
પિતૃત્વ હોય તો પ્રેમ પ્રધાન છે
સ્વસ્થતાનું સંધાન છે
પ્રાપ્તિ વિષે અંતર્ધાન છે
હક્ક કહો તો અવધાન છે
જીવન માટે સુકાન છે
વિચારોમાં કલ્યાણ છે
ભવિષ્ય માટે એંધાણ છે
કુટુંબ આવે તો ન્યોછાવર છે
સ્નેહનું સરોવર છે
એકમ પરિવારનો છે
પ્રેમ પરસ્પર આપે છે
સ્ત્રીને સર્વસ્વ લાગે છે
પીતૃરૂપે પરબ્રહ્મ ભાસે છે
ગતિએ પુરુષોત્તમ છે
હરીહરનું પરિસર છે
ઈચ્છામાં શ્રેય લાવે છે
જગતમાં શ્રેષ્ઠ જ સાધે છે
વિરાટ પુરુષ છે એ ......
    અર્ચિતા દીપક પંડ્યા  

No comments:

Post a Comment