Thursday, 30 November 2017

પ્રેરણા ગીત

Std:3 પ્રેરણા ગીત મારું હ્રદય મારું હ્રદય એવું બનાવું ન કોઈને દુઃખ પહોંચાડું બધાંને મારા મિત્ર માનું સૌ કોઈનું ભલું હું ચાહું મારું હ્રદય એવું બનાવું કોઈને ભીડમાં મદદે આવું દુઃખી ઉપર દયા હું લાવું નજરમાં મારી અમી રાખું ભાવના દિલમાં શુદ્ધ રાખું મારું હ્રદય એવું બનાવું પ્રેમ બધાં જીવ પર રાખું અને પ્રેમનું વળતર હું માણું કંકાસ, મનદુઃખને દૂર રાખું હર પળ ખુશીથી વિતાવું મારું હ્રદય એવું બનાવું પ્રેમનું વાતાવરણ છે પ્રભુને વહાલું ક્રોધ, ઈર્ષા,અહમ્ ને હું દૂર રાખું માનવતા રાખીને જીવન હું જીવું પ્રભુને પણ તો જ પ્યારો લાગું મારું હ્રદય એવું બનાવું

No comments:

Post a Comment