Tuesday, 28 May 2019

વેરી વાલમ*

ઝીણા ડંખ જેવું લાગે,
             તો ય કેવું મીઠું લાગે!
વાલમનું ભલે હોય વહાલ
             ને તો ય વહમું લાગે!

ઝીણું ઝીણું કાંતુ રોજે યે
          ને રાહ જોયા કરું ઓશરી
વેતરીને આખો પટ એમ જ
            એ વ્હાલી કરે ખડકી!

માણીગર મારો ભલે એ
            પણ કદર એ કંઈ ન કરે
પૂનમનો ચાંદ અમને ભાળી
             છેડતી આખા ગામમાં કરે!

આવે ક'દિ ઓરો પણ ખરો
         પણ નજર ન મળતી કરે
ધણી મારો ને વહાલો ય ઘણો
         પણ ક્યા ભવનો વેરી બને!
©અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment