Wednesday, 26 August 2015

Khadak

           ખડક

છીએ ખડક પણ ન માનશો કે રુક્ષ છીએ

ભીંજાઈએ અમે પણ સ્વરૂપ ન બદલીએ

અમે તો ખડકના ખડક થઈને જ રહીએ

રૂજુતાને રોજ નરમ આંખે જોયા કરીએ

હા,કદીક પલળીને ખોતરાઇ પણ જઈએ

અમે કણ કણ થઈને વેરાઈ પણ જઈએ

ઝીણી રેત થઇ પ્રવાહમાં વહીને રહીએ

ને ઊંડાણ લગી પહોચવા પ્રવૃત્ત થઈએ

અમે પ્રેમ કરીએ ને બસ પ્રેમ જ કરીએ ............

No comments:

Post a Comment