Friday, 1 October 2021

માણસ

પહેલાં કરી દેશે દફન પછી પૂછી લેશે હાલ
વ્યવહાર તો જરીકે ન ચૂકતો એ માણસ

સપનાં જોઈ લે એ ભલે આકાશથી ઊંચા
અરમાનોની ઘોર ખોદતો રહતો એ માણસ

જોઈએ એને કે દુનિયા તો કદિ ન બદલાય
રોજેરોજ  છતાં પોતે બદલાતો એ માણસ

કોને કહેવાની જગતમાં વાતો બધી દિલની? 
રડ્યાં એને અનુકંપા નામે રડાવતો એ માણસ 

એક કથા આની પણ ને બીજી એમની પણ
એ ચર્ચામાં સૌને વગોવતો રહેતો એ માણસ

ભલે ખોવાતી જાત પણ કરતો બધું એ મુઠ્ઠીમાં 
સાબિત કરવા પોતાને ખુદને વીંઝતો એ માણસ 
©અર્ચિતા દીપક પંડ્યા 

No comments:

Post a Comment