Thursday, 1 April 2021

માછલી

એમને હતું કે
પાણીના ઓક્સિજનથી જ
જીવે  છે આ માછલી.

એની કિનારાની સીમા
એની જળ નીચે દુનિયા
શી જરૂર કે નીકળે દુનિયા જોવા? 

નહોતી ખબર એમને કે
આંસુ દરિયો થઈ જશે! 
કોઈ પ્રચંડ તાકાત થઈ જશે! 

એ જ દરિયો હતો
પણ એમાં જ સુનામી હતી, 
ભલે, વેદના પણ નામી હતી! 

માછલીને પણ ફૂટી શાર્ક જેવી દંતિ
મીનપંખ વરતી જાણે જોઈ લો પંખી
દરિયો મદદે આવ્યો, આપી એને શક્તિ

માછલી જાણવા લાગી કળા ઊડવાની
નથી ઓક્સિજન માટે તડપવાની
છે ખુલ્લાં આકાશની એ હવે રાણી! 

જલની રાણી, તેં દુનિયા પણ જાણી
જમીને  જીતે જંગ, જીતે જે પાણી
આંસુ બનશે તાકાત, આપશે હવે વાણી

માછલી, કોઈની જળપરી ભલે
એ શાર્ક સમી કાતિલ થશે
અબળા નહીં જગમાં તું ચંડી થશે. 
©અર્ચિતા દીપક પંડ્યા 





No comments:

Post a Comment