Tuesday, 23 September 2014

Tu

શીર્ષક :::: તું ::::
ભીડમાં પણ તું મને,વર્તાઈ શ્વાસોચ્છવાસ માં ;
ભર્યા નગરમાં રહે,  જાણે ખાનગી આવાસમાં .
દરિયા ઉલેચું સતતપણે , બસ તારી યાદના ;
છીપમાં તું કેદ રહે ,ને હું  બહોળા અહેસાસમાં .
સ્વપ્ને મળે તે ગમે , કોઈ ખાસ કારાવાસમાં ;
જકડનમા તું રહે, સતત વિચરતી સહવાસમાં .
ટહૂકો તારો ગૂંજે , ખાલીપાના ખળભળાટમા ;
સંગીત તું બની રહે , જીવનના કલબલાટમા.
સમય કોરો જ વહે, કોઈ મીઠી અસમંજસમાં ;
તું આવે ન આવે,દિલ અટકે કોઈ અટકળમાં .
અંતરથી કહું છું તને, ઝંખું સદાય સોબતમાં ;      
વણસાવી વાત રહેવાદે,માની જા આ કહેણમાં ..
                અર્ચિતા દીપક પંડ્યા

1 comment: