Tuesday, 15 September 2015

Akshar

            અક્ષર

શબ્દ નો સહારો જ થોડો વ્યાજબી લાગે છે
અભિવ્યક્તિમાં એ જ સરળ અંદાઝ લાગે છે .....

નહિ હસતા કે ધ્રુસકે રડતા સન્મુખ લાગે છે
તો ય અક્ષરોનો નો પણ હાવ ભાવ લાગે છે .....

માળખું ને બંધારણ  શિસ્ત કાયમ લાગે છે
હ્રસ્વ હોય કે દીર્ઘની એ ઊંડી સોચ લાગે છે.....

ઉદગાર ચિહ્નો વળી વળીને આશાથી જુએ છે
અટકેલી વાત અલ્પવિરામે,અનુસંધાન લાગે છે...

અક્ષરને તો ય અભરખો નાદનો લાગે છે
અધૂરા અહેસાસનો નવો પૂર્ણવિરામ લાગે છે...

No comments:

Post a Comment