Thursday, 9 July 2015

Balpan name zurapo

કંકર વીણતા નદીની પાળે વીણું જેમ મોતી ,
કીમતી પળો ખેંચી ગઈ સમયની નદી મોટી !

નાતો ફૂરસદનો 'કાલનો 'કોણે નાંખ્યો પીંખી ?
'આજ 'જુઓ તો ભારેખમ કેવી લાગે છે મીંઢી !

ખુલ્લા હાસ્ય સાથે મઝા ભાગદોડ પાદર સુધી
દુનિયા નાનકડી ને સંતોષથી છલ છલ ભરેલી

દિવસે ભરમાર તોય રાતે છતે આંખ લાંગરેલી
ગોઠવણ નો મોટો હિસ્સો તો ખુશી ઝળકે થોડી

આપી શકે કોણ ,એ હિસ્સો મનને પાછો વળી
બાળપણ નામે ઝુરાપો સમજ મેળવે જીંદગી !
                                 ADP

No comments:

Post a Comment