Tuesday, 28 December 2021

જીવી લઈશું

જીવી જઈશું

હાલ કોઈ પૂછશો તો ઉપર ઉપરના કહી દેશું,
વાત અંદરની અમે અંગાર પર રાખ  કરી દેશું.

એક ઈજન આપ્યું છે એને ભૂલ ગણી લઈશું,
દિલની વાત તો કોઈ સાળુ જેમ સંકોરી લઈશું.

દૂર સુધી જશે પડઘો કાલના એક અવાજનો
આજ પછી મૌનના ભણકારથી જીવી જઈશું.

ઘાવ હતો જો નાજુક તો દિલ પણ નાજુક હતું,
પહાડ ઉપાડી પથ્થર બની ગયું એમ  માની લઈશું.

ઊઠી છે બળતરા એની દરકાર પછી તરત જ
મલમ કોઈ રકીબ જ લગાવી ગયો માની લઈશું.
©અર્ચિતા દીપક પંડ્યા 

No comments:

Post a Comment