Sunday, 24 August 2014

Radha

રાધા , તારો જબરો ઈજારો થઇ ગયો પ્રેમ પર !
કદી હક્ક ના માંગ્યો તે,એ જ સવાઈ પણ ઉપર !
અંતર ઉલેચાય,કનડગત થાય તો ય જીવે પ્રેમ પર
વાટ જોતા શરીર ગળે પણ નજર તો પગદંડી ઉપર
વાલમજી ખેડ્યા કરે ખેપ પણ તું તો એ ધરતી પર
જાણે શ્વાસ કૃષ્ણના બંસીમાં,ને તું જીવે તેની ઉપર !
'કૃષ્ણ' નું  રટણ જાગે કાયમ ગોકુલની મોસમ પર
જીવ તારો તો જાણે રહ્યો એક કદંબ ડાળ ની ઉપર
અમથો નથી લીધો, રાધા ,ભાર તે તારા જીવ પર !
તારા નામ વિના પુષ્પ પણ ન ચડે કૃષ્ણ-છબી પર !
                           અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment