Thursday, 2 November 2017

સ્ત્રી

હું ખુદ આત્મસન્માન રૂપે બિંદિયા ધારણ

કરું છું, એનું ઓજસ મને ખબર છે,

હું ખુદ લજ્જા રૂપે ચુંદડી  ધારણ કરૂં છું,

એની દિવ્યતા મને ખબર છે,

હર અલંકાર શોભા બની મને હળવી

નજાકત બક્ષે છે
અને
હર સંસ્કાર  ગુણ બની મને અડગ

મજબૂતી બક્ષે છે

હર એક સ્ત્રીમાં હું પરા શક્તિનું એક સ્વરૂપ છું.

મારી રોજિંદી ક્રિયામાં સાર, સંભાળ,

પ્રેમ, હૂંફ જ્યારે ભળે છે ત્યારે

જગતજનની ખુદ આશીર્વાદ રૂપે મારી સાથે જ હોય છે.
        ©અર્ચિતા દીપક  પંડ્યા

No comments:

Post a Comment