આંસુઓની એક સેર પરોવી
વાદળીને આપી છે ઉધારી
લઇ તારા આંગણા માં એને
વરસાવી દેશે એ પૂરેપૂરી
યાદોની એ વણઝાર ઉગશે
થઇ લીલી કૂંપળ મહેકતી
ભીની ભીની વાત બે'ક લઇ
જયારે રાતરાણી રહેશે મહેકી
થશે રૂબરૂ ગુફ્તગુ આપણી
લઇ ને નવા અનુસંધાનથી .........
No comments:
Post a Comment