Monday, 20 November 2017

પ્રાસ

આજે કેમ કોઈ ખાસ દિન જેવી મનોસ્થિતિ હશે?
જરૂર કોઈ ઘટના પણ મારી સાથે
ખાસ ઘટી હશે!
મને નિરાશ જોઈને કોઈની  એવી
આંખ જરૂર હશે,
ઉપરવાળા જોડે એ પણ દિલથી
દુઆ માંગતી હશે!
લાગણી શબ્દ થઈને વહી અંતરથી
નક્કી ગઝલ થઈ હશે,
આખી ગઝલમાં છે મારી ગેરહાજરી
મક્તામાં પેશગી હશે!
કાલે ભલે ને જશે દૂર એ અહીંથી
કદમ એની નિશાની હશે!
સ્મરણ  જાણે જન્મજાત નિશાની
ન ક'દિ અળગા થશે..
મારૂં તારી સાથે કેવાં કેવાં ઋણથી
અનુબંધ ફળ્યું હશે?
મૌન તું સમજી જાય ગજબ રીતથી
બોલ વ્યર્થ પ્રયાસ હશે.
હું વિચારૂં અને તું ઊઠીશ બોલી
એ આપણો પ્રાસ હશે.
©Archayit

No comments:

Post a Comment