અમે
અમે રણઝણ ઝીણી ઝાંઝરી
અને તમે બોલ્યા જાણે ઘંટ!
અમે ઝીણી વેલ મહોરતી
તમે પથરાયા થઈ વૃક્ષ વટ!
સાજન અમે નરમાયા, સહમ્યા
અને ગૂંથ્યો જીવનપટ!
તમે કોળ્યો રસ્તો પર્વત માંહેથી
અમે કેડીએ દોરાયા સટપટ!
મેઘલ ઘટાનો તમે વરસાદ થઈ
ભીંજવો મનમોજી થઈ
કૂણી કૂણી કૂંપળ મહોરે
અમને તો એવી લાગી રે રટ!
આંસુ અમારું કિંમતી મોતી
બારેમાસનું ઘરેણું સ્મિત
સાતમા આકાશે વિહરીએ
અમે તો હૈયે વસાવીએ વટ!
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment