Wednesday, 26 August 2015

Bandh chhe

થાવું વાદળ મારે લઇ ભીની બળખા
     ઉડીને જાવું છે પરદેશ વરસવા
આડા આવ્યા છે કોઈના શરાપ કાં ?
     "ભાઈ,જો આજ તો 'બંધ' છે ! "ખમ મા !.......

બંધ પાણી ના તળાવ સમી તરસે મંશા 
      વહેવાનું નહિ જીવતર કેદમાં 
શ્વાસ પણ હમણાં બંધ કરી દેવાના કાં ?
      "ભાઈ,જો આજ તો 'બંધ' છે ! "ખમ મા ! .......

કેમ રળવું કેમ જીવવું કેમ પેટ -ખાડા પૂરવા
      બંધ આંખ બંધ લૂલી તો જીરવ્યા
છૈયા ટળવળતા જોવા દોઝખ કાં ?
       "ભાઈ,જો આજ તો 'બંધ' છે ! "ખમ મા ! ......
                               અર્ચિતા દીપક

No comments:

Post a Comment